ગુજરાતને હવે ખૂબ ફેમસ થયેલા ‘રોણા શેરમાં’, ‘ચાર ચાર બંગડીવાળી’ જેવા ગીતો ક્યારેક નહીં મળે. નાનાથી માંડીને મોટા એમ બધાની લોકજીભે ચઢેલા ખ્યાતનામ ગીતો લખનારા મ્યુઝિક કમ્પોઝર મયૂર નાડીયાનું નાની વયે અવસાન થતાં સમગ્ર કલા જગતમાં ઘેરા શોકની લાગણી વ્યાપી ગઈ હતી. આટલી નાની ઉંમરમાં ગુજરાતે એક અમૂલ્ય રતન ગુમાવ્યું છે. મયૂર નાડીયાના લખેલા ઘણા ગીતોએ ગુજરાત સહિત દેશભરમાં ધૂમ મચાવી હતી જેમાં હાથમાં છે વ્હિસ્કી, માં મારી આબરૂ નો સવાલ,ચાર ચાર બંગડી, રોણા શેરમાં, મા તારા આશીર્વાદ, એવા અઢળક ગીતોના મ્યુઝિક ડિરેક્ટર હતા. મયૂર નાડીયાના અવસાનનું કારણ તો જણાવાયું નથી પરંતુ હાર્ટ એટેકથી તેમનું અવસાન થયું હોવાનું ચર્ચાઈ રહ્યું છે જોકે સાચું કારણ ગમે ત્યારે બહાર આવી શકે છે. મયૂરના આકસ્મિક અવસાનથી પરિવાર સહિત ગુજરાતી સંગીત પરિવારમાં ઘેરા શોકની લાગણી વ્યાપી ગઈ હતી, પરિવારની હાલત રડી રડીને પાગલ જેવી થઈ છે. દિવંગત મયૂર ઈન્સ્ટાગ્રામ પર ખૂબ સક્રિય રહેતાં હતા. ઈન્સ્ટાગ્રામ પર નજર નાખતાં ગીતા રબારી, કિંજલ દવે સહિતના ખ્યાતનામ કલાકારો સાથે તેમની તસવીરો જોવા મળી રહી છે. તસવીરો જોઈને કદાચ મનમાં પહેલો સવાલ એ આવે કે ‘કુદરત તારે ખજાને એવી તે શું ખોટ પડી કે તે આમ અચાનક એક મધ્યાહને તપી રહેલા સિતારાને આથમાવી દીધો.