મમતા દીદી નબળાં, ગુજરાતમાં બળાત્કારી સામે 24 કલાકમાં ચાર્જસીટ અને 22 દિવસમાં સજા મળી છે : ભુપેન્દ્ર પટેલ

Spread the love

કલકત્તાની આરજીકર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં બનેલી બળાત્કાર અને હત્યાની ઘટના બાદ મમતા બેનર્જી સરકારનું ખુબ નાલેશી થઇ હતી. આ કેસમાં કડક કાર્યવાહી કરવાને બદલે સીએમ મમતા પોતે ધરણા અને રેલીઓ અને પદયાત્રા કરી રહ્યાં હતા. જો કે આખા દેશમાં મમતા સરકારની આબરૂ તારતાર થતા આખરે મમતા બેનર્જી બળાત્કારીને ફાંસીની સજા કરતુ બિલ વિધાનસભામાં લાવ્યા અને પાસ પણ કરાવ્યું.પણ હજી સુધી રાજ્યપાલે આ બિલ પર સહી કરી નથી.

આ દરમિયાન રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે આ બિલને લઈએ મમતા બેનર્જી પર પ્રહારો કર્યા અને કહ્યું કે મમતા દીદી, બોલીને નહીં, કામ કરીને બતાવો. સીએમ ભુપેન્દ્ર પટેલે સોશિયલ મીડિયામાં એક પોસ્ટ લખીને ગુજરાતમાં બળત્કારી અને છેડતી કરનારાઓને કઈ સજા થઇ તેની માહિતી પણ આપી અને કહ્યું કે ગુજરાત સરકારે આવા કેસોમાં કરેલી કાર્યવાહીને જુઓ અને તમે પણ કામ કરો.

સુરતના પાંડેસરા પોક્સો કેસ: 10 દિવસમાં ચાર્જશીટ દાખલ, બળાત્કારીને 22 દિવસમાં ફાંસીની સજા.

પુના પોલીસ સ્ટેશન કેસઃ બળાત્કારીને માત્ર 32 દિવસમાં ફાંસીની સજા માત્ર બળાત્કારના કેસમાં જ નહીં, 22 વર્ષની પુત્રીની હત્યાના કેસમાં પણ ગુજરાત પોલીસે 9 દિવસમાં ચાર્જશીટ દાખલ કરી અને 75 દિવસમાં ન્યાય મળ્યો, હત્યારાને ફાંસીની સજા ફટકારવામાં આવી.

ભાવનગર પોક્સો કેસ: 24 કલાકમાં ચાર્જશીટ; 22 દિવસમાં 52 કેસમાં ન્યાય મળ્યો.

પીછો કરવો અને સતામણીના કેસ: ગુનેગારોને 5 વર્ષની જેલ.

સીએમ ભુપેન્દ્ર પટેલે કહ્યું કે POCSO એક્ટ અને મહિલાઓની સુરક્ષા માટેના અન્ય કાયદા મજબૂત છે, પરંતુ તેમની અસરકારકતા સ્થાનિક પોલીસની ત્વરિત અને નિષ્પક્ષ કાર્યવાહી પર આધારિત છે. તપાસથી લઈને સજા સુધી સમયસર ન્યાય મળવો ખૂબ જરૂરી છે.

તેમણે કહ્યં જે મહિલાઓની સુરક્ષા એ મૂળભૂત માનવ અધિકાર છે, રાજકીય મુદ્દો નથી. આપણે ઝડપી કાર્યવાહી, પારદર્શિતા અને સામૂહિક જવાબદારી સાથે કામ કરવું જોઈએ. આપણે સુનિશ્ચિત કરીએ કે આપણી માતાઓ, પુત્રીઓ અને બહેનો કોઈપણ ભય વિના જીવી શકે. વધુ વિલંબ નહીં, કોઈ બહાનું નહીં – માત્ર તાત્કાલિક પગલાં અને જવાબદારી નિભાવવાની જરૂર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com