સે.૨૪ ના ઈન્દ્રનગરના ગેરકાયદે કતલખાના તેમજ લાયસન્સ વિનાની મટનની દુકાન આ બાબતે એ સેક્ટર ૨૯ માં આવેલ કાયદેસર મટનની દુકાન ના લાયસન્સ દારો એ અગાઉ કલેકટર, મુખ્યમંત્રી સુધી ગેરકાયદે દુકાનો બંધ કરાવવા રજૂઆત કરી હોવાના પુરાવા મળ્યા છે.
સ્થાનિક પોલીસ તંત્ર ત્યાં મહાનગરપાલિકા અગાઉ નોટિફાઇડ એરિયાના ભષ્ટ્ર કર્મચારીઓ ને કારણે ફૂલી ફાલી મોટો થયેલા ગેરકાયદે કતલખાના ગાંધીનગર શહેર મહાનગરપાલિકા માં પરિવર્તન થવા છતાં સેક્ટર૨૪ ઇન્દીરાનગર મા ગેરકાયદે કતલખાના ધમધમી રહ્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ગાંધીનગરના સેકટર-૨૪માં સરકારી જગ્યા પર દબાણ કરીને માથાભારે તત્વો દ્વારા ઘણા વર્ષોથી મટન માર્કેટ અને કતલખાના મોટા પ્રમાણ માં ધમધમી રહ્યા છે આ વિસ્તારમાં મોટેભાગે શ્રમિક વર્ગના લોકો રહેતા હોય અગાઉ પણ આ ગેરકાયદે કતલખાના બાબતે રહીશો દ્વારા લેખિત રજૂઆત કરવામાં આવેલ તેમજ શહેરની હિન્દુ સંસ્થાઓ દ્વારા ઉપર સુધી રજૂઆતો કરવામાં આવેલ તે સમયે થોડા સમય માટે આ કતલખાના બંધ થયેલ પણ ત્યારબાદ સ્થાનિક પોલીસના વહીવટી દારો દ્વારા જેવી રીતે દારૂની હેરાફેરી કરતા બુટલેગરો સાથે સાઠગાંઠ કરી હપ્તા કોરી થી વ્યવહાર ચલાવે છે તે મુજબ આ સ્થળે આવેલા કતલખાનાના માલિકો સાથે સાઠગાંઠ કરી લેતા આજદિન સુધી આ કતલખાનાની હાટડિઓ ચાલુ જ રહી છે. અગાઉ સ્થાનિક લોકોએ સરકારી જમીન ઉપર મટન માર્કેટ તેમ જ ગેરકાયદે કતલખાના બંધ કરાવવા રજૂઆત કરેલ તે સમયે આ કતલખાનાનો આગેવાન ગણાતા શખ્સે મટન કાપવાના છરાઓથી ખૂની હુમલો કરીને ભગેસ દાદાજી માજીરાણા ને લોહી લુહાણ કરી દીધો હતો જે અંગેનો કેસ હાલ કોર્ટમાં ચાલુ છે તે સમયે ૩૦૭ ના ગુનામાં પણ સ્થાનિક પોલીસે તોડ પાણી કરીને ગુન્હેગારોની ગુનાહિત તરફદારી કરી હતી. જાેકે તે સમયે શહેરની હિન્દુવાદી સંસ્થાઓના હોદ્દેદારોએ ભારે ઉહાપોહ કરતા તે ખાટકી ઉપર પાસાની કાર્યવાહી થયેલ હતી. આ હુમલો ૨૦૧૪માં પોતાની દુકાનના પડોશી સાથે પિતા-પુત્રએ જે બાબતનો કે સાલ ગાંધીનગર સેસન્સ કોર્ટમાં પેન્ડિંગ છે. નોંધનીય છે કે આ માથાભારે શખ્સો થી અહીં રહેતા હિન્દુ લોકો ભારે ભયભીત આ સ્થિતિમાં જીવી રહ્યા છે. હાલ ૧૫ થી વધુ ગેરકાયદેસર મટન ની દુકાનો ધમધમી રહી છે જેથી સેક્ટર૨૪ ના રહી છે.આ અંગે કલેકટર શ્રી અને મેયરને લેખિત રજૂઆત કરી છે આ મટન ની દુકાન ચલાવતા દુકાનદારો મટન ના હાડકા નો કચરો ગટરોમાં ઠાલવતાં હોવાથી અહીંના રહીશો ના ઘરની ગટરો વારંવાર ઉભરાઈ જતી હોવાથી બારેમાસ રોગચાળો રહીશો વેઠી રહ્યા છે સ્થાનિકોના જણાવ્યા અનુસાર જાહેર પાણી ના નળ તોડીને તેની ઉપર ગેરકાયદે દુકાનો પણ પ્રાણી બાંધી છે પણ આવી ગેરરીતો ઓ હોવા છતાં અગણ્ય કારણોસર આ ગેરકાયદેસર મટન ની દુકાનો ત્યાં કતલખાના ચાલી રહ્યા છે.