રિપોર્ટર : પ્રફુલ પરીખ
ડાબે સૌમ્ય જોશી , GCCI FEME ચેરમેન આશિત શાહ , IGFF ચેરપર્સન ઉમેશ શુક્લા
ગુજરાતી ફિલ્મોના ફેસ્ટીવલો ખુબજ ઓછા થાય છે : અભિષેક
ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝ માં આપણું બ્રાન્ડિંગ લોકલ છે ગ્લોબલ નથી : જય વસાવડા
જીસીસીઆઈ એ ફિલ્મ સાથે સંકળાયેલ લોકો સાથે દર રવિવારે નજીવા ખર્ચે અથવા મેમ્બર ફી સાથે એક ગુજરાતી ફિલ્મ બતાવવાનો પ્લાન કરવો જોઇએ : ગોપી દેસાઈ
અમદાવાદ
ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ ઇન્ડસ્ટ્રીઝના ફિલ્મ એન્ટરટેઈનમેન્ટ મીડિયા ઍન્ડ ઇવેન્ટ કમિટીના FEME ચેરમેન આશિત શાહ અને ઇન્ટરનેશનલ ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલ નેજા હેઠળ ‘ રોડ અહેડ ‘ ગુજરાતી સિનેમા પેનલ ડિસ્કશનના કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઉમેશ શુક્લા (ડાયરેકટર, રાઈટર ) , ગોપી દેસાઈ ( એક્ટર ,ડાયરેકટર , રાઇટર , પોડકાસ્ટર) , જય વસાવડા ( લેખક , ઓર્ટર કોલમનીસ્ટ) , અભિષેક જૈન ( ડાયરેકટર, રાઇટર) , આરતી પટેલ ( એક્ટર, પ્રોડયુસર) , કૌશલ આચાર્ય ( ઇન્ટરનેશનલ ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલ IGFF) અને સૌમ્ય જોશીએ ભાગ લીધો હતો.
અભિષેક જૈન એ જણાવ્યું હતું કે જીસીસીઆઈ જેવી સંસ્થા આવા પ્રોગ્રામ થકી એક ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝ નો ભાગ છે વિશ્વમાં દરેક જગ્યાએ હવે ગુજરાતી ફિલ્મો પહોંચી ગઈ છે .ગુજરાતી ફિલ્મોના ફેસ્ટીવલો ખુબજ ઓછા થાય છે.પરંતુ ઇન્ટરનેશનલ ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલ વિદેશમાં ખુબજ પ્રચલિત છે .ગુજરાતી ફિલ્મો માં આવવા માટે લોકો પાસે નેટવર્ક નથી.એટલે જીસીસીઆઈ મોટું પ્લેટફોર્મ છે.એટલે રસપ્રદ ધરાવતા વિદ્યાર્થીઓએ ઇન્સ્ટિટ્યૂટ અને કોલેજોમાં જ્યાં શોર્ટ ફિલ્મો બને છે ત્યાંના લોકોમાં સંપર્કમાં આવવું જોઇએ.ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝ ના બિઝનેસ વિશે લોકો સુધી જાણકારી પહોંચે તેના માટે મેગેઝિન કે ઇ ફોર્મ હોવું જોઇએ જેનાથી જાણકારી મળે અને પાર્ટીસીપેટ કરી શકે. ઓટીટી પ્લેટફોર્મ ખુબજ જરૂરી છે.
જય વસાવડાએ કહ્યું કે આપણે આપણા ગુજરાતી ફિલ્મ કન્ટન્ટને સારી રીતે બિરદાવી શક્તા નથી એટલે આપણું બ્રાન્ડિંગ થતું નથી.ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝ માં આપણું બ્રાન્ડિંગ લોકલ છે ગ્લોબલ નથી. છેલ્લો દિવસ ફિલ્મ પાયરસી જોઈને લોકોએ કહ્યું કે થિએટર માં જોવા જેવી છે ત્યાર બાદ થિએટર માં આવી પછી દર્શકો માટે બ્લાસ્ટ ઓફ એન્ટરટેઈનમેન્ટ બની.રોડ અહેડ માટે અભિષેક જૈન નું કામ સૌથી મોટું છે જેને હું એપ્રિસીએટ કરું છું.ફિલ્મ પેહલા સોશિયલ મીડિયામાં લાઈક્સ આવી એટલે ફિલ્મનું પ્રમોશન સરસ થઈ ગયું એ તો કોણીએ ગોળ લગાડ્યો કેવાય એવો કટાક્ષ કર્યો પરંતુ ફિલ્મ આવ્યા બાદ સોશિયલ મીડિયામાં સારી લાઈક્સ આવે એ જરૂરી છે. એશિયાટિક લાયન ગીર , ગુણવંત આચાર્યની દરિયાઈ સાહસ કથાઓ , ચંદ્રકાંત બક્ષી ની એક પણ વાર્તાઓ ઉપર હજી સુધી એક પણ ગુજરાતી ફિલ્મ બની નથી. ફિલ્મ ડાયરેક્ટર ગુજરાતી ફિલ્મ બનાવવા માટે સાહિત્ય વાચતા નથી તેનો મોટો અભાવ છે. રામાયણ શરૂ થાય ત્યારે રામ પ્રિન્સ ઓફ અયોધ્યા અને પૂરું થયું ત્યારે ભગવાન રામ થઈ જાય છે એટલે આશ્થા નું કેન્દ્ર બની જાય છે.ડિઝનીએ ધ સોલ ( THE SOUL ) એનિમેશન ફિલ્મ બનાવી જે ભાગવત ગીતા પર આત્મા પરમાત્માની કથા છે.
મનમોહન દેસાઈ એ એક ઇન્ટરવ્યુ માં કહ્યું હતું કે સિનેમા એ એક જ એવું માધ્યમ છે કે ‘ પહેલા પૈસા આપી દો છો પણ તમને મજા આવે કે ના આવે પૈસા પાછા નથી આવતા ‘ એટલે સિનેમામાં પૈસા પહેલા ચૂકવો છો પ્રોડક્ટ પછી ખરીદો છો.એટલે દર્શકને ગેરંટી આપવી પડે છે કે તમારા પૈસા વસૂલ થશે.
સિનેમાની ઇમ્પેક્ટ મજબૂત છે ઓડિયો વીઝયુલ કન્ટેન્ટ ક્રિએટ કરી દુનિયા સામે પહોંચવાનું છે. નરેન્દ્રભાઇ મોદીને ખબર હતી કે ઓડિયો વીઝયુલ કન્ટેન્ટ કેવો હોવો જોઇએ , કેવી રીતે રજુ થવો જોઇએ, લોકો સમક્ષ કયા સમયે આવવો જોઇએ એટલે મોદી પીએમ બન્યા.
રોડ અહેડ માટે સારી સ્ટોરીસ હોવી જરૂરી છે.ગુજરાતી સિનેમા એ માત્ર સિનેમા નથી તે પેકેજીસ ઓફ મલ્ટીપલ , ટુરિઝમ, લોકેશન, મ્યુઝિક , કલ્ચર, કેરેક્ટર્સ, અને એજ્યુકેશન છે.
ગોપી દેસાઈ એ જણાવ્યું હતું કે ૨૦૧૬ માં ગુજરાત સરકારે ફિલ્મોને પ્રમોટ કરવા સબસિડી આપી.પછી ૫૦ થી ૬૦ ફિલ્મો બની જેમાં બે કે ત્રણ ફિલ્મ હિટ બની અને બાકી ફિલ્મોમાં કરોડો રૃપિયાનું નુકસાન સહન કરવું પડ્યું. એટલે આ ૫૦ થી ૬૦વચ્ચેની ફિલ્મોનું નાટક અને ટેલિવિઝન વચ્ચેનું એક ઇગમ કૃત્યમ ફોર્મ ઉભુ કરી રહ્યા છીએ જેમાં સિનેમા ક્યાંય નથી એટલે ગુજરાતીએ એ પણ સ્વીકારવું પડશે કે આ રોડ અહેડ માટે ખૂબ જ કનેક્ટિવિટી પ્રશ્ન છે. જીસીસીઆઈ એ ફિલ્મ સાથે સંકળાયેલ લોકો સાથે દર રવિવારે નજીવા ખર્ચે અથવા મેમ્બર ફી સાથે એક ગુજરાતી ફિલ્મ બતાવવાનો પ્લાન કરવો જોઇએ.જેથી રુચિ વધે. આપણે સિનેમાને પેશન અને ડેડિકેશન સાથે ગંભીરતાથી લેવી જોઈએ નહિ તો આ રોડ અહેડ એ એક મોટો ઊંડો ખાડો છે.
ઇન્ટરનેશનલ ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલ IGFF ના ચેરપર્સન ઉમેશ શુક્લાએ જણાવ્યું કે ગુજરાતી સિનેમાને આગળ લાવવા ગુજરાતમાં ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટ શરૂ કરવાની જરૂર છે.યુવાને આગળ લાવવા કન્ટેન્ટ માં ચેન્જ લાવવાની જરૂર છે.ગુજરાતી ભાષામાં પણ વેબ સિરીઝ કે વેબ ફિલ્મ કેમ ન બની શકે જેથી ઇન્ટર નેશનલ લેવલ પર લોકો જોઈ શકે .ફિલ્મ મેકર્સ ને કહ્યું કે સાહિત્ય વાંચો અને ઉજાગર કરો ફિલ્મ ફેસ્ટિવલને ઓસ્ટ્રેલિયા ,કેનેડા , દુબઈ સુધી લઈ જઇશું.ફિલ્મ ફેસ્ટિવલમાં ફિલ્મ
મેકર્સ એ પોતાની ફિલ્મ સબમિટ કરવી જોઇએ.જેથી અમે એ ફિલ્મને ઇન્ટર નેશનલ લેવલ સુધી લઈ જઈ શકીએ.ફિલ્મ સારી છે કે ખરાબ એની ચિંતા ના કરો .
સૌમ્ય જોશીએ જણાવ્યું હતું કે ગુજરાતી સિનેમામાં એક ડિફરન્ટ કન્ટેન્ટ અને ટેકનીકલ ઈફેક્ટ બીજા રાજ્યોની ભાસાઓની ફિલ્મો કરતા આપવું જોઈએ . લેખકોની પાયાની મથામણ એ કે આપણે પોતાનો માણસ શોધી કાઢવો એ સૌથી મહત્વ નું છે. વેલ્કમ જિંદગી નાટક એ ૧૦ વર્ષ માં સાડા ચાર લાખ લોકોએ જોયું તો ફિલ્મ સારી બને તો ૨૦ લાખ લોકો પણ જોઈ શકે.દર્શકોને એમની ફિલ્મ મળશે તો એ જરૂર થી જોશે.