ચારધામ યાત્રા ભાગ -૩ : ગંગોત્રી
સ્ટોરી : પ્રફુલ પરીખ
કરતા કરે ન કર શકે,શિવ કરે સો હોઈ
તીન લોક નો ખંડમે,શિવ સે બડા ન કોઈ
અમદાવાદ
ચારધામ યાત્રા કી જય.ગંગોત્રી, યમુનોત્રી,બદ્રીનાથ અને કેદારનાથની દિવ્યયાત્રા એટલે સ્વર્ગની ચારધામ યાત્રા !.મહાન પુણ્ય યાત્રા સંકટોથી ભરપૂર ચારધામ યાત્રાનું જીવનમાં ઘણું જ મહત્વ: યાત્રા કઠિન છે પણ ભવના બંધનો તોડી મોક્ષ આપનારી ચારધામ યાત્રા.શાસ્ત્રો અનુસાર ચારધામના દર્શન કરવાથી વ્યક્તિના તમામ પાપોનો નાશ થાય છે અને વ્યક્તિ જન્મ- મરણના ચક્રમાંથી મુક્ત થઈ જાય છે. આવી વ્યક્તિને નશ્વર જગતમાં ફરી જન્મ લેવો પડતો નથી, તેને મોક્ષ મળે છે. ગંગોત્રીએ ગંગા નદીનું ઉદગમસ્થાન અને દેવી ગંગાની બેઠક.
ગંગાજીમાં સ્નાન બાદ અમે સર્વે ગંગા કિનારે વહેલી સવારે શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે ગંગાજીની પૂજા કરી
ટેમ્પો ટ્રાવેલના ચાલક મજાકિયા અને હસમુખો સ્વભાવ એવા વિમલકુમારજીએ યમુનોત્રીના દર્શન બાદ બરકોટથી 180 કિ.મી. થઈને 3500 ફીટ ઊંચાઈ પર હર્ષિલ ગામના ધરાલી આગમન કર્યું. ધરાલીમાં ભગવાન કલ્પ કેદાર શિવજી ની સંધ્યા સમયે આરતી કરી હતી અને દર્શન કર્યા હતા અને વહેલી સવારે ૨૨ કી.મી.ઊંચાઈ ૧૦૩૦૦ ફીટ ગંગોત્રી જવા રવાના થયા હતા. ગંગોત્રી ભાગીરથી નદીના કિનારે આવેલ નાનું ગામ છે. પવિત્ર ગંગાજીમાં એક ડૂબકી મારવાથી સર્વ પાપોનો નાશ થાય છે તેમ માનવામાં આવે છે. તેથી અમે સર્વે ગંગાજીમાં સ્નાન કર્યું હતું અને ગંગા કિનારે વહેલી સવારે શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે ગંગાજીની પૂજા કરી હતી અને મા ગંગોત્રીના દર્શન કર્યા હતા.ગંગાને ત્રિપથગા પણ કહેવામાં આવે છે. ત્રિપથગાનો અર્થ છે ત્રણ માર્ગો પર ચાલનાર. તે શિવની જટાઓમાંથી પૃથ્વી, આકાશ અને પાતાળ તરફ આગળ વધે છે.
