સો વર્ષ પહેલા પ્રથમ વિશ્વયુદ્ધના સમયગાળા બાદ આશરે કરોડ લોકો માર્યા ગયા હતા. તે યુદ્ધના કારણે દુનિયા હજી તેમાથી બહાર ન્હોતી આવી અને અચાનક એક ભયંકર સંકટે ઘેરી લીધા અને તે ફ્લૂનો પ્રકોપ હતો. ‘સ્પેનિશ ફ્લૂ’ નામથી જાણીતી આ મહામારી પશ્ચિમી મોર્ચા પર સ્થિત નાના અને ભીડ વાલ સૈન્ય પ્રશિક્ષણ શિબિરોમાં શરૂ થઇ. આ શિબિરો અને ખાસ કરીને ફ્રાન્સની સીમાની નજીકની ખડકોમાં ગંદકીના કારણે આ બીમારી ઝડપથી ફેલાઇ ગઇ હતી.
યુદ્ધ તો નવેમ્બર 1918 માં સમાપ્ત થઈ ગયું હતું, પરંતુ ઘર પરત ફરનારા સંક્રમિત સૈનિકોની સાથે આ વાયરસ પણ અન્ય ક્ષેત્રોમાં ફેલાતો ગયો. આ બીમારીના કારણથી ઘણા લોકો માર્યા ગયા માનવામાં આવે છે કે સ્પેનિસ ફ્લૂથી પાંચથી દસ કરોડની વચ્ચે લોકો માર્યા ગયા હતા.
દુનિયામાં તે બાદ પણ ઘણા સંકટ આવ્યા પરંતુ આવી ઘાતક અને વ્યાપક કોઇ અન્ય બીમારી ન હતી. જ્યારે હાલ દુનિયામાં COVID-19 નો પ્રકોપ ચર્ચામાં છે. તો અમે નજર કરી 100 વર્ષ પહેલા ફેલાયેલા સ્પેનિશ ફ્લૂના કારણે થયેલી સ્થિતિ પર જેથી તમે જાણી શકો કે તે મહામારીશુ અમે શુ સબક શખ્યા હતા. COVID-19 થી મરનારા ઘણા લોકો એક પ્રકારના ન્યુમોનિયાનો શિકાર થયા છે જે વાયરસથી લડવામાં કમજોર થયેલા શરીરની રોગ પ્રતિકારક શક્તિ પર હાવી થઇ જાય છે.
COVID-19 અને સ્પેનિશ ફ્લૂની વચ્ચે એક સમાનતા છે જોકે, સ્પેનિશ ફ્લૂની તુલનામાં COVID-19થી સંક્રમિત લોકોની મૃત્યુદર ખૂબ ઓછી છે. હાલ સુધી આ બીમારીથી મરનારા લોકોમાં ખાસ કરીને વૃદ્ધ લોકો છે કે પછી એવા લોકો જેમની રોગ પ્રતિકારક શક્તિ કમજોર હતી. આવા લોકો સંક્રમણ પણ સહેલાઇથી થયું અને ન્યુમોનિયા થઇ ગયો જેની સીધી અસર તેમના ફેફસાની ક્ષમતા પર પડી.
જ્યારે સ્પેનિશ ફ્લૂ ફેલાયો હતો ત્યારે દુનિયામાં હવાઇ યાત્રાની શરૂઆત થઇ હતી. આ મોટું કારણ બન્યુ હતું કે તે સમયે દુનિયાના બીજા દેશ બીમારીના પ્રકોપથી અલગ રહ્યા તે સમયે બીમારી રેલ અને બોટમાં યાત્રા કરનારા યાત્રીઓ દ્વારા ફેલાઇ જેથી તેનો પ્રસાર પણ ધીમી ગતિએ થયો ઘણી જગ્યાઓ પર સ્પેનિશ ફ્લૂને પહોંચવામાં અનેક મહિના અને વર્ષો લાગી ગયા જ્યારે કેટલીક જગ્યાઓ પર આ બીમારી લગભગ પહોંચી નથી. ઉદાહરણ તરીકે અલાસ્કા.. જેનું કાણ હતું કે ત્યાંના લોકોએ બીમારીને દૂર રાખવા માટે કેટલાક ઉપાય અજમાવ્યા હતા.
