રાજ્યનાં નાણાં વિભાગે ખોટ કરતાં સાત પીએસયુને બંધ કરવા અથવા તેનાં પુનરુત્થાન કરવા કહ્યું , સાથે ખોટ કરી રહેલાં 30 એકમોની સદ્ધરતા અંગે ઝડપી નિર્ણય લેવા રાજ્ય સરકારને ભલામણ કરી છે. તાજેતરમાં રાજ્ય કેબિનેટની બેઠકમાં આ રજૂઆત કરવામાં આવી હતી.ભારતનાં કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ અને ગુજરાત વિધાનસભાની પબ્લિક એકાઉન્ટ્સ કમિટી જેવી એજન્સીઓએ પણ તાજેતરમાં રાજ્ય સરકારને આ જ ભલામણો કરી હતી, અને ભારપૂર્વક જણાવ્યું છે કે ખોટ કરતી પીએસયુ રાજ્ય પર બોજ વધારી રહી છે.
એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, “પીએસયુની સ્થિતિ અંગે રાજ્ય સરકારને વિગતવાર રજૂઆત કરવામાં આવી હતી. નાણાં વિભાગે ભલામણ કરી છે કે સરકાર ખોટ કરતી પીએસયુને પુનજીર્વિત કરવા અથવા બંધ કરવા માટે નક્કર કાર્યવાહી કરે અને ઝડપથી નિર્ણય લે,. રાજ્યમાં કુલ 99 પીએસયુ છે. જેમાંથી સૌથી વધુ પીએસયુ ધરાવતાં ટોચનાં પાંચ વિભાગોમાં ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ , ઉદ્યોગો અને ખાણો, સામાજિક ન્યાય અને સશક્તિકરણ , શહેરી વિકાસ અને શહેરી આવાસ , અને કૃષિ અને સહકાર વિભાગ છે. સરકાર સમક્ષ કરાયેલી રજૂઆત મુજબ, છેલ્લાં ત્રણ વર્ષમાં નફો કરતી પીએસયુની સંખ્યામાં વધારો થયો છે, ત્યારે ખોટ કરતી પીએસયુ પ્રમાણમાં સ્થિર રહી છે.
સત્તાવાર માહિતી અનુસાર, 58 પીએસયુ 2020-21 માં નફો કરતી હતી, જેની સંખ્યા 2021-22 માં વધીને 61 અને 2022-23માં 63 થઈ હતી. તેવી જ રીતે, 2020-21 માં ખોટ કરતી પીએસયુની સંખ્યા 31 હતી અને 2021-22 અને 2022-23 માં 30 પર સ્થિર રહી હતી. એસપીએસયુનું સંયુક્ત ટર્નઓવર 2020-21 માં 1.35 લાખ કરોડથી વધીને 2022-23 માં 1.94 લાખ કરોડ થયું છે.
ખોટ કરતી પીએસયુ પૈકી, 13 ઈન્ફ્રાસ્ટ્રક્ચર નિર્માણ માટે કરે છે, 3 સબસિડીવાળા દરે જાહેર સેવાઓ પ્રદાન કરે છે, 12 લિક્વિડેશન હેઠળ છે અથવા, નિષ્ક્રિય છે અથવા અન્ય કંપનીઓ સાથે મર્જ કરવામાં આવી છે, અને બે “અન્ય” શ્રેણી હેઠળ છે.ગુજરાત સરકારની ટોચની પાંચ નફો કરતી પીએસયુ છે ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન, ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ, ગુજરાત ગેસ લિમિટેડ, ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર કંપની લિ., અને ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ લિ છે