રખિયાલમાં જૂની અદાવતમાં આરોપીઓએ ઘાતક હથિયારથી જીવલેણ હુમલો કર્યાની બનાવ સામે આવ્યો છે. રખિયાલ પોલીસે આરોપીઓની ધરપકડ કરી જાહેરમાં માફી મંગાવી છે. અજિત મિલ વિસ્તારમાં આવેલી અજિત રેસીડેન્સી સોસાયટીમાં હથિયાર વડે જીવલેણ હુમલો કરનાર રખિયાલ પોલીસે એક સગીર સહિત 6 આરોપીઓની ધરપકડ કરી છે.
હુમલો અને ઝગડો કરવા પાછળ નું કારણ એક વર્ષ અગાઉનું હોવાનું સામે આવ્યું છે. જેમાં રખિયાલના સુંદરનગર માં ફરિયાદી સલમાન ખાન પઠાણ અને આરોપી વચે એક વર્ષ પહેલા મકાન બાંધકામ અંગે ઝગડો થયો હતો તેની અદાવત રાખી ને આરોપીઓએ ગઈ સોમવાર ની રાત્રી એ ફરિયાદી સલમાન ખાન પઠાણ અને તેના ઘર પર જીવલેણ હુમલો કર્યો હોવા નું તપાસ માં સામે આવ્યું છે.