કેન્દ્ર સરકારે શુક્રવારે ખેડૂતોને મોટી ભેટ આપી છે. કેન્દ્ર સરકારે ખરીફ સીઝનમાં ફોસ્ફેટ અને પોટાશ આધારિત ખાતરો પર ૩૭,૨૧૬ કરોડ રૂપિયાની સબસિડી આપવાની મંજૂરી આપી છે. સરકારના આ નિર્ણયથી ખાતરના ભાવમાં તો ઘટાડો થશે, સાથે જ ખાતરોની ઉપલબ્ધતા પણ સુનિ?તિ થશે. PM મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી કેબિનેટની બેઠકમાં આ પ્રસ્તાવ પર મહોર લગાવવામાં આવી હતી. સરકારના આ પગલાંથી ખાતરોના ભાવમાં માત્ર ઘટાડો જ નહીં થાય, પરંતુ સસ્તા દરે ખાતર ઉપલબ્ધ કરાવવાની દિશામાં આ એક માઈલસ્ટોન સાબિત થશે. રેલવે, માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં લેવાયેલા નિર્ણયની માહિતી આપતાં મીડિયાને જણાવ્યું કે, ફોસ્ફેટ અને પોટાશ (P&K) આધારિત ખાતરો પર ખરીફ સત્ર ૨૦૨૫ (૧ એપ્રિલ ૨૦૨૫થી ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૫ સુધી) માટે પોષક તત્વ આધારિત સબસિડી (NBS) દરો નક્કી કરવાના પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી છે. તેમણે કહ્યું કે, આ પગલાંથી સરકારે એ સુનિતિ કર્યું છે કે ડાય-એમોનિયમ ફોસ્ફેટ (DAP)ની છૂટક કિંમતો હાલના સ્તરે જળવાઈ રહે. તેમણે જણાવ્યું કે મંત્રીમંડળના આ નિર્ણયથી ખેડૂતોને રાહતદર, સસ્તા અને યોગ્ય ભાવે ખાતરોની ઉપલબ્ધતા સુનિતિ થશે.
તેમણે જણાવ્યું કે, ખાતરો અને કાચા માલની આંતરરાષ્ટ્રીય કિંમતોમાં તાજેતરના વલણોને ધ્યાનમાં રાખીને P&K ખાતરો પરની સબસિડીને તર્કસંગત બનાવવામાં આવી છે. સરકાર ખાતરોની આંતરરાષ્ટ્રીય કિંમતોને ધ્યાનમાં રાખીને ફોસ્ફેટ અને પોટાશ (P&K) આધારિત ખાતરો પર સબસિડીની રકમને તર્કસંગત બનાવી રહી છે. આનાથી ખેડૂતોને સસ્તા દરે ખાતર મળી શકશે અને કળષિ ઉત્પાદનને પ્રોત્સાહન મળશે. સરકારે ૨૮ ગ્રેડના ફોસ્ફેટ અને પોટાશ (P&K) આધારિત ખાતરો પર સબસિડી આપવાની જાહેરાત કરી છે. ખાતર કંપનીઓને નિર્ધારિત સબસિડી દરો અનુસાર નાણાકીય સહાય આપવામાં આવશે, જેથી તેઓ ખાતરની કિંમતોને નિયંત્રણમાં રાખી શકે અને ખેડૂતોને યોગ્ય દરે ખાતર પુરું પાડી શકે. NBS યોજના હેઠળ અપાશે સબસિડીકેન્દ્ર સરકાર એપ્રિલ ૨૦૧૦થી પોષક તત્વ આધારિત સબસિડી (NBS) યોજના હેઠળ P&K ખાતરો પર નાણાકીય સહાય પૂરી પાડી રહી છે. આ યોજના અંતર્ગત, ઉત્પાદકો અને આયાતકારોને સબસિડી આપવામાં આવે છે, જેથી તેઓ ખેડૂતોને યોગ્ય દરે ખાતર ઉપલબ્ધ કરાવી શકે.ખાતર સબસિડીથી ખેડૂતોને શું ફાયદો થશે?- ડીએપી અને અન્ય ખાતરોની કિંમતોમાં સ્થિરતા જળવાઈ રહેશે.- ખેડૂતોને પાક ઉત્પાદનમાં રાહત મળશે અને ખર્ચમાં ઘટાડો થશે.- ખાતરોની આંતરરાષ્ટ્રીય કિંમતોમાં વધારાની સીધી અસર ખેડૂતો પર નહીં પડે.- ખરીફ સત્રમાં પાકની ઉત્પાદકતા અને ગુણવત્તામાં સુધારો થશે.