GJ-1, GJ-18 નું ક્યારે ખોદકામ બંધ ન થાય ચાલુ ને ચાલુ જ રહે
ઘણીજ જગ્યાએ મેટ્રોનું કામ શરૂ ન થયું હોય અને ૧૫ દિવસથી રોડ, રસ્તા બંધ કરી દેતાં રહીશોની હાલત કફોડી થઇ ગઇ છે, ફરી-ફરીને જવાનું અને પેટ્રોલના ધુમાડા કરવાના, ત્યારે કામ શરૂ ન થયું હોય અને બિનજરૂરી બેરીકેટેડ મૂકી દેવાથી અનેક લોકોને પરેશાની વધી છે.
GJ-18 મહાનગર પાલિકામાં સામાન્ય રીતે શાસક અને વિપક્ષ એક મુદ્દા પર સહમત થતા હોય તેવું બનતું નથી. પરંતુ શહેરમાં છેલ્લાં ઘણા સમયથી મેટ્રો રેલ પ્રોજેક્ટ ચાલી રહ્યો છે, તેને કારણે દુકાનદારો, રાહદારીઓ અને આ રહેવાસીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ બાબતે શાસક અને વિપક્ષે એક થઇને બેજવાબદાર અધિકારીઓ સામે પસ્તાળ પાડવી જાેઇએ.
GJ-18 શહેર માટે મેટ્રો રેલ પ્રોજેક્ટ ભવિષ્યમાં આર્શાવાદ રૂપ પુરવાર થવાનો છે, કારણે કે GJ-18 એવું શહેર છે જ્યાં ટ્રાફીકની મોટી સમસ્યા છે. મેટ્રોને કારણે ટ્રાફીકની સમસ્યા થોડી હળવી થઇ શકે છે. પરંતુ GJ-18 મહાનગર પાલિકાના ય્ત્ન-૧૮માં ૨ કોરિડોર પર ૬થી વધારે જગ્યાએ પ્રોજેક્ટની કામગીરી ચાલી રહી છે. લાંબા રૂટ પર અધિકારીઓ આડેધડ કામગીરી કરી રહ્યા હોવાથી આ વિસ્તારમાં રહેતા લોકો, દુકાનદારો, આ રસ્તા પરથી પસાર થતા લોકો બધાએ મુશ્કેલીનો સામનો કરવો પડે છે.નગરજનોનું કહેવું છે કે આડેધડ ખોદકામ કરી દેવામાં આવે છે અને બિનજરૂરી બેરિકેડ મુકી દેવાને કારણે પ્રજાને હાલાકી ભોગવવી પડે છે. રહીશોએ તો ત્યાં સુધી કહી દીધું કે, મુશ્કેલી કોને કહેવાય એ સમજાવવા માટે આ અધિકારીઓના ઘરની બહાર જ બેરિકેડ લગાવી દો, તો તેમને ખબર પડશે કે શું હાલત થાય છે. બેરિકેડ લગાવી દેવાને કારણે દર્દીઓને દવાખાને લઇ જવામાં ફરી ફરીને જવું પડે છે, તંત્રને આ મામલે દરમિયાનગીરી કરવાની વિનંતી પણ મંડળોએ કરી છે.મેટ્રો પ્રોજેક્ટનો સવાલ ઉભો હોઇ નગરસેવક કરતું નથી, મેટ્રો કંપનીના કેટલાંક અધિકારીઓની અણઆવડતને અને બેજવાદારીને કારણે ગોકળ ગતિએ કામ ચાલી રહ્યું છે. રાજમાર્ગ સહિતના કેટલાંક વિસ્તારામાં લોકોના રોજગાર પડી ભાંગ્યા છે.
મહાનગર પાલિકાના કમિશ્નર ય્સ્ઇઝ્રઝ્રના અધિકારીઓ સાથે બેઠક કરીને અને શક્ય તેટલા રૂટ પરથી બેરિકેડ દુર કરવાની અને કામગીરીને સેફ સ્ટેજ પર લઇ જવાની તાકીદ કરવી જાેઇએ તેવી પણ માંગ ઉઠવા પામી છે.આવનારા દિવસોમાં એટલે કે ત્રણ મહિના બાદ વરસાદની સિઝન શરૂ થશે ત્યારે શું? સચિવાલયથી લઇને અમદાવાદ જતાં અનેક જગ્યાએ બ્રિઝ, અને મેટ્રોના કામ ચાલી રહ્યા છે, લોકોના ધંધા, રોજગાર ઠપ્પ થઇ ગયા છે, નાના રસ્તામાંથી વાહનો પસાર કરીને ફરી-ફરીને લઇ જવા પડે છે,