વર્ષ 2024માં યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા, ચીન, જર્મની અને ભારત તેમના GDPના આધારે વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થાઓ રહી છે. GDP એટલે કે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ કોઈપણ દેશની અર્થવ્યવ્સથા માપવા માટેનો એક માપદંડ છે. GDPની ગણતરી નવા કન્ઝ્યુમર ગુડ્સ, નવા રોકાણ, સરકારી ખર્ચ અને નિકાસમાંથી આયાતના મૂલ્યને બાદ કરીને ઉમેરવામાં આવેલ રકમથી થાય છે.
અહીં ફોર્બ્સના આર્ટિકલ અનુસાર વર્ષ 2024ની GDPના આધારે વિશ્વની સૌથી મોટી 10 અર્થવ્યવસ્થાઓ અંગે જાણકારી આપવામાં આવી છે.
યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા વર્ષ 1960થી દુનિયાની સૌથી મોટી અને ધનિક અર્થવ્યવસ્થા રહ્યું છે. અમેરિકાની અર્થવ્યવસ્થામાં વૈવિધ્યતા જોવા મળે છે. જેમાં સર્વિસ, મેન્યુફેક્ચરિંગ, ફાઇનાન્સ અને ટેક્નોલોજી જેવા મહત્વના સેક્ટર્સનો સમાવેશ થાય છે. અમેરિકાને મોટા ગ્રાહકોના માર્કેટથી લાભ થાય છે, જે ઇનોવેશન અને એન્ટરપ્રેન્યોરશિપને પ્રોત્સાહિત કરતો પાયો છે, જેના કારણે વ્યવસાય માટે સારી પરિસ્થિતિઓનું નિર્માણ થાય છે.
ચીન (China)
ચીન વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થાઓની યાદીમાં 1960માં ચોથા સ્થાનેથી વધીને બીજા સ્થાને પહોંચી ગયું છે. ચીનની ઈકોનોમી મુખ્યત્વે મેન્યુફેક્ચરિંગ, એક્સપોર્ટ અને રોકાણો પર નિર્ભર છે. ચીનની સફળતાનું કારણ મોટું કાર્યબળ, સરકારનું મજબૂત સમર્થન, મજબૂત ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ઝડપથી વિકસતું કન્ઝ્યુમર માર્કેટ છે.
જર્મની (Germany)
જર્મનીની અર્થવ્યવસ્થા મુખ્યત્વે નિર્યાત પર આધારિત છે. સાથે જ જર્મની એન્જીનીયરીંગ, ઓટોમોટિવ, કેમિકલ અને ફાર્મ ઈન્ડસ્ટ્રીઝમાં પોતાની વિશેષતા માટે પ્રસિદ્ધ છે. જર્મનીની ઈકોનોમી સ્કીલ્ડ કર્મીઓ, રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ અને ઇનોવેશનને આભારી છે.
જાપાન (Japan)
જાપાનની અર્થવ્યવસ્થા તેની એડવાન્સ્ડ ટેક્નોલોજી, સ્ટ્રોંગ મેન્યુફેક્ચરિંગ અને સર્વિસ ઇન્ડસ્ટ્રીઝના કારણે આગળ આવી છે. જાપાનની અર્થવ્યવસ્થાને આગળ ધપાવવામાં ઓટોમોટિવ, ઇલેક્ટ્રોનિક્સ, મશીનરી અને ફાઇનાન્સ સેક્ટરનો મહત્વનો ફાળો રહ્યો છે. જાપાન તેની મજબૂત કાર્યશૈલી, ઇનોવેટિવ ટેક્નોલોજી અને હાઈ ક્વોલિટી એક્સ્પોર્ટ્સ માટે પણ ઓળખાય છે.
ભારત (India)
ભારત 2024માં દુનિયાની સૌથી મોટી 5મી અર્થવ્યવસ્થા છે. ભારતની વૈવિધ્યતાપૂર્ણ અર્થવ્યવસ્થા ઝડપથી આગળ વધી રહી છે. જેનો શ્રેય ઇન્ફર્મેશન ટેક્નોલોજી, સર્વિસીઝ, કૃષિ અને મેન્યુફેક્ચરિંગને જાય છે. તેમજ ભારતને તેના મોટા ડોમેસ્ટિક માર્કેટ, યુવા ટેક ટીમ અને મિડલ ક્લાસના ગ્રોથથી પણ મોટો લાભ થયો છે.
