નવી દિલ્હી
ઓનલાઈન છેતરપીંડીને રોકવા અને ગ્રાહકોને નાણાકીય સુરક્ષા આપવા માટે આરબીઆઈ મોટું પગલુ ભરવા જઈ રહ્યું છે. જે મુજબ વિરામ સમયગાળો લાગુ કરવામાં આવશે.જેમાં કોઈ બેક ખાતામાં આવેલી રકમને કેટલાક સમય સુધી રોકી શકાશે. આ ખાસ કરીને એવા કેસોમાં કરવામાં આવશે જેમાં ઠગાઈના પૈસા અનેક ફયુલ (બહુવિષ) ખાતાથી ફેરવવામાં આવે છે. આવા પૈસાને પરત મેળવવા હંમેશા મુશ્કેલ બને છે. આ સુવિધા કેટલાંક દેશોમાં અગાઉથી છે. પ્રસ્તાવિત કવાયતનો ઉદેશ એ છે કે, ઠગાઈના પૈસાને તરત કોઈ અન્ય ખાતામાં મોકલતા રોકી શકાય તેના માટે ગૃહ મંત્રાલય, નાણા મંત્રાલય, આઈટી મંત્રાલય અને આરબીઆઈ મળીને ફયુલ ખાતાને ઉકેલવા અનેક વિકલ્પો પર કામ કરી રહ્યા છે. બેક પણ એ ખાતાને બંધ કરી રહી છે. જેમાં બે વર્ષથી કોઈ લેવડ-દેવડ નથી થઈ રહી.
ગૃહ મંત્રાલયે ઈન્ડીયન સાયબર ક્રાઈમ કો ઓર્ડીનેશન સેન્ટર (આઈ ૪સી) થી લોકોને પોતાના ભેક ખાતા વેંચવા કે ભારે આપવાના મામલે ચેતવણી જાહેર કરી છે સાથે સાથે બેકોનાં કેવાયસી નિયમોને પણ સત્ર કરવાનું કહ્યું છે. જેરી વેરિકીકેશન વિના બેક ખાતુ ન ખોલી શકે. બાદમાં બૈક્રોએ મ્યુલ ખાતાનો સામનો કરવા માટે કેન્દ્રીય સેલ બનાવવાનું શરૂ કરી દીધુ છે. આવા ખાતાઓની ઓળખ માટે ટેકનીકનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. મ્યુલ ખાતા જે પ્રકારના હોય છે. કેટલાંક મામલામાં ખાતાધારક જાણી જોઈને તેમા સામેલ થયા છે. જેમાં તે ઠગાઈમાં ભાગીદાર બને છે અન્ય કેસોમાં તેઓ અજાણતા શિકાર ભને છે તેમને ખબર પણ નથી હોતી કે તેમના ખાતાનો ખોટો ઉપયોગ થઈ રહ્યો છે. મ્યુલ ખાતા એવા ખાતા હોય છે જે ગેરકાનુની ગતિવિધીઓથી પૈસા હાંસલ કરવા અને તેને આગળ મોકલવાનું માધ્યમ ભને છે. ભારતમાં આવા ખાતા હંમેશા એવા લોકો ખોલાવતા હોય છે જે કેટલાંક પૈસા કમીશન કે ચાર્જ લઈને બીજા વ્યક્તિને પોતાનું બેક ખાતુ ઉપયોગ કરવા દે છે. આ ખાતાનું સંચાલન અસલ ગ્રાહકને બદલે અન્ય કોઈ વ્યકિત કરતુ હોય છે. આ ખાતા કોઈ અન્ય વ્યકિતના કેવાયસી દસ્તાવેજોનો ઉપયોગ કરી બોલવામાં આવે છે.