વડાપ્રધાન નરેન્દ્ર મોદી હિંમતનગરમાં પ્રચાર સભાને સંબોધ્યા બાદ બાયરોડ ગાંધીનગર પહોંચ્યા હતા. બુધવારે સાંજે સવા આઠેક કલાકે કોબા સ્થિત પ્રદેશ કાર્યલાય- શ્રી કમલમે આવેલા મોદીએ અહીં ભાજપની ચૂંટણી પ્રબંધન સહિત સમિતિઓના કાર્યકરો, આગેવાનો સાથે 15- 20 મિનિટ મુલાકાત કરી હતી.
કાર્યલાયના ચોકના બાંકડે બેસી મોદીએ ગુજરાત તો જીતી લીધુ છે હવે બુથ જીતવાના છે એમ કહી દિવ્યાંગો અને 85થી વધુના મતદારોના ઘરે બેઠા થતુ મતદાન કેટલુ છે ? તેની પૃચ્છા કરી હતી. તેમણે વોટિંગના દિવસે સૌ સવારથી જ સાથે મળીને મતદાન મથકે જાય, ઉત્સવ ઉજવે તેવી વ્યવસ્થા કરવા પણ સુચન કર્યુ હતુ. મોદીના રાજભવન ગયા બાદ શ્રી કમલમે પ્રદેશ અધ્યક્ષ પાટિલ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહમંત્રી હર્ષ સંઘવીએ મોદીના સૂચનો સંદર્ભે પોણો કલાક બેઠક યોજી હતી.