ગુજરાતમાં બેકારીનો ગ્રાફ ધડાધડ ઉંચો જઇ રહ્યો છે .ત્યારે રાજ્ય સરકાર સમક્ષ અનેકવાર રજૂઆત કરવા છતાં ભરતી કરવાના નામે મીંડુ જાેવા ઘાટ છે આવો ત્યારે શાળા-કોલેજ મા ગ્રંથાલય, ગ્રંથપાલ, અને જે વાંચવાનું મહત્વ હતું તે હવે સરકારની ઉદાસીનતાના કારણે નેસ્તાનાબૂદ થઈ રહ્યું છે. ગુજરાતમાં શિક્ષણની કથળતી દપનીય આ સ્થિતિમાં અનેક વર્ષના ગાળામાં શાળા-કોલેજમાં છેલ્લા ૨૩ વર્ષથી ગ્રંથપાલની ભરતી કરી નથી. ક્યારે વાંચે ગુજરાત, વાંચશે ગુજરાત, રમશે ગુજરાત તમે ક્યાંથી રમશે ?મેદાન છે ? વાંચશે ગુજરાત,ક્યાંથી વાંચશે ? ગ્રંથપાલ છે ? ૧૬૨ તાલુકામાં ગ્રંથ પાલ જ નથી , ત્યારે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા કેન્દ્રીય શિક્ષણ મંત્રી અને ેંઈઝ્ર ના ચેરમેન શ્રી ને ગ્રંથપાલની ભરતી માટે રૂબરૂ મુલાકાત કરી ગુજરાતના અનેક બેરોજગાર ગ્રંથકારોએ મંદિર નાની છે.ગુજરાતમાં મહિલા ગ્રંથપાલોને ૭૯ મુ આવેદન આપ્યું હતા શાળા, કોલેજાેમાં ગ્રંથપાલ ની ભરતી ન કરતા વડાપ્રધાન સમક્ષ રજૂઆત કરવા દિલ્હી જવાની પણ તડામાર તૈયારી કરી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.
ભરતી થવાની છે, ફક્ત વાતોના વડા, ક્યારે ૧૨૨ મહિના થયા અને દસ વર્ષથી અવરિત રજૂઆત, અને ભૂતકાળમાં મંત્રીઓ જે વાત કરતાં તે લટકતા ગાજર જેવી રહી છે ત્યારે ગુજરાતના બેરોજગાર ગ્રંથપાલો દ્વારા શિક્ષણ મંત્રી અને નાણામંત્રી અને છેલ્લા ૨૩ વર્ષથી ખાલી પડેલી ગ્રંથપાલ ની જગ્યા ભરવા માટે આવેદન પત્ર આપ્યું હતું ત્યારે શિક્ષણ નું સર સુધારવાની જે વાતો સરકાર કરી રહી છે તે ક્યાંથી સુધરશે ? આવનારા દિવસોમાં સરકાર વહેલી તકે ભરતીની પ્રક્રિયા કરે, બાકી આવનારા દિવસોમાં ૭૯ મી રજૂઆત પ્રધાનમંત્રી સરકાર સમક્ષ ગુજરાત ગ્રંથપાલ ડૉ. મહેશ .કે. સોલંકી,ડો. ભારતી વાઝા દ્વારા કરવામાં આવશે તેવી અખબારી યાદી માં જણાવ્યું છે.
