અમદાવાદ
રાજ્ય ચૂંટણી પંચ દ્વારા સ્થાનિક સ્વરાજની ચૂંટણી જાહેરાત કરવામાં આવી છે. ચૂંટણીની જાહેરાત પર કોંગ્રેસ દ્વારા પ્રતિક્રિયા સામે આવી છે. કૉંગ્રેસ પ્રવક્તા મનિષ દોશીએ જાહેરાત કરી હતી કે કોંગ્રેસ પક્ષ તમામ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પંજાના નિશાન પર લડશે. આ ઉપરાંત કોંગ્રેસ નેતાઓ ચૂંટણી મુદે ભાજપ સરકાર પર પ્રહાર કરવાનું ચૂકયા ન હતા. ગુજરાત કૉંગ્રેસ પ્રમુખ અને રાજ્ય સભાના સાંસદ શક્તિસિંહ ગોહિલનું નિવેદન આપતા જણાવ્યું હતું કે, x×કોંગ્રેસ પક્ષ ચૂંટણી પંચની જાહેરાતને આવકાર આપે છે. પરંતુ સવાલ પણ ઉભા કરીએ છીએ. નગર પાલિકાની ૨૦૧૮માં ચૂંટણી યોજાઈ હતી. ૨૦૨૩માં તમામ નગર પાલિકાની મુદત પૂર્ણ થઈ હતી. તેમ છતાં ભાજપ સરકાર ચૂંટણી ન કરી વહીવટદારનું શાસન લાગુ કર્યું હતું. બે વર્ષ સુધી વહીવટદારનો શાસન આપી ભાજપ વહીવટથી ભ્રષ્ટાચાર આચર્યો છે. લોકશાહીમાં દરેક જનતાએ તેમના પ્રતિનિધિ પસંદ કરવાનો અધિકારી હોય છે. પરંતુ મોટા ભાગમાં વહીવટદારોએ રાજ કર્યું છે. ભ્રષ્ટાચાર કરવા માટે બે વર્ષ ચૂંટણી ન યૌજી ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે. આ ઘટના કોઈ સંજોગોમાં ના ચાલે અને લોકશાહી માટે કલંકિત કહી શકાય. કોંગ્રેસ પક્ષ ચૂંટણી માટે તૈયાર છે. જનતા કોંગ્રેસને આર્શીવાદ આપશે. જનતાને કોંગ્રેસ તરફથી મદદ કરવા વિનંતી કરું છું. કૉંગ્રેસ ચૂંટણી માટે પહેલાથી તૈયારીઓ શરૂ કરી નાખી છે.
કોંગ્રેસના સિનિયર આગેવાનોને નગર પાલિકાના નિરીક્ષકો તરીકે નિમણૂક કરી સંગઠન મજબૂત કરી દેવામાં આવ્યું છે. બનાસકાંઠાના ધાનેરામાં હાર ભાળી ગયા તેથી ચૂંટણી જાહેર ન કરી, બનાસકાંઠાનું રાજકીય વિભાજન કર્યું. ત્યાંની જનતાને કોઈ વિશ્વાસમાં લેવામાં આવ્યા નહીં. કવિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અને ધારાસભ્ય અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, ગુજરાતની જનતા વહીવટદાર રાજ ખતમ થાય અને પ્રજાના પ્રતિનિધિઓ આવે તેની રાહ જોતા હતા. લોકોને આશા હતી કે બે વર્ષથી વહીવટદાર રાજ ચાલે છે તેને દૂર કરી લોક પ્રતિનિધિની પસંદગી કરવામાં આવે. આજે હજુ પણ સાત હજાર ગ્રામ પંચાયતમાં વહીવટદાર રાજ ચાલે છે. ચૂંટણી પંચની જાહેરાત નિરાશાજનક કહી શકાય. ખેડા જિલ્લા પંચાયત તેમજ હજુ પણ અનેક નગર પાલિકાની ટર્મ પૂર્ણ થઈ છતાં કેમ તારીખ જાહેર કરવામાં આવી નથી. હજુ પણ કેમ વહીવટદાર શાસનથી પ્રજાને મુક્તિ કથારે મળશે. ઓબીસી ઝવેરી કમિશનનો રિપોર્ટ કેમ છુપાવવામાં આવ્યો છે. ઓબીસી રિપોર્ટના નામે કેમ ચૂંટણી લાંબા સમયથી ન કરાવી, કોંગ્રેસ પક્ષ ચૂંટણી માટે તૈયાર છે. જે બાકી છે તેની પણ જાહેરાત ચૂંટણી પંચ દ્વારા તાત્કાલ કરવી જોઈએ.વહીવટદાર શાસનથી મુક્તિ જનતાને કચારે મળશે? ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ પ્રવક્તા મનિષ દોશીએ જણાવ્યું હતું કે, ×કોંગ્રેસ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પંજાના નિશાન પર લડશે. લાંબા સમયથી વહીવટદાર શાસન ચાલતું હતું તેનાથી લોકો ભોગ બન્યા છે. જનતા પાયાની સુવિધાથી વંચિત રહી છે. નગર પાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસ પંજાના નિશાન પર લડશે. નાગરિકોને પાયાની સુવિધા મળી રહે તે કોંગ્રેસ પક્ષની પ્રાથમિકતા રહેશે. x