ગુજરાતના પાડોશી રાજ્યએ 19 જિલ્લાઓમાં દારૂના વેચાણ પર પ્રતિબંધ લગાવ્યો

Spread the love

 

મધ્યપ્રદેશમાં આજ એટલે કે 1 એપ્રિલથી ઘણી જગ્યાએ દારૂના વેચાણ પર પ્રતિબંધ લગાવ્યો છે. રાજ્ય સરકારની નવી આબકારી નીતિ અનુસાર  મધ્યપ્રદેશના 19 ધાર્મિક સ્થળો પર દારૂના વેચાણ પર પ્રતિબંધ 1 એપ્રિલ 2025થી લાગૂ કરવામાં આવ્યો છે. પાછલી 25 જાન્યુઆરીએ ભાજપના નેતૃત્વવાળી મધ્યપ્રદેશ સરકારે નવી આબકારી નીતિની જાહેરાત કરી, જેમાં રાજ્યના 19 ધાર્મિક સ્થળો પર દારૂના વેચાણ અને ખરીદ પર સંપૂર્ણ પ્રતિબંધ છે. એમપીમાં જે જગ્યાએ દારૂના વેચાણ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે, તેમાં ઉજ્જૈન, ઓંકારેશ્વર, મહેશ્વર અને ઓરછા સામેલ છે. મુખ્યમંત્રી મોહન યાદવે દારૂબંધીના નિર્ણયની જાહેરાત કરી હતી અને 24 જાન્યુઆરીએ લોકમાતા અહિલ્યાબાઈ હોલ્કર સાથે જોડાયેલા મહેશ્વર ગામમાં થયેલી મંત્રીમંડળની બેઠકમાં તેને મંજૂરી મળી હતી. અધિકારીએ જણાવ્યું કે નિર્ણય અનુસાર ઉજ્જૈન, ઓંકારેશ્વર, મહેશ્વર, મંડલેશ્વર, ઓરછા, મૈહર, ચિત્રકૂટ, દતિયા, પન્ના, મંડલા, મુલતાઈ, મંદસૌર અને અમરકંટકની સંપૂર્ણ નગરીય સરહદ અને સલકનપુર, કુંડલપુર, બાંદકપુર, બરમાનકલાં, બરમાનખુર્દ અને લિંગાની પ્રામ પંચાયતની મર્યાદામાં બધી દારૂની દુકાનો અને બાર બંધ રહેશે. રામાયણી કુટી આશ્રમના મહંત રામ હૃદય દાસે મધ્યપ્રદેશ સરકારના નિર્ણયની પ્રશંસા કરી હતી. ન્યૂઝ એજન્સી ANI સાથે વાત કરતા દાસે કહ્યું, ‘આ એક આવકારદાયક નિર્ણય છે. મધ્યપ્રદેશ સરકારને અમારા અભિનંદન, પરંતુ આ નિર્ણય પહેલા જ લેવો જોઈતો હતો. આ ખૂબ જ સારો નિર્ણય છે. અમને આશા છે કે સરકારના નિર્ણયનો યોગ્ય અમલ થશે..’

 

 

 

Leave a reply

  • Default Comments (0)
  • Facebook Comments

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com