સ્વર્ગમાંથી પૃથ્વી પર ગંગાજીનું અવતરણ કરાવનાર ઇક્ષ્વાકુ વંશના મહાન તપસ્વી અને કર્મઠ ભગીરથ
રામાયણમાં મહર્ષિ વિશ્વામિત્ર રામ અને લક્ષ્મણને ગંગાની ઉત્પતિની વાત કરે છે. તે પ્રમાણે સગર રાજાને ૬૦,૦૦૦ પુત્રો સરખી પ્યારી પ્રજા હતી. જ્યારે સગર રાજાએ અશ્વમેઘ યજ્ઞ કર્યો ત્યારે યજ્ઞમાં બાધા નાખવા ઇન્દ્ર તે અશ્વને કપિલ મુનિના આશ્રમમાં મુકી આવ્યો.સગરના પુત્રો ઘોડાને શોધતા આશ્રમમાં ગયા અને કપિલમુનિને અશ્વ ચોરવા માટે અપમાન કર્યુ. ત્યારે કપિલ મુનિએ તેમને બાળીને મારી નાંખ્યા. સગરને આવાતની ખબર પડી અને પોતાના પુત્રોની સદ્ગતિ માટે પ્રાર્થના કરી. ત્યારે તેમના જાણવામાં આવ્યું કે સ્વર્ગની નદી ગંગા ને જો પૃથ્વી પર લાવવામાં આવે અને તેમાં તેના પુત્રોના અસ્થિ પધરાવવામાં આવે તો તેમને સદ્ગતિ મળશે. સગર પછી તેનો પુત્ર અંશુમાન પછી દીલીપ વગેરેએ ગંગાને લાવવાના પ્રયત્નો કર્યા. છેવટે સ્વર્ગમાંથી પૃથ્વી પર ગંગાજીનું અવતરણ કરાવનાર ઇક્ષ્વાકુ વંશના મહાન, તપસ્વી અને કર્મઠ ભગીરથે પગના એક અંગૂઠા પર ઉભા રહીને એક વર્ષ સુધી શિવજીની આરાધના કરી.શિવજીએ તેના પર પ્રસન્ન થઈ ગંગાધારણની વાત સ્વીકારી લીધી.રાજાના તપ અને કાર્યથી ગંગા પૃથ્વી પર આવવા રાજી થઇ. પરંતુ ગંગાના પ્રવાહને જો પૃથ્વી પર રોકવામાં ન આવે તો તે પાતાળમાં જતી રહે. આથી ભગીરથે ભગવાન શંકરને ગંગાના પ્રવાહને ઝીલી લેવા વિનંતિ કરી. છેવટે ગંગા સ્વર્ગમાંથી પૃથ્વી પર ઉતરી આવી અને ભગવાન શંકરે તેને પોતાની જટામાં સમાવી લીધી.શંકરે જટામાંથી ગંગાની નાની ધારને વહાવીને પૃથ્વી પર પડવા દીધી. પછી ભગીરથ જ્યાં પણ ગયા ત્યાંગંગા પાછળ આવતી ગઇ. રસ્તામાં જહ્ન ઋષિના આશ્રમમાં ગંગાએ વિનાશ કર્યો આથી જહ્ન મુનિ તેને પી ગયા અને ભગીરથની વિનંતિથી તેને પોતાના કાનમાંથી બહાર કાઢી. આમ તે જહ્નની પુત્રી ગણાઇ અને તેનું નામ જ્હાનવી પણ પડયુ. ભગીરથ ગંગાને હિમાલયથી બંગાળ સુધી લઇ ગયા કે જ્યાં સગરના પુત્રોના અસ્થિ હતા. આમ તેમને પણ સદગતિ પ્રાપ્ત થઇ.ગંગાની લંબાઇ ૨૫૧૦ કિ.મી. (૧૫૫૭ માઇલ) છે.યમુના અને ગંગા મળીને ઉતર ભારત અનેબાંગ્લાદેશનાં ફળદ્રુપ અને સપાટ પ્રદેશો રચે છે. ગ્લેસિયરમાથી ગંગા પ્રકટ થાય છે. ઉત્તરાખંડનાં ઉત્તરકાશી જિલ્લામાં હિમાલયનાં હિમાચ્છાદિત શિખરોમાંથી નીકળતી ગંગાનું ઉદ્ગમસ્થાન ગૌમુખથી ગંગોત્રીનું અંતર ૧૮કિલોમીટર છે. ગંગોત્રી સ્થિત ગૌરીકુંડને જોતાં લાગે છે કે ભગવાનશિવજીએ સચમુચ પોતાની વિશાળજટાઓ માં જે શિખા જટા છે. એમનાં શીર્ષમાંથી આકાશમાંથી ઉતારેલી ગંગાને પ્રેમથી લપેટી લઈને ધરતીને જાણે દેવાધિદેવ મહાદેવે પોતાની સ્વર્ણિમ જટામાં ગોળગોળ ઘુમાવીને આ ગૌરીકુંડમાં