ગાંધીનગરના ધોળાકુવાના વ્યાજખોરોના ત્રાસથી દવા પીને શ્રમજીવીનો આપઘાતનો પ્રયાસ

Spread the love

ગાંધીનગરના ધોળાકુવાના શ્રમજીવીએ જુના બાઈક લે વેચનો ધંધો શરૂ કરવા 30 હજાર દસ ટકા વ્યાજે લીધા હતા. જેની સામે 60 હજાર ચુકવી દીધા હોવા છતાં બે વ્યાજખોરો પઠાણી ઉઘરાણી ઉઘરાણી કરીને મારી નાખવાની ધમકીઓ આપી ત્રાસ આપતા હતા. જેનાં પગલે કંટાળીને શ્રમજીવી એ ફિનાઈલ પીને આપઘાતનો પ્રયાસ કરતા ઈન્ફોસિટી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ગાંધીનગરના ધોળાકુવા રામદેવનગરમાં રહેતો રજની બાબુભાઇ મેઘવાલ છૂટક મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. ગઈકાલે બપોરે સમયે તે ઘરે હાજર હતો. એ વખતે જગદીશ મારવાડી, દિનેશ ભરવાડ તેમજ અન્ય એક ઈસમ ઘરે જઇને રજનીને આપેલા પૈસાના વ્યાજની ઉઘરાણી કરી માથાકૂટ કરવા લાગ્યા હતા.

મારવાડી વાસમાં પહોંચેલા વ્યાજખોરો બિભત્સ ગાળો બોલી રજનીને જાનથી મારી નાખવાની ધમકીઓ પણ આપવા લાગ્યા હતા. આમ વ્યાજની ઉઘરાણી માટે ઉપરોક્ત બંને શખ્સો પઠાણી ઉઘરાણી કરીને ત્રાસ આપતા હોવાથી રજનીને માઠું લાગ્યું હતું. અને તેણે ફિનાઈલ ગટગટાવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેને ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.

આ બનાવની જાણ થતાં ઈન્ફોસિટી પોલીસ સિવિલ પહોંચી હતી. અને રજનીની પૂછતાંછ કરતાં તેણે જુના બાઇક લે-વેચનો ધંધો શરૂ કરવા વર્ષ 2018 માં જગદીશ મારવાડી પાસેથી 30 હજાર દસ ટકા વ્યાજે લીધા હતા. જે પેટે ટુકડે ટુકડે 60 હજાર જેટલી રકમ ચૂકવી દીધી હોવા છતાં જગદીશ તેને અને તેના પરિવારને ધાકધમકી આપી વ્યાજની ઉઘરાણી કરતો રહેતો હતો. આ અંગે રજનીની ફરીયાદના આધારે ઈન્ફોસિટી પોલીસે ઉક્ત બંને શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com