હરિયાણા અને જમ્મુ કાશ્મીરમાં ચૂંટણીમાં પ્રચાર માટે જશે ગુજરાત ભાજપનાં નેતાઓ

Spread the love

હરિયાણા અને જમ્મુ કાશ્મીરમાં ચૂંટણીઓ જાહેર થઇ ગઈ છે. હરિયાણામાં ભાજપ પોતાની સતા જાળવી રાખવા અને 370 કલમ બાદ યોજનાર ચૂંટણીમાં ભાજપ પગ પેસારો કરવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. ત્યારે પ્રત્યેક ચૂંટણી માફક ગુજરાતમાંથી પણ ભાજપના ટોચના કાર્યકરો ચૂંટણી પ્રચાર માટે ગુજરાતમાંથી પહોંચ્યા છે.

આવનાર હરિયાણા અને જમ્મુ કાશ્મીર ચૂંટણી પ્રચાર રણનીતિ અંગે ભાજપના પ્રવક્તા યમલ વ્યાસે જણાવ્યું હતું કે, “ભાજપ હંમેશા જ્યાં આગામી વિધાનસભા ચૂંટણીઓને હોય ત્યાં ચૂંટણી કામગીરી માટે સિનિયર નેતાઓ કામગીરી સોંપવામાં આવતી હોય છે.

જેના ભાગરૂપે ગુજરાત ભાજપના નેતાઓનો પ્રચાર માટે ગુજરાતમાંથી મહારાષ્ટ્ર અને જમ્મુ કાશ્મીરમાં અને હરિયાણાની વિધાનસભા ચૂંટણી પ્રચારની જવાબદારી સોંપાઈ છે.

જેમાં ચૂંટણી પ્રચાર માટે જોડ્યા છે. ત્યારે ગુજરાત ભાજપના મહિલા મોરચાની ટીમ જમ્મુ કાશ્મીર ચૂંટણી પ્રચાર માટે ગયા છે. મહિલા મોરચાના પ્રમુખ દીપિકા સરડવા અને તેમની ટીમ સાથે પદાધિકારીઓ જમ્મુ કાશ્મીર પહોંચ્યા છે. હરિયાણામાં પણ ચૂંટણી પ્રચાર અર્થે સંગઠન અને સરકારના પ્રતિનિધિઓ જશે. હરિયાણા વિવિધ બેઠકોમાં ચૂંટણી પ્રચારની કામગીરી અને સંગઠન જે જવાબદારી મુજબ કામગીરી કરશે.”

મહારાષ્ટ્ર ગુજરાતનું પાડોશી રાજ્ય છે. મહારાષ્ટ્રમાં પણ મોટી સંખ્યામાં ગુજરાતી સમાજ વસવાટ છે. આવનાર દિવસોમાં મહારાષ્ટ્ર વિધાનસભાની વિવિધ બેઠકોમાં ગુજરાત ભાજપના નેતાઓ જવાબદારી સોંપવામાં આવી છે. જેના ભાગરૂપે આરોગ્યમંત્રી મંત્રી ઋષિકેશ પટેલ, સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્મા, ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાને મહારાષ્ટ્રના વિવિધ બેઠકો જવાબદારી સોંપવામાં આવી છે. જેના ભાગરૂપે ચૂંટણી પૂર્વે જ ગુજરાત ભાજપના નેતાઓ મહારાષ્ટ્રના ચૂંટણી પ્રચારનો શરૂઆત કરી છે.

જેના ભાગરૂપે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે મહારાષ્ટ્રના અમરાવતીમાં કાર્યકરો સાથે વાર્તાલાપ કર્યો હતો.તો એવી જ રીતે સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્મા મુંબઈ ખાતે ચૂંટણી પ્રચાર માટે પહોંચ્યા હતા. ત્યાં કાર્યકરો સાથે મુંબઈના નકશા મારફત વિવિધ બેઠકોનો સમાવેશ ચિતાર મેળવીને કાર્યકરો સાથે સંવાદ યોજ્યો હતો. આમ જ્યાં ચૂંટણી છે તે રાજ્યોમાં અને આવનાર ચૂંટણી જે રાજ્યોમાં યોજવાની છે ત્યાં ગ્રાઉન્ડ મજબૂત કરવા ગુજરાત ભાજપના નેતાઓ કામે લાગી ગયા છે.

મહત્વનું છે કે, જે રાજ્યોમાં ચૂંટણી હોય ત્યાં ચૂંટણીલક્ષી જવાબદારી નિભાવતા હોય છે. લોકસભાની ચૂંટણીમાં પણ 80 બેઠકો ધરાવતા ઉત્તર પ્રદેશમાં ગુજરાત ચૂંટણી બાદ જ્યારે 41 બેઠકોનું મતદાન બાકી હતું ત્યારે ગુજરાતના ભારતીય જનતા પાર્ટીના સંગઠનના નેતા, ધારાસભ્યો, સંસદસભ્યો, યુવા મોરચા, અનુસૂચિત જાતિ મોરચા સહિતના મોરચાને ભારતીય જનતા પાર્ટીએ કામે લગાડ્યા હતા જેમાં ગુજરાત પ્રદેશ પક્ષમાંથી સિનિયર અને યુવાન નેતાઓને ઉત્તર પ્રદેશની 41 બેઠકો માટેના પ્રચાર પસાર જવાબદારી સોંપીને લોકસભામાં ચૂંટણી પ્રચાર માટે મોકલ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com