એક લટથી ગંગાને આ કુંડમાં નીચોવી લીધી હોય !!!! આહીંથી જ ભયંકર નિનાદ કરતી પહાડોના સીનાને ચીરતી આગળ વધતી -ભાગતી ગંગાને જોવી એ અવિસ્મરણીય લ્હાવો છે અને અહીથી જ એનું નામ ભાગીરથી પડયું છે. જે દેવપ્રયાગમાં સાત નદીઓની ધારા મળીને ગંગા બને છે. ભાગીરથી, જાહ્નવી, ભીલગંગા, મંદાકિની, ઋષિ ગંગા,સરસ્વતી અને અલકનંદા આ બધી જ નદીઓ દેવપ્રયાગમાં આવીને મળે છે અને સપ્ત ધારાઓ એક થઈને ગંગાના રૂપમાં સાતેસાત દિવસ સદાયને માટે સંસારને સુખ શાંતિ પ્રદાન કરવાં માટે આ ધારા પર વહેતીજ રહેતી હોય છે અવિરતપણે ભવ્ય મંદિર બનેલું છે. જેમાં ગંગાદેવી ની સોનાની દિવ્ય મૂર્તિ વિદ્યમાન છે !!! હરીભરી વાદીઓની વચ્ચે એક વિશાળ પરિસરમાં બનેલાં આ પ્રાચીન મંદિરની શોભા એનાં પર લહેરાતાં પીળાં રંગનાં ઝંડાને લીધે એના પર ચાર ચાંદ લગાડતાં નજરે પડે છે !!! આ મંદિરનું નિર્માણ ૧૮મી શતાબ્દીમાં ગોરખા જનરલ અમરસિંહ થાપરે કરાવ્યું હતું‘ગંગા દેવીનાં આ મંદિરનું નામ ગંગોત્રી મંદિર પડયું. ગંગોત્રીનું આ મંદિર ભાગીરથીની જમણી બાજુએ આવેલું છે !આકર્ષિત કરે છે !!! ગંગા મંદિર ૬ મહિના સુધી યાત્રીઓ માટે ખુલ્લું અને ૬ મહિના માટે બંધ રહે છે !!! જયારે શિયાળાની ઋતુમાં અહીંયા ભારે માત્રામાં બરફ પડતો હોય છે ત્યારે ગંગામૈયાની મૂર્તિને નીચે ધરાલી પાસે મુખવામાં લઈ જવામાં આવે છે જ્યાં એની પૂજા વિધિવત ૬ મહિના સુધી કરવામાં આવે છે !અહીંયા આદિ શંકરાચાર્યે ગંગા દેવીની એક મૂર્તિની સ્થાપના કરી હતી. જ્યાં આ મૂર્તિની સ્થાપના થઈ ત્યાં ૧૮મી શતાબ્દીમાં એક ગુરખા અધિકારીએ મંદિરનું નિર્માણ પણ કરાવ્યું હતું. એની નિકટ ભૈરવનાથનું એક મંદિર છે એને ભગીરથનું તપસ્થળ પણ કહે છે. જ્યાં શીલા પર બેસીને એમણે તપસ્યા કરી હતી એ ભગીરથ શિલા પણ કહેવાય છે. એ શિલાપર લોકો પિંડદાન પણ કરે છે. ગંગા મૈયાનું આ મંદિરનું નિર્માણ ગોરખા કમાન્ડર અમરસિંહ થાપા દ્વારા ૧૮મી શતાબ્દીની શરૂઆતમાં કરવામાં આવ્યું હતું. મંદિરમાં પ્રબંધ માટે સેનાપતિ થાપાએ મુખબા ગંગોત્રી ગામમાંથી પંડોને નિયુક્ત કર્યા હતાં. આની પહેલાં ટકનૌરનાં રાજપૂત જ ગંગોત્રીના પુજારી હતાં ! એવું માનવામાં આવે છે કે જયપુરનાં રાજા માધોસિંહ દ્વિતીયે ર0મી સદીમાં આ મંદિરની મરમ્મત કરાવી હતી.
ધારાલીમાં પાંચ પાંડવોએ બનાવેલું 5000 વર્ષ જૂનું કલ્પ કેદાર શિવજીનું મંદિર
હજારો વર્ષ પહેલા 240 મંદિરોમાંથી કેટલીક તસવીર
કલ્પ કેદાર મંદિર એક નાનું પ્રાચીન મંદિર છે જે ભગવાન શિવને સમર્પિત છે, જે ભારતના ઉત્તરાખંડ રાજ્યમાં ગઢવાલ હિમાલયમાં હર્ષિલથી લગભગ 6 કિમી અને ગંગોત્રીથી 20 કિમી દૂર એક નાનકડા ગામ ધારાલી ખાતે આવેલું છે.
