જૂનાગઢની અડી કડીની વાવ, બે કુવારી કન્યાનું બલિદાન આપ્યા બાદ આવ્યું હતું પાણી, વાંચો આખી કહાની…

Spread the love

જુનાગઢ શહેરમાં આવેલો ઉપરકોટ શહેરના ફરવા લાયક સ્થળમાંથી એક છે. ઉપરકોટનું નિર્માણ જૂનાગઢના રક્ષણ માટે કરવામાં આવ્યું હતું. ઉપરકોટમાં જોવાલાયક ઘણી બધી જગ્યાઓ છે જેમાં વર્ષો જૂની તોપની સાથે અનાજ ભરવાના કોઠાર તેમજ પાણીની વ્યવસ્થા માટે બનાવવામાં આવેલી અડી કડીની વાવ અને નવઘણ કુવો અહીં જોવા મળે છે. જોકે ઇતિહાસકારોના મતે અડી કડીની વાવ અને નવઘણ કુવો સૌથી ખાસ છે.

આમ તો ગુજરાત ભરમાં અનેક વાવ આવેલી છે પરંતુ ઉપરકોટની અડી કડીની વાવ અને નવઘણ કુવો અન્ય કરતાં સાવ અલગ છે. આ જ કારણ છે કે આ જગ્યાને લઈને એક કહેવત પણ છે કે અડીકડી વાવ ને નવઘણ કૂવો, જે ન જુએ એ જીવતો મુઓ.. આ કહેવતનો અર્થ થાય છે કે જે વ્યક્તિ એ તેના જીવનમાં આ બે જગ્યાની મુલાકાત નથી લીધી તેનું જીવન વ્યર્થ છે. આ બે જગ્યાનું મહત્વ વધારે એટલા માટે પણ છે કે એક જ પથ્થરને કાપીને તેમાંથી આવવાનું સર્જન કરવામાં આવ્યું છે.

અડી કડીની વાવ 15મી સદીમાં ખડકને કોતરીને બનાવવામાં આવેલી છે. આ વાવના પગથિયાં જેમ જેમ ઉતરતા જઈએ તેમ લાગે કે આપણે ભૂગર્ભમાં ઉતરી રહ્યા છીએ. જ્યારે વાવના પાણી પાસે પહોંચો અને ઉપર જુઓ તો તમને અનુભૂતિ થાય કે તમે ભૂગર્ભમાં ઊભા છો. આ વાવને એક જ ખડકના વિવિધ પ્રકારના પડને કોતરીને બનાવવામાં આવી છે.

નવઘણ કુવાનું નિર્માણ 1026 માં થયું હોવાની વાયકા છે. આ કૂવો પણ મૃદુ ખડકમાંથી બનાવવામાં આવ્યો છે. આ કુવામાં 52 પગથિયાં નીચે ઉતર્યા પછી મધ્ય ભાગથી રસ્તો સર્પાકાર જેવો છે. તેમાંથી પસાર થઈને પાણી સુધી પહોંચી શકાય છે.

અડી કડી ની વાવ સાથે એક કથા પણ જોડાયેલી છે. જ્યારે રાજાના આદેશથી મજૂરો આ વાવ બનાવી રહ્યા હતા ત્યારે અનેક પથ્થરો ખોદયા પછી પણ પાણી મળતું ન હતું. રાજાએ ગુરુને આ અંગે પ્રશ્ન કર્યો ત્યારે તેમણે જણાવ્યું કે બે કુવારી કન્યાનું બલિદાન આપ્યા પછી જ પાણી મળશે. ત્યાર પછી કડી અને કડી નામની બે કુવારી કન્યાઓની પસંદગી કરવામાં આવી અને તેનું બલિદાન આપવામાં આવ્યું. ત્યાર પછી આ વાવમાં પાણી મળ્યું. આ બે કન્યાની યાદમાં જ વાવનું નામ પણ અડી કડી પાડવામાં આવ્યું. અડી કડી વાવની બાજુમાં એક વૃક્ષ આવેલું છે જેમાં લોકો અડી કડીની યાદમાં કપડાં તેમજ બંગડી લટકાવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com