ઉત્તર પ્રદેશના પનવાડી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં મુસ્લિમ યુવતીએ પોતાના શહેરના હિન્દુ યુવક સાથે પ્રેમ કર્યો. બંનેએ પોતાના સંબંધને એક નામ આપવાનો નિર્ણય લીધો. યુવતીએ પોતાના પ્રેમ માટે બધું જ છોડી દીધું અને સ્વેચ્છાએ સનાતન ધર્મ અપનાવી લીધો. એટલું જ નહીં યુવતીએ પોતાનું નામ આરજૂમાંથી બદલીને આરતી જાયસવાલ રાખી લીધું છે.
ગૈરૈયા માતા મંદિરમાં યુવતીએ પ્રેમી દિનેશ સાથે સાત ફેરા લીધા. સાત ફેરા લીધા બાદ યુવતીના મોઢેથી ત્રણ શબ્દો નીકળ્યા જેની કોઈએ કલ્પના પણ નહોતી કરી.
મહોબામાં પનવાડી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં મુસ્લિમ યુવતી દ્વારા હિન્દુ યુવક સાથે લગ્ન કરવાનો કિસ્સો સામે આવ્યો છે. આરજૂ રાઈને સનાતન ધર્મ અપનાવ્યો અને લગ્ન બાદ પોતાનું નામ બદલાવીને આરતી જાયસવાલ રાખી લીધું. આરજૂ રાઈને દેવી મંદિરમાં વૈદિક મંત્રોની વચ્ચે લગ્ન કર્યા અને જય શ્રી રામના નારા પણલ ગાવ્યા હતા. પોતાની ઈચ્છાથી હિન્દુ ધર્મમાં વાપસી કરીને ખૂબ જ ખુશ દેખાઈ રહી છે.
આરજૂએ જણાવ્યું કે, તે હિન્દુ ધર્મથી ખૂબ જ ખુશ છે અને સનાતન ધર્મમાં વાપસી કરવા માગે છે. આ ઉદેશ્ય સાથે પનવાડી કશ્મીરના ગૌરેયા માતા મંદિરમાં પહોંચીને હિન્દુ રિવાજથી દિનેશ જાયસવાલ સાથે હિન્દુ ધર્મ અપનાવ્યો છે.
આરજૂ રાઈન છેલ્લા કેટલાય વર્ષથી હિન્દુ ધર્મને પ્રેમ કરતી હતી. નવરાત્રિમાં દેવી ઉપાસના, રામ નવમી પર ભગવાન શ્રી રામ પ્રત્યે સમર્પણ, દિવાળીમાં ફટાકડા ફોડવા ખૂબ જ પસંદ છે. તે કહે છે કે, અમે બધા સનાતન ધર્મના લોકો છીએ. આ સમાજે આપણને અલગ અલગ કરી દીધા પણ હંમેશા હું હિન્દુ ધર્મથી પ્રેરિત થઈ છું. એટલા માટે મેં દિનેશને પ્રેમ કર્યો. હવે દિનેશ સાથે હંમેશા માટે જીવન પસાર કરવા માગું છું.
આરજૂ આગળ જણાવે છે કે, અમારા સમાજમાં નિકાહ એટલે કે લગ્ન એક કરાર માનવામાં આવે છે. પણ હિન્દુ સમાજમાં લગ્ન દરમ્યાન સાત ફેરા સાત જન્મોનો સંબંધ માનવામાં આવે છે. આ મને ખૂબ જ ગમે છે. આ જન્મમાં દિનેશ મને મળ્યો છે અને તે હંમેશા આવી જ રીતે મને પ્રેમ કરે અને હંમેશા તેનો સાથ મને મળતો રહે. જય શ્રી રામ. આરજૂએ લગ્ન કર્યા બાદ જય શ્રી રામના નારા લગાવ્યા હતા. આ જોઈને ત્યાં હાજર સૌ ચોંકી ગયા હતા.
૨૦૧૮માં આરજૂ પોતાના પ્રેમી દિનેશ સાથે ઘરેથી ભાગી ગઈ હતી. બંને નોઈડા-દિલ્હીમાં રહે છે. કોરોના કાળમાં બંને ઘરમાંથી બહાર રહ્યા. આ દરમ્યાન આરજૂ બે બાળકોની માતા બની ગઈ. છ વર્ષ બાદ આરજૂ પોતાના સાસરિયે આવી છે. જો કે, તેના માતા-પિતા અને પરિવારના લોકો આ સંબંધની વિરુદ્ધમાં છે અને આરજૂ સાથે સંબંધ તોડી નાખ્યો છે. સાસરિયે આવ્યા બાદ આરજૂએ ગૌરેયા માતા મંદિરમાં પહોંચીને હિન્દુ રીતિ રિવાજ સાથે લગ્ન કર્યા અને સનાતન ધર્મ અપનાવ્યો.