ગુજરાતમાં ભાજપના પ્રચારની કમાન ખુદ પીએમ મોદીએ સંભાળી છે. ગુજરાતમાં આજે આણંદ, સુરેન્દ્રનગર અને જૂનાગઢમાં જાહેરસભાને સંબોધ્યા બાદ ચોથી સભા જામનગરમાં સંબોધી રહ્યા છે. પ્રધાનમંત્રીને સાંભળવા માટે જામનગર શહેર-જિલ્લા ઉપરાંત દેવભૂમિ દ્વારકા અને પોરબંદરથી મોટી સંખ્યામાં લોકો અને ભાજપના કાર્યકર્તાઓ જામનગર પહોંચ્યા છે. જામનગરમાં સભાને સંબોધતાં પહેલાં પીએમ મોદીએ જામનગરના જામસાહેબ શત્રુશલ્યસિંહજી જાડેજા સાથે મુલાકાત કરી હતી. બાપુએ પીએમને પાઘડી પહેરાવી આવકાર્યા હતા.
ગુજરાત પ્રવાસના બીજા દિવસે પીએમ મોદીએ આજે આણંદ અને ખેડા લોકસભા બેઠક માટે વિદ્યાનગર સ્થિત શાસ્ત્રી મેદાનમાં જાહેરસભાને સંબો હતી. આ તકે મોદીએ વિપક્ષ પર આકરા પ્રહારો કર્યા હતા. નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે INDI ગઠબંધનની રણનીતિની પોલ તેના જ એક નેતાએ ખોલી નાખી છે, INDI ગઠબંધન કહે છે મુસ્લિમો વોટ જેહાદ કરો, હવે તમે સમજો વિપક્ષનો ઈરાદો કેટલો ખતરનાક છે’.