ગુજરાતમાં પ્રદેશ પ્રમુખની ચૂંટણી માટે ચૂંટણી અધિકારી તરીકે ભુપેન્દ્ર યાદવની નિમણૂંક
અમદાવાદ
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને મોટી જવાબદારી સોંપાવામા આવી છે. વિજય રૂપાણી પાડોશી રાજ્ય રાજસ્થાનના ભાજપ અધ્યક્ષ માટે ચૂંટણી પ્રક્રિયા હાથ ધરશે.રાજસ્થાનના રિટર્નિંગ ઓફિસર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.ગુજરાતમાં પ્રદેશ પ્રમુખની ચૂંટણી માટે ચૂંટણી અધિકારી તરીકે ભુપેન્દ્ર યાદવની નિમણૂંક કરવામાં આવી છે.ગુજરાતમાં જ નહીં પરંતુ દેશભરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા નવા સંગઠનની રચનાનું કામ ચાલી રહ્યું છે. આ માટે ભારતીય જનતા પાર્ટીએ દેશભરમાં રાજ્ય ભાજપ અધ્યક્ષોની પસંદગી કરવા માટે 29 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના ચૂંટણી અધિકારીઓની નિમણૂંક કરી છે.દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણી પૂર્વે ભાજપનું સંગઠન માળખું વધુ મજબૂત બને તે માટેની વિશેષ જવાબદારી સોંપવામાં આવી છે. દિલ્હીમાં ગુજરાત પેટર્નથી કમળ ખીલવવા માટે બૂથ લેવલથી કામ કરવાની જરૂર છે, જેના માટે વિજય રૂપાણીને મહત્વની જવાબદારી સોંપાઈ છે.