ગાંધીનગર
GJ-18 મહાનગરપાલિકા એટલે દૂઝણી ગાય કોન્ટ્રાક્ટરો માટે બની છે. મોટાભાગના રાજકીય નો ખાડો અહીંયા નુકસાનનો પુરાઈ જાય, ત્યારે જેટલાં કોન્ટ્રાક્ટરો ભરે છે તે કોણ છે? કોના ટેન્ડરો છે? ત્યારે ૨૪ જાન્યુઆરીના રોજ યોજા નારી સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળવાની છે, ત્યારે ઘણી કંપનીઓના ટેન્ડરો નીચા ભાવના આવ્યા છે. ત્યારે આ વખતે ૨૦૨૫ ની સાલ ફળી હોય તેમ કોઈ ટેન્ડર ઊંચું આવ્યું નથી, શું આ જાદુ થઈ ગયું? બાકી દબંગ નગરસેવકની વારંવાર ટકોરાબાદ ટકોરો એવો પંટડો વાગી ગયો છે, અને સરકાર દ્વારા ઉચ્ચ કથાએ પણ આ અનેક ટેન્ડર ઉંચા ભાવ સામે નારાજગી વ્યક્ત કરી છે, ત્યારે સ્ટોમ વોટર એવી ક્રિષ્ના કન્સ્ટ્રક્શનનું ૧૭.૨૨% નીચું, ટટ્યુભવેલ એવી એબિકા કન્સ્ટ્રક્શન ૨.૮૯% નીચું, ઈન્દ્રોડા ખાતે અર્બન હેલ્થ સેન્ટરની કામગીરી જેમાં દેવર્ષ કન્સ્ટ્રક્શન ૧૮.૩ ટકા નીચું, આરસીસી વોલ નરેન્દ્ર પી પટેલનું ૨૪.૮૧% નીચું, પોગી કન્સ્ટ્રક્શન ૧૪.૭૦ ટકા નીચું. એસ કુમાર ઇલેક્ટ્રીકનું ૨૧.૮૯% નીચું, ફક્ત અને ફક્ત એક ડબલા વાળા આજે પાણીના ઝગનો વેપલો કરે છે, તે ભાવ વપારા સાથેનો દસ રૂપિયા ભાવ વધારેલા એવું ૨૦ લીટર ૨૯.૩૯ સામે ૩૯ ની ભલામણ આવી છે, ત્યારે મહાનગરપાલિકા તગડી બનેલી નીલકંઠ ઈન્કાનું ટેન્ડર ફક્ત અને ફક્ત આ એક જ કંપનીનું ૪.૫૪ ટકા ઊંચા ભાવ ભરાઈને આવેલ છે.
નીલકંઠ જોવા જઈએ તો મહાનગરપાલિકામાં ભાળી ગયા છે. બાકી ફરિયાદો કામની પણી જ ઉઠી છે. ત્યારે ભાજપના દબંગ નગરસેવકને આશ્રય જાય છે, જેમણે દર મિટિંગમાં ઊંચા ટેન્ડરો સામે ફૂંફાડા માર્યા છે. એટલે હવે ઠુંઠાડાની અસર પણ નીચા ટેન્ડરોના કારણે દેખાઈ રહી છે, ત્યારે રાજ્ય સરકાર પણ આ પ્રશ્નને ગંભીર બની છે. ઉચ્ચ કક્ષાએ પણ સીએમ સુધી આ ફરિયાદો ઉઠવા પામી છે, ત્યારે સીએમ પણ ખોટા ખર્ચાઓ અટકાવવા અને જે ટેન્ડરો મંજૂર થયા બાદ કામો ચાલી રહ્યા છે, તેની ચકાસણી હોદ્દેદારો, અધિકારીઓ, અને નગરસેવકો, પણ કરે પ્રજાના પ્રશ્નો અને પ્રજાના ટેક્સના પૈસાનું સંચાલન તથા જે કામોમાં લાલિયાવાડી હોય તેવા અનેક લાલીયાઓને ભ્રષ્ટાચારની ફરિયાદોમાં કાળિયા બનાવો, ત્યારે ભાજપના એક દભંગ નગરસેવકના કારણે હાલ ટેન્ડરો નીચા જે આવ્યા છે. તે બોલકા અને ટકોરા મારતા નગરસેવક એવા ભાથીને આભારી છે. હવે ૨૪ જાન્યુઆરીના રોજ યોજાનાર સ્ટેન્ડિંગ કમિટીમાં ડબલા પાસ થાય છે. કે ફેલ, અને મહાનગરપાલિકાના કર્મચારીઓને ડબલા ના [ પાણી પીવડાવે છે, કે આરો ચાલુ કરાવે છે, તે હવે દબંગ નગરસેવક કાંઈક કરે તો થાય બાકી જે પ્રશ્ન પેચીદો છે. તે કેન્ટીનનો, હજુ પણ પસ્તીની જેમ અભરાઈએ ચડેલો છે, કેન્ટીનનું કંઈક કરો મહાનગરપાલિકા નો મોટાભાગનો સ્ટાફ ચાની કીટલી ચૂસકી મારતો જોવા મળે છે, અને દબાણની વાતોના વડા કરે છે તો પછી દબાલ મહાનગરપાલિકાની કચેરીએ ની બહાર જ જોવા મળે છે કેન્ટીન પણ ચાલુ કરાવો.