દાદા ભત્રીજાની હાંક અને કામ છેવાડાના માનવી સુધી ચર્ચા, મહેસાણાની કન્યાને ભગાડી જનારની ફરિયાદ તંત્રએ ગંભીરતા ના લેતા ગૃહમંત્રી સમગ્ર રજૂઆત થતા તંત્રની રેવડી ટાઈટ કરતા પરિણામ મળ્યું
મહેસાણા
મહેસાણા જિલ્લા મથકે અમરાપુરા વિસ્તારમાં શ્રમિક મહિલા ઘરકામ કરીને નાનકડા પરિવાર સાથે જીવન ગુજરાન ચલાવે છે. તેની એકની એક પુત્રી જેને હજી યુવાનીના ઉંમરે પગ પણ માડયો નથી. તેવી કન્યાઓને ફોસલાવી-પટાવી- કહેવાતા વશીકરણનો ઉપયોગ કરીને રોડરોમિયો કન્યાઓને ભગાડી જાય છે તેવા બનાવ બને છે..
સામાન્યતઃ સોશિયલ મીડિયામાં instagram નો દૂરઉપયોગ કરે અને કન્યાઓને પોતાની સાથે ભગાડી જાય. ઉંમર કાયદા અનુસાર લગ્નની લાયક ના હોય આમથી તેમ ફર્યાં કરે સગાઓના ઘરે રોકાય અને આવા કામમાં કેટલાક અસામાજિક લોકોનો સાથ પણ મળે.
મહેસાણા જિલ્લા મથકમાં રહેતી આવી જ કન્યા સાથે આવો કિસ્સો નોંધાયો છે. સોશિયલ મીડિયા દ્વારા પરિચય કેળવ્યો અને ૨૩ ઓગસ્ટ ૨૦૨૪ના રોજ કન્યાને ભગાડી ગયો. પરિવારના લોકો ખૂબ જ તણાવમાં આવી ગયા. તુર્તજ શહેરના પોલીસ સ્ટેશને જાણ કરી પણ કામના ભારણ હેઠળ દબાયેલા પોલીસ કર્મચારીઓએ નામ ઇત્યાદી માહિતી લઈને ભાળ મેળવીશું તેમ જવાબ આપ્યો. દીકરીની મમ્મીએ થોડોક સમય રાહ જોયા બાદ વિધિવત ફરિયાદ દાખલ કરી પરંતુ તેનું કોઈ પરિણામ દેખાયુ નહીં. આખરે આ પરિવારે એક સજજનની સલાહ લીધી અને ગૃહ રાજય મંત્રીશ્રી હર્ષ સંઘવી રજૂઆત કરવાનું નક્કી કર્યું. દીકરીની ભાળ મેળવવાના એકમાત્ર હેતુથી ગાંધીનગર ખાતે ગૃહ રાજયમંત્રીશ્રી હર્ષ સંઘવી સમક્ષ રૂબરૂ રજૂઆત કરી. મુલાકાતીઓથી સતત પ્રવૃત્ત મંત્રીશ્રીએ રૂબરૂ રજૂઆત સાંભળી. શ્રી હર્ષ સંઘવી રાજય સરકારના કોઈપણ વિભાગ – વિષયના કાયદાની જોગવાઈને લાભ જરૂરિયાતમંદ શ્રમિક ગરીબો પરિવારોને મળે તે માટે સંકલ્પબદ્ધ છે જ. અતિવ્યસ્તતા વચ્ચે પણ આ બહેનને સાંભળીને સમગ્ર ઘટનાની તપાસ કરી દિન-૭ માં પરિણામલક્ષી કાર્યવાહી કરવા સંબંધિત અધિકારીશ્રીને કહ્યું. સારી વાત એ છે કે રાજ્યના ગાંધીનગર વિભાગ સંભાળતા પોલીસ વડાશ્રી વિરેન્દ્રસિંહજી યાદવ પણ જ્યારથી હવાલો સંભાળ્યો છે, ત્યારથી પીડીતોને સહાયક બની ગુનેગારોને શિક્ષા મળે તેવા અંતરભાવ સાથે કાર્ય કરી રહ્યા છે. બહેન ગૃહરાજ્ય મંત્રીશ્રીના માર્ગદર્શન પ્રમાણે પોલીસ વડાશ્રીને પણ મળ્યા અને મળતાવેંત જ હકારાત્મક પરિણામ આવશે તેવી શ્રદ્ધા જન્મી. પોલીસ વડાશ્રીએ પોલીસ સ્ટેશનના કર્મચારીઓને તપાસ વિલંબના કારણો રજૂ કરવા અને દીકરી ની શોધ ખોળ કરીને પરત મેળવવા સુચના આપી. ક્યારેક-ક્યારેક તોડ કરીને તપાસ ઢીલી મુકવા ટેવાઈ ગયેલા કર્મીઓમાં માન.