છેલ્લા ૨૩ વર્ષથી રાહ જાેઇ રહેલા ગ્રંથપાલોની ધીરજ ખૂટી, ૧૨૦ માસ અને દસ (૧૦) વર્ષથી ગ્રંથપાલોની રજૂઆત પરંતુ ભરતી ન કરી બીજી તરફ ગુજરાતની શૈક્ષણિક સરકારી સંસ્થાન નાંMHRD રીપોર્ટસ પ્રમાણેNIRF માં ૧ થી ૨૦૦ માં ગુજરાતની એકપણ સરકારી કોલેજને સ્થાન મળ્યું નથી.ખાનગી શાળા, કોલેજ અને યુનિવર્સીટીમાં અતિ અધતન ગ્રંથાલયો હોય છે, જયારે ગુજરાતની સરકારી શાળા, કોલેજમાં ગ્રંથાલય અને ગ્રંથપાલોનાં કોઈ જ ઠેકાણા નથી . સરકારી શાળા, કોલેજમાં અભ્યાસ કરતા બાળકોને ગ્રંથાલયની જરૂર ન પડે? માટે ગરીબ ઘરનાં વિદ્યાર્થીઓGPSC,UPSC જેવી પરીક્ષામાં પાસ નથી થતા. વિશ્વના વિકશિત દેશોના પાયામાં શિક્ષણનું સ્થાન પ્રથમ હોય છે, શિક્ષણ થકી જ્ઞાન પ્રાપ્ત થાય છે, જ્ઞાન મેળવાવ નું માધ્યમ ગ્રંથાલય છે અને યોગ્ય સમયે, યોગ્ય માહિતી થકી જ્ઞાન પ્રાપ્ત થાય છે, અને વાચક નો સમય બચાવવા ગ્રંથાલયમાં ફરજીયાત ગ્રંથપાલની આવશ્કતા રહે છે. વિશ્વની સૌથી મોટી ગ્રંથાલય “લાયબ્રેરી ઓફ કોંગ્રેસ “ અમેરિકાની છે, તેના ગ્રંથપાલની વરણી અમેરિકાના પ્રમુખ કરે છે અને સપથ લેવડાવે છે. તો આપણે સમજી શકીએ વિકસિત દેશોમાં ગ્રંથપાલનું મહત્વ કેટલું હશે. અહીં ગુજરાતમાં છેલ્લા ૨૫ વર્ષથી રાજ્યની અનુદાનિત શાળામાં ગ્રંથપાલની ભરતી થઇ નથી, શિક્ષણ મંત્રી અને મુખ્યમત્રી જયારે ખાનગી શાળા અને કોલેજાેમાં ગ્રંથાલયના ઉદ્ઘાટન કરે ત્યારે ખુબ આનંદ થાય છે, પરંતુ આજ સુધી કોઈ સરકારી શાળા, કોલેજની ગ્રંથાલયનું ઉદ્ધાટન કરતા દેખાયા નથી ત્યારે ખુબ જ દુઃખ થાય છે રાજ્યના ૭૦% ગરીબ વિદ્યાર્થીઓ સરકારી શાળા, કોલેજમાં આભ્યાસ કરે છે, ત્યાં ગ્રંથપાલ કે ગ્રંથાલયો નથી.
“તત્કાલીન મુખ્યમંત્રી અને અત્યારના પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીનું મહત્વાકાંક્ષી અભિયાન ‘વાંચે ગુજરાત’જે ૨૦૧૦ થી શરૂ કરવામાં આવ્યુ છે એમાં પણ ગ્રંથપાલોની સંપૂર્ણપણે અવગણના કરવામાં આવી રહી છે.”
માટે ૧૦૦% અભિયાન નિષ્ફળ નીવડ્યું અને માત્ર કાગળ પર જ છે. રાજ્યની મોટાભાગની જાહેર ગ્રંથાલયમાં સ્ટાફ વગર ચાલે છે બીજી બધા રાજ્યો જેવાં કે મધ્યપ્રદેશ, રાજેસ્થાન, દિલ્હી, બિહાર, યુ.પી, તમિલનાડુ, અસમ, પંજાબ, ગ્રંથપાલની જગ્યાઓ પુરા વેતનથી ભરવામાં આવી છે અને ગુજરાત રાજ્યોમાં પણ છેલ્લા અઢી દાયકાથી સમયસર ગ્રંથપાલોની ની નિમણુંક કરવામાં આવી નથી ત્યારે ગ્રંથાલય અને માહિતી વિજ્ઞાનનાં સ્નાતકો, અનુસ્નાતકો અને પી.એચ.ડી.ની ડિગ્રી ધરાવતાં વિદ્યાથીઓએ રોજગારી માટે હવે અન્ય રાજ્યો તરફ પ્રયાણ કરવાની ફરજ પડી છે. શું આ જ છે ગુજરાત મોડલ? ,