અમદાવાદ
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ૮ અને ૯ એપ્રિલે યોજાનાર રાષ્ટ્રીય અધિવેશન માટે ની ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા અગત્યની કમિટીની જાહેરાત કરવામાં આવી છે.સાબરમતીના તટે યોજાનાર ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા આગામી દિવસોમાં ગુજરાતમાં યોજાનાર રાષ્ટ્રીય અધિવેશન માટે ૧૮ જેટલી વિવિધ કમિટીઓનું ગઠન કરવામાં આવ્યું છે.
ગુજરાત કોંગ્રેસમાં ઉત્સવ જેવો માહોલ છે ત્યારે ગુજરાત કોંગ્રેસના પદાધિકારીઓ અધિવેશનની કામગીરીમાં ઉત્સાહભેર જોડાયા છે.
ગુજરાત કોંગ્રેસ યજમાન તરીકે અધિવેશનનો કામગીરી સંભાળી રહી છે ત્યારે ઐતિહાસિક અધિવેશનમાં કોઈ પણ પ્રકારની કચાશ ન રહે તે માટે વિસ્તારપૂર્ણ આયોજન કરવામાં આવ્યું છે.
પૂજ્ય ગાંધી- સરદાર સાહેબના રાજ્યમાંઆવનાર સમગ્ર દેશભરમાંથી કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ આગેવાનો, નેતાઓ પદાધિકારીઓ આવકારવા ગુજરાત કોંગ્રેસની તડામાર તૈયારી કરવામાં આવી રહી છે
ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી દ્વારા જાહેર કરવામાં આવેલી કમિટીઓમાં વરિષ્ઠ નેતાઓ સહિત યુવાનોને પણ સ્થાન આપવામાં આવ્યું છે.
વિવિધ કમિટીઓમાં કોઓર્ડીનેશન, મીડિયા,પ્રોટોકોલ ,ફૂડ,એકોમોડેશન ,સ્ટેજ, રિસિપ્શન,સેશન વેન્યુ એન્ડ ડાયસ,સીડબ્લ્યૂસી વેન્યૂ,રજિસ્ટ્રેશન, વોલન્ટિયર્સ મૅનેજમેન્ટ,કલ્ચરલ કમિટી,ટ્રાન્સપોર્ટ, પબ્લિસિટી, કંટ્રોલ રૂમ,ગાંધી આશ્રમ, હેલ્થ, પ્રોટોકોલ રેલવે સ્ટેશન જેવી અલગ અલગ ૧૮ કમિટીઓ જાહેર કરવામાં આવી છે.
રાષ્ટ્રીય અધિવેશનના ગુજરાત કમિટી ચેરમેન
કો-ઓર્ડિનેશન સમિતિના ચેરમેન ગુજરાત પ્રભારી મુકુલ વાસનિક
રિસિપ્શન કમિટી ચેરમેન શક્તિ સિંહ ગોહિલ, કન્વીનર અમિત ચાવડા
સેશન વેન્યુ કમિટી ચેરમેન પૂર્વ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર
સેશન ડાયસ સમિતિના ચેરમેન ભરતસિંહ સોલંકી
સી ડબ્લ્યુ સી સમિતિ ચેરમેન સિદ્ધાર્થ પટેલ
કંટ્રોલ રૂમ સમિતિ ચેરમેન
ધારાસભ્ય અને વિધાનસભા ઉપનેતા શૈલેષ પરમાર
પ્રોટોકોલ કમિટી ચેરમેન સાંસદ સભ્ય ગેનીબેન ઠાકોર ,કન્વીનર નિશિત વ્યાસ ,કો કન્વીનર મોહન સિંહ રાજપૂત
મીડિયા સમિતિના ચેરમેન ડૉ. અમીબેન યાજ્ઞિક
આરોગ્ય સમિતિના ચેરમેન ઇમરાન ખેડાવાલા
પ્રચાર સમિતિ ચેરમેન ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી
એકોમોડેશન કમિટી ચેરમેન પૂર્વ ધારાસભ્ય હિંમતસિંહ પટેલ
ફૂડ ચેરમેન નિલેશ પટેલ (લાલો)
કલ્ચરલ સમિતિ ચેરમેન પૂર્વ પ્રદેશ મહિલા પ્રમુખ સોનલબેન પટેલ કન્વીનર ચંદ્રિકાબેન બારિયા ,
કો-કન્વીનર ગીતાબેન. પી.પટેલ (માણસાવાળા ) અને પ્રગતિબેન આહીર
ટ્રાન્સપોર્ટ સમિતિ ચેરમેન પરેશ ધાનાણી
ગાંધી આશ્રમ સમિતિના ચેરમેન સુખરામ રાઠવા