અલાસ્કાના બ્રિસ્ટલ બે વિસ્તારમાં આ બીમારી ન્હોતી ફેલાઇ, ત્યાંના લોકોએ સ્કુલ બંધ કરી દીધી. સાર્વજનિક જગ્યાઓ પર ભીડ એકઠી થવા પર રોક લગાવી દીધી અને મખ્ય રસ્તાથી ગામ સુધી પહોંચવાના રસ્તા બંધ કરી દીધા. હવે કોરોના વાયરસને રોકવા માટે તેજ રીતે પરંતુ આધુનિક રીતે ચીન અને ઇટલી જવા અપનાવવામાં આવી રહ્યા છે. જ્યાં લોકોની અવર જવર અને તેમની ભીડ વાળી જગ્યા પર જવાની નિયંત્રિત કરવામાં આવી રહ્યું છે.
ડોક્ટર સ્પેનિશ ફ્લૂને ઇતિહાસનો સૌથી મોટો જનસંહાર ગણાવે છે. વાત માત્ર એવી નથી કે આટલી મોટી સંખ્યામાં લોકો તેને માર્યા ગયા પરંતુ તેમા સંપડાયેલા ઘણા લોકો પૂર્ણ રીતે સ્વસ્થ હતા, સામાન્યલ રીતે સ્વસ્થ લોકોની રોગ પ્રતિકારક શક્તિ ફ્લૂથી દૂર રહેવામાં સફલ રહી છે. પરંતુ ફ્લૂનું આ સ્વરૂપ આટલું જલદી હુમલો કરતુ હતુ કે શરીરની રોગપ્રતિકારક શક્તિ નબળી પડી જાય તેનાથી સાયટોકિન સ્ટોર્મ નામની પ્રતિક્રિયા થાય છે અને ફેફસામાં પાણી ભરાઇ જાય છે. જેનાથી આ બીમરી અન્ય લોકોમાં પણ ફેલાય છે. તે સમયે વૃદ્ધ લોકો તેનો શિકાર ઓછો થયા હતા કારણકે સંભવત તે 1830માં ફેલાયેલા આ ફ્લૂને એકબીજા સ્વરૂપથી પરેશાન થઇ ચુક્યા હતા. ફ્લૂના કારણથી વિશ્વના ઘણા વિક્સિત દેશમાં સાર્વજનિક સ્વાસ્થ્ય પ્રણાલીમાં ખૂબ વિકાસ થયો કારણકે સરકારો અને વૈજ્ઞાનિકોને અનુભવ થયો કે આ બીમારીઓ ખૂબ ઝડપથી ફેલાશે.
કોરોના વાયરસથી વધારે ખતરો વૃદ્ધ અને પહેલાથી બીમાર લોકોને છે. જોકે આ બીમારીમાંથઈ મૃત્યુ દર ઓછો છે પરંતુ 80છી વધારે ઉંમરના લોકોમાં તે સૌથી વધારે છે. સ્પેનિશ ફ્લૂ વિશ્વમાં ત્યારે ફેલાયો જ્યારે તે પ્રથમ યુધ્ધમાંથી બહાર આની રહ્યો હતો અને તે સમય સંસાધન સૈન્ય કામમાં લગાવી દીધા હતા અને સાર્વજનિક સ્વાસ્થ્ય પ્રણાલીની પરિકલ્પના વધારે વિક્સિત ન હતી ઘણી જગ્યાઓ પર માત્ર મધ્ય અને ઉચ્ચ અને વર્ગના લોકો જ ડોક્ટરથી ઇલાજ કરવાની ક્ષમતા રાખતા હતા. સ્પેનિશ ફ્લૂથી મરનારાઓમાં ખાસ કરીને લોકો શહેરના ગરીબ વિસ્તારોમાં રહેતા હતા. જ્યાં સ્વચ્છતા અને પોષક આહારની ઉણપ હતી.