અમદાવાદ
છેલ્લા કેટલાક મહિનાઓથી આપણે ઘણા નાના બાળકો, પુખ્ત વયના લોકો અને વૃદ્ધોને અચાનક કાર્ડિયાક અરેસ્ટથી પીડાતા અને અકાળે પોતાનો જીવ ગુમાવતા જોયા છે. આ અકાળે અને અચાનક કાર્ડિયાક અરેસ્ટ પાછળનું કારણ છે પાણીનું ઓછું સેવન,મીઠું અસંતુલન મુખ્યત્વે પોટેશિયમ અને મેગ્નેશિયમ,બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, હૃદયની સમસ્યાઓ અને કિડનીની સમસ્યાઓ જેવી બિમારીની સ્થિતિ,નિદાન ન થયેલ તબીબી સ્થિતિ,આનુવંશિક સમસ્યાઓ, હૃદય ના સ્નાયુ ની નબળાઈ.
ગરબા એ એક સાંસ્કૃતિક તહેવાર છે અને તમામ ગુજરાતીઓના હૃદયની નજીક છે. 8 દિવસ સુધી દરેક વયની વ્યક્તિ પોતાના કાર્યો માં અંબાને સમર્પિત કરશે. માં અંબાના ગરબામાં દિલ થી નાચશે. ગરબા માં લોકો નો જોમ અને સમર્પણ એવું હોય છે કે ગરબા દરમિયાન શરીરનો અત્યાધિક વ્યાયામ થાય છે. આના કારણે ખેલયાઓ માં પાણી, ક્ષાર અને ખનિજોની અછત થઈ સકે છે. બ્લડ પ્રેશર, પલ્સ અને સુગર પણ વધઘટ થઈ સકે છે. તેની સાથે લોકો ઘણા બધા જંક ફૂડ પણ ખાતા હોય છે. ઊંઘની કમી રહેતી હોય છે. તેમજ રોજબરોજ સતત ઓફિસનું કામ ચાલુ રાખતા હોય છે. આ બધું ગરબા ખેલૈયાને હ્રદયરોગ અને અચાનક કાર્ડિયાક અરેસ્ટના જોખમમાં મૂકી શકે છે.તેથી અમે અમદાવાદ મેડિકલ એસોસિએશન દ્વારા મેડિકલ ફેટરનિટીએ આ માર્ગદર્શિકા જાહેર કરી છે
ગરબા આયોજકો માટે
1. નજીકની હોસ્પિટલ સાથે ઔપચારિક જોડાણ કરો. કોઈ ઘટના બને તો તાત્કાલિક હોસ્પિટલને જાણ કરવી
2. જો શક્ય હોય તો ગરબા સ્થળ પર પ્રાથમિક સુવિધા સાથે ફરજ પરના ડૉક્ટરને રાખો
3. વિશાળ ભીડ ટાળો. મર્યાદિત જગ્યા ધરાવતી ભીડ આવી ઘટનાઓનું કારણ છે
4. તમારા સપોર્ટ સ્ટાફ, સુરક્ષા લોકોને CPR ટેકનિક ની તાલીમ આપો.
5. ગરબાના સ્થળે વધુ જગ્યાએ પાણીની વ્યવસ્થા રાખો.
6. ઘટનાના કિસ્સામાં એમ્બ્યુલન્સના પ્રવેશ અને બહાર નીકળવા માટે સમર્પિત માર્ગ અને સંકેત રાખો
ખેલૈયા માટે
1. જો તમને બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, હૃદયની સમસ્યાઓ વગેરે જેવા રોગો હોય તો લાંબા સમય સુધી ગરબા ટાળવા જોઈએ . તમારી નિયમિત દવાઓ લેવાનું ચૂકશો નહીં. એકવાર તમારા ડૉક્ટરની મુલાકાત લો અને ગરબા માટે તેમની મંજુરી મેળવો.
2. જે વ્યક્તિઓ નિયમિત વ્યાયામ નથી કરતા અને 40 વર્ષથી વધુ ઉંમરના હોય છે બ્લડ પ્રેશર અને અથવા ડાયાબિટીસ અને અથવા ધૂમ્રપાન અને અથવા હૃદયની સમસ્યાઓનો કૌટુંબિક ઇતિહાસ હોય તેઓએ ગરબા કરતા પહેલા હ્રદય ની તપાસ કરાવી જોઈએ. ટ્રેડ મિલ ટેસ્ટ એના માટે બહુજ સારી તપાસ છે.