અમદાવાદ
પ્રજા શક્તિ ડેમોક્રેટિક પાર્ટીના ગુજરાત પ્રદેશના સંગઠન મંત્રી તરીકે જયપ્રકાશ ઠાકરની નિમણૂંક કરવામાં આવી છે. જય પ્રકાશ ઠાકરે કહ્યું કે પાર્ટીએ મારામાં વિશ્વાસ મૂકી મને આ જવાબદારી સોંપવા બદલ મારા રાજકીય ગુરુ, ગુજરાતના લોકપ્રિય નેતા અને ભૂતપૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા બાપુ, રાષ્ટ્રીય અધ્યક્ષ ડૉ. રાજેન્દ્રસિંહ રાઠોડ તથા પ્રદેશ અધ્યક્ષ દાંતા નરેશ મહારાણા રિદ્ધિરાજસિંહજી પરમારનો ખૂબ ખૂબ આભાર માનું છું.અને મને સંગઠનના કામમાં હંમેશા પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સાથ સહકાર આપનારા સૌ વડીલો, આગેવાનો, સાથી મિત્રો તથા સૌ કાર્યકરો-શુભેચ્છકોનો પણ હૃદયથી આભાર માનું છું. મને મળેલી આ જવાબદારીમાં લોકોનો સાથ સહકાર મળશે તેવી આશા રાખું છું.