યુનાઇટેડ કિંગડમ (UK)
યુનાઇટેડ કિંગડમની ઇકોનોમીમાં સર્વિસીઝ, મેન્યુફેક્ચરિંગ, ફાઇનાન્સ અને ક્રિએટિવ ઇન્ડસ્ટ્રીઝનું મિશ્રણ છે. ગ્લોબલ ફાઇનાન્શિયલ સેન્ટર લંડન ફોરેન ઇન્વેસ્ટમેન્ટસ આકર્ષે છે. તેમજ ટ્રેડ પાર્ટ્નરશિપ્સ અને ગ્લોબલાઇઝેશન પણ યુકેના ઈકોનોમી ગ્રોથમાં મહત્વનો ભાગ ભજવે છે.
ફ્રાન્સ (France)
ફ્રાન્સની ઈકોનોમી વિવિધતાથી ભરપૂર છે, ફ્રાન્સની અર્થવ્યવસ્થા એરોસ્પેસ, ટુરિઝમ, લક્ઝરી ગુડ્સ અને કૃષિ પર આધારિત છે. ફ્રાન્સ તેની મજબૂત સોશ્યલ વેલ્ફેર સિસ્ટમ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટમાં નોંધપાત્ર રોકાણ માટે પણ ઓળખાય છે.
ઇટલી (Italy)
ઇટલી એક વિકસિત અર્થવ્યવસ્થા હોવાની સાથે યુરોપિયન યુનિયનમાં ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે. ઇટલી તેના સ્ટ્રોંગ અને ઇનોવેટિવ બિઝનેસ સેક્ટર અને કૃષિ ઉદ્યોગ માટે પણ ઓળખાય છે.
બ્રાઝીલ (Brazil)
બ્રાઝિલની અર્થવ્યવસ્થામાં કૃષિ, માઇનિંગ, મેન્યુફેક્ચરિંગ અને સર્વિસીઝ સેક્ટરનો મોટો ફાળો રહ્યો છે. બ્રાઝીલ તેની ખેતી માટે દુનિયાભરમાં વખણાય છે, જેમાં પાક ઉગાડવાથી લઈને તેના વેચાણ અને એક્સપોર્ટનો સમાવેશ થાય છે. જણાવી દઈએ કે ઈકોનોમી એ બાબત પર નિર્ભર છે કે વસ્તુઓની કિંમત કેટલી છે, દેશના લોકો તેને કેટલી ખરીદે છે અને તે કેટલી સારી રીતે રસ્તાઓ અને ઇમારતો બનાવે છે.
કેનેડા (Canada)
કેનેડાની અર્થવ્યવસ્થા મુખ્યત્વે ઓઇલ, ગેસ, મિનરલ્સ અને લાકડા જેવા પ્રાકૃતિક સંસાધનો પર નિર્ભર છે. સાથે જ કેનેડા સારું સર્વિસીઝ સેક્ટર ધરાવે છે, જે વસ્તુઓને બદલે સારી સેવા પૂરી પાડે છે. તેમજ કેનેડા સારી રીતે વિકસિત મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રીઝ અને ટેક્નોલોજીને સુધારવા માટે પ્રતિબદ્ધતા પણ ધરાવે છે.
રેન્ક | દેશ | GDP (USD બિલિયન) | GDP PER CAPITA (USD થાઉસન્ડ) |
1 | યુનાઈટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા (U.S.A) | 28,783 | 85.37 |
2 | ચીન | 18,536 | 13.14 |
3 | જર્મની | 4,590 | 54.29 |
4 | જાપાન | 4,112 | 33.14 |
5 | ભારત | 3,942 | 2.73 |
6 | યુનાઈટેડ કિંગડમ (U.K.) | 3,502 | 51.07 |
7 | ફ્રાંસ | 3,132 | 47.36 |
8 | બ્રાઝીલ | 2,333 | 11.35 |
9 | ઇટલી | 2,332 | 39.58 |
10 | કેનેડા | 2,242 | 54.87 |