પેટ્રોલપંપવાળા જે  પેટ્રોલ ચોરી કરે છે તેની આઈડીયા જાણો ક્યારેય ચોરી નહિ થાય 

Spread the love

કેટલાક પેટ્રોલ પંપ પર મીટર સેટ કરેલું હોવા છતાં નોઝલ બટનમાં કારસ્તાની કરીને પેટ્રોલ ચોરી કરવામાં આવી રહી છે. દેશમાં અને રાજ્યમાં આવા કિસ્સાઓથી પેટ્રોલિયમ કંપનીઓ પણ સતર્ક થઇ ગઈ છે. કેટલાક પંપ ઓપરેટર મશીન વધુ નફો મેળવવાનાં ચક્કરમાં કેટલાક પંપ સંચાલકોએ મશીનમાં એક ચિપ લગાવી રીમોટને નિયંત્રણમાં રાખે છે.

આ રીતે, તેઓ દરેક લિટર પેટ્રોલ પર થોડું પેટ્રોલ બચાવી લે છે. બીજી બાજુ, કે ઓઇલ કંપનીઓ દાવો કરવામાં આવે છે કે એમનાં નવા મશીનોમાં કોઈ પણ પ્રકારની ચાલાકી શક્ય નથી. કેટલાક સમય પહેલા ભોપાલના બે-બે પેટ્રોલ પંપમાં ચિપ લગાવી પેટ્રોલ ચોરીનો કિસ્સો સામે આવ્યો હતો. બંને પંપ કોંગ્રેસના નેતાના સંબંધીઓના હતા. ત્યારબાદ ગરબડી સામે આવતા આ પંપ કંપની દ્વારા બંધ કરવામાં આવ્યા હતા.

પેટ્રોલિયમ ધંધા સાથે સંકળાયેલ સૂત્રોના જણાવ્યા પ્રમાણે, એક બે વર્ષ પહેલા દુબઇમાં સોફ્ટવેર તૈયાર કરીને બોલાવવામાં આવ્યા હતા. કેટલીક ગેંગના સૂત્રોધાર આ સોફ્ટવેરને બેથી પાંચ લાખ રૂપિયાની મર્યાદામાં પંપના ઓપરેટરોને વેચે છે. તે ચિપ પંપમાં લગાવવામાં આવે છે જેને રિમોર્ટથી ઓપરેટ કરવામાં આવે છે. જે તે કર્મચારીઓ એમાં પૈસા અને પેટ્રોલ ડિઝલની માત્રા પહેલેથી જ સેટ કરી નાખે છે. અને ગ્રાહકને લાગે કે એને પૂરું પેટ્રોલ જ મળ્યું છે. પરંતુ પેટ્રોલની ચોરી જ થઈ હોય છે.

ઘણીવાર એવુ પણ બને છે કે લોકો પેટ્રોલ ભરાવતા સમયે અજાણતામાં છેતરપિંડીનો શિકાર બની જાય છે. જો તમે બપોરના સમયે પેટ્રોલ ભરાવો છો તો આ તમારી માટે ખોટ બની શકે છે. પેટ્રોલ પમ્પ પર પેટ્રોલને સ્ટોર કરવા માટે થોડા જ અંતર પર એક ટાંકી બનાવવામાં આવે છે. આ ટાંકી જમીનમાં 5 મીટર નીચે બનાવવામાં આવે છે. બપોરના સમયે ગરમીને કારણે આ પેટ્રોલ ગરમ હોય છે, જયારે સવારે અને રાતે તાપમાન ઓછું હોવાના કારણે પેટ્રોલ જામેલું રહે છે, એટલે જયારે તમે સવારે કે રાતે પેટ્રોલ ભરાવો તો સાચા પ્રમાણમાં પેટ્રોલ મળે છે, પણ બપોરે ગરમીના કારણે પેટ્રોલનું ઘનત્વ ફેલાય છે, જેથી તમને પેટ્રોલ થોડું ઓછું મળે છે.

આવી રીતે તમે છેતરામણીથી બચી શકો છો:

વાહનમાં બેસી રહેવાની જગ્યાએ તમે નીચે ઉતરો અને કર્મચારીની પાસે ઊભા રહો. આનાથી નોઝલ રીવરને બરાબર પ્રેસ કરીને થતી ગરબડીને રોકી શકો છો. કેટલાક પંપો પર તો કર્મચારી ગ્રાહકને વાતોમાં રોકીને પણ આવી છેતરામણી કરતાં હોય છે.

