વડોદરામાં ભાજપનાં વધુ એક મહિલા નેતાની દાદાગીરી સામે આવી છે. મહિલા કાઉન્સિલરનાં પતિએ અધિકારીને લાફો માર્યો હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. અધિકારી પર હુમલો થતાં એન્જિનિયરો હડતાળ પર ઉતરી ગયા છે.મળતી માહિતી મુજબ, વડોદરામાં કોંગ્રેસ હોય કે ભાજપના નેતાઓ અવાર-નવાર વિવાદમાં આવતા હોય છે. શહેરમાં રોફ જમાવવો કે દાદાગીરી કરવી આમ બાબત બની ગઇ છે.
ત્યારે વડોદરાના વોર્ડ 5નાં ભાજપ કાઉન્સિલર પ્રફુલ્લાબેન જેઠવાની દાદાગીરી સામે આવી છે. કાઉન્સિલરના પતિ રાજુ જેઠવાએ અધિકારીને લાફો ઝીંક્યો હોવાનો વીડિયો સામે આવ્યો છે. પાણી પુરવઠા વિભાગનાં એન્જિનિયર સાગર મિસ્ત્રીને લાફો માર્યો હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલે વિવાદ થતાં મામલો કારેલીબાગ પોલીસ મથકે પહોંચ્યો હતો. અધિકારી પર હુમલો થતાં એન્જિનિયરો હડતાળ પર ઉતરી ગયા છે.
વીડિયોમાં જોઇ શકાય છે કે, વોર્ડ 5 નાં ભાજપ કાઉન્સિલર પ્રફુલ્લાબેન જેઠવાના પતિ રાજુ જેઠવાએ અધિકારીને લાફો ઝીંક્યો હોવાનું સ્પષ્ટ પણે વીડિયોમાં દેખાઇ રહ્યું છે. ઉગ્ર બોલાચાલી બાદ માથાકૂટ થતા પાણી પુરવઠા વિભાગનાં એન્જિનિયર સાગર મિસ્ત્રીને લાફો માર્યો હતો. આ વિવાદ બાદ મામલો કારેલીબાગ પોલીસ મથકે પહોંચ્યો હતો. પાણી પુરવઠા વિભાગના એન્જિનિય પર હુમલો થતા હડતાળ પર ઉતરી ગયા છે. જ્યા સુધી માફી નહીં માગે ત્યા સુધી કામથી અગળા રહીને હડતાળ પર રહેવાની ચિમકી ઉચ્ચારી છે.
