———-
વકતા તરીકે ભાજપા ગુજરાતના પૂર્વ પ્રદેશ મહામંત્રી શ્રી કે.સી. પટેલ રહ્યા ઉપસ્થિત
———–
પરિવાર માટે પક્ષ અને પરિવાર વડે પક્ષની નીતિ જાહેર જીવનમાં અત્યંત ઘાતક અને સ્વસ્થ લોકશાહી માટે હાનિકારક – શ્રી કે.સી.પટેલ
———–
આપણું સંવિધાન માત્ર અનેક કલમોનો જ સંગ્રહ નહીં, હજારો વર્ષોની ભારતની મહાન પરંપરા, અખંડ ધારા, અને એ ધારાની અભિવ્યક્તિ છે – શ્રી અનિલભાઈ પટેલ
————
ગાંધીનગર
ગાંધીનગર જિલ્લા ભાજપા મીડિયા વિભાગની અખબારીમાં જણાવ્યા પ્રમાણે , કેન્દ્રીય ભાજપાના દિશા દર્શન અને પ્રદેશ નેતૃત્વના માર્ગદર્શન હેઠળ ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રવ્યાપી “સંવિધાન ગૌરવ અભિયાન” અન્વયે ગાંધીનગર જિલ્લા ભાજપા અધ્યક્ષ શ્રી અનિલભાઈ પટેલની અધ્યક્ષતામાં ડૉ. બાબાસાહેબ આંબેડકર ભવન, સેકટર ૧૨ ખાતે પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાઈ ગયું હતું. જિલ્લા ભાજપા અધ્યક્ષ શ્રી અનિલભાઈ પટેલે ઉપસ્થિત સૌનું સ્વાગત કરી તેમના ઉદબોધનમાં કહ્યું કે ભાજપા દ્વારા દેશના સંવિધાન પ્રત્યે ગૌરવ અને સન્માનની ભાવનાને જન જનમાં મજબૂત બનાવવા “સંવિધાન ગૌરવ અભિયાન” યોજવામાં આવ્યું છે. ભારતને લોકતાંત્રિક બનાવવા માટે જેણે મહત્વની ભૂમિકા ભજવી છે એવું દેશનું સંવિધાન 26 નવેમ્બર 1949ના રોજ દેશને મળ્યું હતું. ત્યારે ડો. બાબાસાહેબ ભીમરાવ આંબેડકરના નેતૃત્વમાં બનેલા આ સંવિધાનની યાદગીરીરૂપે 26 નવેમ્બરને સમગ્ર દેશમાં સંવિધાન ગૌરવ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. શ્રી અનિલભાઈ પટેલે જણાવ્યું હતું કે ડૉ. આપણું સંવિધાન માત્ર અનેક કલમોની જ સંગ્રહ નથી. આપણું સંવિધાન એ હજારો વર્ષોની ભારતની મહાન પરંપરા, અખંડ ધારા, અને એ ધારાની અભિવ્યક્તિ છે. ડૉ. બાબા સાહેબ આંબેડકરે આપણને ખૂબ મોટી ભેટ આપી છે. તેને આપણે સદા- સર્વદા એક ગ્રંથ નહિ પણ જીવંત એકમ તરીકે યાદ કરતા રહીશું.
શ્રી કે.સી. પટેલે બાબાસાહેબ આંબેડકરના વિચારો તેમજ બંધારણીય મૂલ્યો અંગે વિગતવાર સંવાદ કરતા કહ્યું હતું કે ભારત એક બંધારણિય લોકશાહી પરંપરા છે. પ્રત્યે રાજકીય પક્ષોનું પોતાનું પણ એક ઘણું મહત્વ છે. વર્તમાન સમયમાં જ્યારે રાજનીતિક પક્ષ પોતાની જાતે, પોતાના લોકશાહી ચરિત્રને ગુમાવી દે છે, જે પક્ષ જાતે લોકશાહી ચરિત્ર ગૂમાવી ચૂક્યા છે તે લોકશાહીની રક્ષા કેવી રીતે કરી શકશે? તેઓએ કોંગ્રેસની પરિવારવાદ અને વારસાગત રાજનીતિ પરંપરાની ઝાટકણી કાઢતા કહ્યું કે પરિવાર માટે પક્ષ અને પરિવાર વડે પક્ષની નીતિ જાહેર જીવનમાં અત્યંત ઘાતક છે. યોગ્યતાના આધારે જનતાના આશીર્વાદથી કોઈપણ પરિવારમાંથી એકથી વધુ લોકો રાજનીતિમાં આવે તેનાથી પક્ષ પરિવારવાદી બની જતો નથી, પરંતુ જે પક્ષ પેઢી દર પેઢી એક જ પરિવાર ચલાવતો રહે, પાર્ટીની તમામ વ્યવસ્થાઓ આ પરિવાર પાસે જ રહે તે સ્વસ્થ લોકશાહી વ્યવસ્થા માટે સંકટ ઊભું કરી શકે છે. અને
અંતમાં શ્રી કે.સી.પટેલે આ પ્રસંગે સંવિધાનમાં વિશ્વાસ કરનારા લોકો, સંવિધાનને સમજનારા લોકો અને સંવિધાન પ્રત્યે સમર્પિત તમામ નાગરિકો પાસેથી જાગૃતિ લાવવા અને નવી પેઢીને આ ઘટનાઓથી અવગત કરાવવા અનુરોધ કર્યો હતો. આ તકે પ્રબુદ્ધ નાગરિકો ઉપરાંત પ્રદેશ ભાજપના આગેવાનો, જિલ્લા ભાજપા મહામંત્રીશ્રીઓ, સમાવિષ્ટ મંડળના હોદેદારો, અગ્રણીશ્રીઓ, સંગઠનના પદાધિકારીઓ, નગરસેવકો, કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતાં.