આજના સમયમાં લગ્નને લઈને એવી એવી ઘટનાઓ બની રહી છે કે લોકો લગ્ન કરતા પહેલા હવે બે ચાર વિચાર કરી રહ્યાં છે. અમુક બનાવોમાં તો સુહાગરાતના દિવસે જ એવી હકિકતો સામે આવતી હોય છે કે, આપણને વિશ્વાસ પણ ન આવે. કહેવાય છે કે, આ સંબંધ એવો છે જે એકબીજાના ભરોસા પર ચાલતો હોય છે, પરંતુ અહીં આજે અમે તમને એક ઘટના વિશે જણાવી રહ્યાં છીએ કે જ્યાં લગ્ન થતા જ દુલ્હને એવો કાંડ કર્યો કે તમે જાણીને ચોંકી જશો. ઉત્તર પ્રદેશના મેરઠ જિલ્લામાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં એક દુલ્હને લગ્ન પછી તરત જ મોટું કૌભાંડ સર્જી દીધું. 40 વર્ષના યુવક લગ્ન થતા ન હતા. આ દરમિયાન યુવકે તેના મિત્રને પોતાની દુઃખની આ વાત કરી. આ પછી કુશીનગરમાં રહેતા મિત્રએ તેને લગ્ન કરાવી આપશે એવું વચન આપ્યું અને થોડા દિવસો પછી તેને એક યુવતીનો ફોટો મોકલ્યો. મેરઠના રહેવાસી યુવકને યુવતી ગમી ગઈ હતી. આ પછી મિત્રએ યુવકને કુશીનગર બોલાવ્યો અને પછી તેના મિત્રએ જિલ્લાના નૌરંગિયા પોલીસ સ્ટેશન વિસ્તારના એક મંદિરમાં યુવતી સાથે લગ્ન કરાવી દીધા. પરંતુ લગ્નની વિધિના થોડા સમય બાદ જ નવપરિણીત વહુએ ચકચાર મચાવી દીધી હતી.
મેરઠના રહેવાસી વીરેન્દ્રના લગ્ન થઈ રહ્યા ન હતા. આ દરમિયાન તેણે તેના મિત્ર સંદીપને કહ્યું. વીરેન્દ્રના કહેવા મુજબ સંદીપે તેને લગ્ન કરવાનું વચન આપ્યું હતું. તેમજ એક લાખ રૂપિયાની વ્યવસ્થા કરવા જણાવ્યું હતું. સંદીપે વીરેન્દ્રને એક છોકરીનો ફોટો મોકલ્યો. વીરેન્દ્રને છોકરી ગમી જતાં સંદીપે તેને પોતાના શહેરમાં બોલાવ્યો હતો. ગત રવિવારે વીરેન્દ્રએ દુર્ગા મંદિરમાં યુવતી સાથે સાત ફેરા લીધા હતા અને હિંદુ રીતિ-રિવાજ મુજબ લગ્ન કરી લીધા હતા. યુવતી ટોયલેટ જવાના બહાને ગઈ અને તેની પાછળ એક પછી એક બધા ત્યાંથી ભાગી ગયા. યુવતી લાખો રૂપિયાની રોકડ, દાગીના અને કપડાં લઈને ભાગી ગઈ હતી. ઘટનાની જાણકારી મળ્યા બાદ વરરાજા ફરિયાદ લઈને પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. હાલ પોલીસ રોકડ, દાગીના અને કપડાં લઈને ફરાર થયેલી દુલ્હનને શોધવામાં વ્યસ્ત છે. આ સમગ્ર પ્રકરણમાં મુખ્ય કાવતરાખોરની ભૂમિકા ભજવનાર વ્યક્તિની પણ શોધ ચાલી રહી છે. આ કેસ અંગે પોલીસ સૂત્રોએ જણાવ્યું છે કે આ કોઈ ગેંગ હોઈ શકે છે. આ લોકોએ અન્ય લોકોને નિશાન બનાવ્યા હોવાની પણ શક્યતા છે. પોલીસે દાવો કર્યો છે કે આ મામલો ટૂંક સમયમાં ઉકેલાઈ જશે.