ઝેડ આકારનાં મશીનમાં પેટ્રોલ ચોરીના કેટલાય મામલા સામે આવ્યા છે. જેને જોઈને પેટ્રોલિયમ કંપનીઓએ નવા ઓટોમેટિક મશીનો લગાવવાનાં શરૂ કર્યા છે. જેમાં બધી જ બાબતોનું રેકોર્ડિંગ થાય છે.

મોટાભાગના લોકો પંપ પર 100, 200 કે 500 અથવા તો પૂરા 1000નું પેટ્રોલ લેતા હોય છે. પરંતુ આ માત્રા પર મશીનમાં સેટિંગ બદલી નાખવામાં આવે છે. એટ્લે એના કરતાં 120, 150 જેવી રકમના આંકડાનું જ પેટ્રોલ લેવાનું રાખો.

હાઇવે અથવા ગ્રામીણ વિસ્તારના પેટ્રોલ પંપમાં આ પ્રકારની છેતરામણી વધારે પ્રમાણમાં શક્ય છે. કેમકે અહીના કર્મચારીઓને પણ એ ખ્યાલ હોય છે કે, ગ્રાહકો ઓછું પેટ્રોલ મળ્યાની ફરિયાદ કરવા ઓછા જ આવવાના છે.

હંમશા મીટર ઝીરો પર જોઈને જ પેટ્રોલ ભરાવો. ઘણીવાર આપણે પેટ્રોલ ભરાવતા સમયે મીટર નથી જોતા અને એવામાં બની શકે કે મિત્રમાં પહેલેથી જ કેટલુંક રાઇડિંગ હોય અને તમને ઓછું પેટ્રોલ મળે.

દેશમાં સતત જૂની પેટ્રોલ પમ્પની મશીનો હટાવવામાં આવી રહી છે અને ડિજિટલ મીટરવાળા પમ્પ લગાવાઈ રહયા છે. ડિજિટલ મીટર પેટ્રોલપમ્પ પર છેતરપિંડીની સંભાવના ઓછી રહે છે. એટલે હંમેશા ડિજિટલ મીટરવાળા પેટ્રોલપમ્પ પરથી જ પેટ્રોલ ભરાવવું.

પેટ્રોલપંપના મશીનમાં તમે ઝીરો ફિગર તો જોઈ લીધું પણ રીડિંગ કયા નંબરથી સ્ટાર્ટ થાય છે એ જોવું પણ જરૂરી છે. મીટરનું રીડિંગ ઓછામાં ઓછું ૩થી શરુ થવું જોઈએ, જો ત્રણથી વધુ નંબર પર અંક જમ્પ થાય તો તમને પેટ્રોલ ઓછું મળશે.

નોઝલ બટનમાંથી પણ ચોરી:

પાઇપ મોં પર નાના બટન મૂકવામાં આવે છે અને પેટ્રોલની માત્રા અને પૈસા સેટ કરીને કર્મચારી 10 થી 15 સેકન્ડ માટે અંગૂઠો અથવા આંગળીથી બટન દબાવીને રાખે છે. જેના કારણે મીટરનું રીડિંગ ચાલુ રહે છે. પરંતુ પેટ્રોલ આવતું બંધ હોય છે.

ભેળસેળમાં મધ્યપ્રદેશ છે બીજા નંબરે:

સુપ્રીમ કોર્ટેનાં એક અહેવાલ અનુસાર, ભેળસેળવાળા પેટ્રોલના કિસ્સામાં અન્ય રાજ્ય કરતા મધ્યપ્રદેશ બીજા નંબર પર છે. તે પેટ્રોલ અને ડીઝલમાં મિલાવણી મુદ્દેની એક સુનાવણી દરમિયાન સરકાર સોગંદનામાં મારફતે કહ્યું હતું. મિલાવટમાં છેલ્લા ત્રણ વર્ષોમાં, મધ્યપ્રદેશમાં 364 કેસો નોંધાયા હતા. ઉત્તર પ્રદેશ નંબર એક છે. અહીં 672 કેસો નોંધ્યા છે. જ્યારે  સમગ્ર દેશમાં ઓછું પેટ્રોલ અને મિલાવટના ટોટલ અને 3801 કેસો નોંધાયા હતા.

અરજી ઉપરણી સુનાવણી સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે કેરોસીનની લાખો લિટરની હેરાફેરી થઇ રહી છે. પંપના માલિકો અને ડીલરો નેતાઓ જેટલા તાકાતવર છે, જેથી તેઓ તેમની આ વ્યવસ્થા અને સિસ્ટમને બદલવા નહી દે. આ સુનાવણી  મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ ટીએસ ઠાકુર દ્વારા કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com