જગવિખ્યાત મોઢેરાને સોલર વિલેજ બનાવવામાં આવશે. પીએમ મોદીના ડ્રીમ પ્રોજેકટ અંતર્ગત કામગીરી હાથ ધરવામાં આવશે. મોઢેરા પાસે આવેલા સુજાણપુરામાં સોલર પ્લાન્ટ માટે 11 હેકટર જમીનની ફાળવણી કરવામાં આવી છે. સોલાર વિલેજના કારણે મોઢેરામાં 65 કરોડના ખર્ચે ગામના પ્રત્યેક ઘર અને સ્ટ્રીટલાઈટ સૌર ઊર્જાથી ઝળહળશે. ત્યારે મોઢેરા ગામમાં સર્વેની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે.