બિહારના ચુંટણી જંગમાં સીએમ નીતીશકુમાર લાલુ પરિવાર પર જે રીતે ફાયરબ્રાન્ડ હુમલાઓ કરી રહયા છે તેનાથી વધારે ગજબની મૌક પરસ્તી દેખાઇ રહી છે. થોડા મહિના પહેલા જ સરકારમાં તેમના સાથીદાર રહેલ રાજદના લોકો હવે તેમને ફાલતુ લાગી રહયા છે. આના કારણે લાલુ પરિવાર અને તેના સમર્થકોમાં ગુસ્સો આવવો સ્વાભાવિક છે. નીતીશની મુશ્કેલી આટલેથી જ નથી અટકતી , તેમના પર અન્ય ખતરાઓ પણ ઘણાં છે.એક તો વિશ્વસનીયતાનું સંકટ, બીજુ કયાં શું બોલશે તે તેમના પોતાના પણ નથી સમજી શકતા.
વડાપ્રધાનની ચુંટણી રેલીઓ દુર રહેવા કદાચ ભાજપાએ એટલે જ નીતીશને કહી દીધુ છે. ભાજપાના રણનીતિકારો માની રહયા છે કે નીતીશના સાથે રહેવાથી ભાજપાને ફાયદો ઓછો અને નુકસાની વધારે થવાની શકયતા છે. વડાપ્રધાન મોદીના પોતાના જનાધારથી થનાર લાભને પણ અવળી અસર થઇ શકે છે. ભાજપાની મુશ્કેલીઓ લાલુ યાદવથી ઓછી અને નીતીશના કારણે વધારે વધવાની શકયતાઓ છે.
જદયુને ૧૬ બેઠકો આપીને હવે ભાજપા નેતૃત્વ પણ વિચારમાં પડી ગયુ છે. આ બેઠકો લાલુ માટે સોફટ ટાર્ગેટવાળી છે. લાલુપ્રસાદે ઇન્ડીયા ગઠબંધનની કમાન પોતાની મુઠ્ઠીમાં લઇને બેઠક વહેંચણી અને ઉમેદવાર પસંદગી જે ફોર્મ્યુલા ઘડી છે તેનાથી જદયુની લગભગ ૧૦ બેઠકો મુશ્કેલીમાં ઘેરાયેલી જણાય છે. જુના ઉમેદવારોને ઉભા રાખીને જદયુ જાતે જ મુશ્કેલીમાં ફસાઇ છે.