પ્રજા શક્તિ ડેમોક્રેટિક પાર્ટી ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી જયપ્રકાશ ઠાકર
પ્રજા શક્તિ ડેમોક્રેટિક પાર્ટી ગુજરાત પ્રદેશ મહામંત્રી રણજિતસિંઘ ધિલ્લોન
અમદાવાદ
ગુજરાતના લોકપ્રિય નેતા અને પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા બાપુ, રાષ્ટ્રીય અધ્યક્ષ ડૉ. રાજેન્દ્રસિંહ રાઠોડ તથા પ્રદેશ અધ્યક્ષ દાંતા નરેશ મહારાણા રિદ્ધિરાજસિંહજી પરમાર દ્વારા પ્રજા શક્તિ ડેમોક્રેટિક પાર્ટીના ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી તરીકે જયપ્રકાશ ઠાકર અને પ્રદેશના મહામંત્રી તરીકે રણજિતસિંઘ ધિલ્લોનની નિમણૂંક કરવામાં આવી છે. જયપ્રકાશ ઠાકર અને રણજિતસિંઘ ધિલ્લોને નિમણૂક બદલ પાર્ટીના હાઇકમાન્ડનો ખૂબ ખૂબ આભાર માન્યો હતો.
ગુજરાત રાજ્ય સરકારના નિકાસ નિગમના પૂર્વ ચેરમેન તરીકે રણજિતસિંઘ ધિલ્લોને કામગીરી બજાવી છે.