મંદિરના સચિવ સંજય સિંહ પવારે ભગવાન કલ્પ કેદારના મહાત્મય વિશે જણાવ્યું હતું કે ભગવાન કલ્પ કેદારનું શિવજીનું મંદિર 5000 વર્ષ જૂનું છે. આ મંદિર 15 ફૂટ ઉપર દેખાય છે તેટલું જ 15 ફૂટ નીચે ગર્ભગૃહમાં છે.સ્ફટિક સફેદ કલરનું શિવલિંગ ગર્ભગૃહમાં ગંગાજલની અંદર છે. ધારાલીમાં હજારો વર્ષ પહેલા 240 મંદિરો હતા તેમાંથી સૌથી મોટું કલ્પ કેદાર મંદિર શિવજીનું હતું. પાંચ પાંડવો એ આ મંદિર બનાવ્યું હતું. મહાભારતના યુદ્ધ સમાપ્ત થયા પછી ભગવાન શ્રીકૃષ્ણએ પાંડવોને કહ્યું હતું કે પિતૃદોષથી મુક્ત થવા માટે શિવજીને મળવા હિમાલય એટલે કે અહીંયા આવ્યા હતા. અને 240 મંદિર બનાવ્યા હતા. હત્યા હરણી નદીમાં પાંડવોએ સ્નાન કર્યું હતું.તેમ છતાં પણ શિવજીએ પાંડવોને દર્શન આપ્યા નહોતા પછી ત્યાંથી કેદાર ગયા હતા. 1803 ની સાલમાં વિનાશકારી ભૂકંપમાં મંદિરો ડૂબી ગયા હતા. જેમાંથી ત્રણ મંદિર બચ્યા હતા. ત્યારબાદ જ્યોતિરાદિત્ય સિંધિયા પરિવારના લોકોએ એ સમયે ફરી અહીંયા મંદિરોનો જીર્ણોદ્ધાર કર્યો હતો. ખોદવાથી કોઈને કોઈ અવશેષ મળે છે એમ પાર્વતીજી નું કળશ પણ અહીંયા થી મળ્યું હતું. 80 કિલોમીટર અહીંથી ચીનની બોર્ડર છે.પહેલા લોકો હરિદ્વારથી ચાલતા આવતા ત્યારે ધારાલી રોકાતા હતા. ધારથી પવાર લોકો અહીંયા આવી પૂજા કરતા એટલે અહીંયા નામ ધારાલી પડ્યું.તે મહાભારતની ખ્યાતિના પાંડવો સાથે સંકળાયેલું છે અને તે મૂળ તેમના દ્વારા બાંધવામાં આવ્યું હોવાનું કહેવાય છે.નદીના સામેના કાંઠે, ટેકરી પર, મુખવા ગામમાં સફેદ રંગનું મુખીમઠ મંદિર આવેલું છે. આ મંદિર દેવી ગંગાનું શિયાળુ નિવાસસ્થાન છે.કલ્પ કેદારનું મંદિર ઉત્તર ભારતીય “પહાડી” શૈલીમાં બાંધવામાં આવ્યું છે. તેનો ચોરસ આધાર છે, ગર્ભગૃહની ઉપર એક ઉંચો વળાંકવાળો ટાવર બાંધવામાં આવ્યો છે.ગર્ભગૃહની સામે એક નાનો ખંડ અથવા મંડપ છે.ટાવરના આગળના રવેશ પર, એક માનવીય ચહેરો અંકિત છે. આ કાલ ભૈરવનો ચહેરો છે, જે ભગવાન શિવના ઉગ્ર અનુચર છે.મંડપની સામે ચોરસ કુંડ પાણીથી ભરેલો છે.મંડપના નીચેના ભાગ સાથેનો ગર્ભગૃહ સંપૂર્ણપણે પાણીમાં ડૂબી ગયો છે. મંદિરનો દરવાજો જોઈ શકાય છે પણ અંદરનું શિવલિંગ દેખાતું નથી.1980 ના દાયકામાં મંદિર આંશિક રીતે ખોદવામાં આવ્યું હતું પરંતુ 6-9 ફૂટ હજુ પણ પાણીની અંદર છે. એવું કહેવામાં આવે છે કે 1935-38માં હિમનદી સ્થળાંતર પછી મંદિર પાણીમાં ડૂબી ગયું હતું.દૈનિક પૂજા માટે, પાણીથી ભરેલા કુંડની સામે એક નાનો પથ્થર બાંધવામાં આવેલ શિવલિંગ છે. આ ટાંકીનું મંદિરની બાજુમાં વહેતી ભાગીરથી નદી સાથે ભૂગર્ભ જોડાણ છે, અને કુંડમાં પાણીનું સ્તર ભાગીરથીમાં પાણીના સ્તર મુજબ ઉપર અને નીચે જાય છે.મંદિરની સામે એક નાની પથ્થરથી બનેલી નંદી મૂર્તિ છે અને તેની સામે ડૂબી ગયેલું શિવલિંગ છે.આ ઉપરાંત, મંદિરના પરિસરમાં થોડી મૂર્તિઓ છે. તેમાંથી ગણેશ મૂર્તિની નોંધ લેવા જેવી છે.