ગૃહ રાજ્ય મંત્રીશ્રી અને માન. પોલીસ વડાશ્રીની સુચનાથી ફફળાટ થયો. તપાસ ગંભીરતાથી ઝડપી બનાવી અને માત્ર સાત જ દિવસમાં આ રોડરોમિયો અને કન્યાને પોલીસ સ્ટેશને લાવવામાં આવ્યા.માન. મંત્રીશ્રી હર્ષ સંઘવીની સંવેદનાસભર કાર્યનીતિ અને પોલીસ વડાશ્રી વિરેન્દ્રસિંહજી યાદવની તટસ્થતાપૂર્વકની અને સખત કડકપણે કાર્ય કરવાની નીતિના લીધે પરિણામ મળ્યું. સંબંધિત કન્યાની માતા અને પરિવારજનોએ માન. મંત્રીશ્રી અને પોલીસ વડાશ્રીનો આભાર વ્યક્ત કર્યો. આ પ્રમાણેની કાર્યવાહીથી સમગ્ર સમાજની શ્રદ્ધા સરકાર પ્રત્યે દ્રઢ બની છે. અત્રે ઉલ્લેખનીય છે કે માન. ગૃહ રાજ્ય મંત્રીશ્રીએ પણ સાયબર ક્રાઈમ સંદર્ભે ખૂબ જ કડક વલણ અપનાવી આ પ્રકારના ગુન્હાઓને રોકવા શ્રેષ્ઠ પ્રવાસો કર્યા છે. તેઓશ્રીનો દીકરા દીકરીઓના મા-બાપ અને વાલીઓને સંદેશ છે કે., ‘આપણા બાળકો મોબાઈલનો ઉપયોગ કરે છે તો તે સંદર્ભે અંગત ધ્યાન આપો. ટેકનોલોજીના ઉપયોગને પ્રોત્સાહન આપો, સાથોસાથ નિયમિત રીતે મોબાઈલ કે શાળાકીય દફ્તર ઇત્યાદીની ચકાસણીમાં વિશેષ કાળજી રાખો તો આ પ્રકારના બનાવો જરૂર ઘટશે. ‘જતી રહેલી કન્યા પરત આવતા આનુસાંગિક તપાસ ચાલુ છે પણ કન્યાના માતા અને સગા વહાલાઓએ માનનીય મંત્રીશ્રીને અંતરના આશીર્વાદ પાઠવ્યા છે. ત્યારે આ સમાચાર આપનાર ભાનુપ્રસાદ એસ.દવે છે.
સોશિયલ મીડિયા થકી હવે દાદા ભત્રીજા ની સરકાર શ્રમજીવી અને છેવાડાના માનવી સુધી ચર્ચાનો વિષય બની છે, મહેસાણા ની દીકરી ગાયબ થતાં અને પોલીસ દ્વારા બનાવની ગંભીરતા ન લેતા આખરે સમાજના વડીલે ગૃહમંત્રીને રૂબરૂ ફરિયાદ કરવાનું કહ્યા બાદ રજૂઆત કરતા સાત દિવસમાં દીકરીને પરત લાવવામાં સફળતા મળી હતી, ગૃહમંત્રીના વરઘોડાની ચર્ચા બાદ શ્રમિકોમાં પણ ગૃહમંત્રી ન્યાય અને ગુંડા લુખા તત્વોને જે ધોકા વાળી કરી તે તમામે વખાણી છે, બાકી પોલીસ ના સાંભળે તો રૂબરૂ હર્ષ સંઘવીનું નામ હવે લોકો બોલવા માંડયા છે, બાકી હા ફરિયાદોના ઢગ પણ હવે ગૃહમંત્રીને ત્યાં ખડકાઇ રહ્યા છે, વરઘોડા, દંડાવાળી સર્વિસ બાદ છેવાડાના માનવીને હવે દાદા ભત્રીજા ની સરકાર પર વિશ્વાસ વધ્યો છે, ત્યારે સચિવાલય એવા પણ હવે મુલાકાતીઓની સંખ્યા વધી રહી છે,