અબોલ જીવોનું કતલખાનું? ભૂખથી લઈને ગંદકી,બીમારીથી મૃત્યુ
ગુજરાતનું કહેવાતું GJ-18 ખાતે મનપા દ્વારા જે ઢોરોને પકડવામાં આવે છે, તેની કફોડી હાલત છે, રોજબરોજ બે ઢોર અહીંયા મરી જાય છે, ક્ષમતા કરતા વધારે ઢોરો ભરી દેતા બીમારીથી લઈને અનેક ઉદ્ભવ છતાં તંત્ર જાેવા આવતું નથી, કતલખાનું કાપી નાખે એ ના કહેવાય, પણ ભૂખ, બીમારી, ગંદકી, થી બીમાર થઈને મરી જાય એ રીતનું કતલખાનું મનપાનું બન્યું છે ત્યારે મેયર, ડેપ્યુટી મેયર, ચેરમેન શ્રી ને ભાવભર્યું આમંત્રણ નહીં પણ દુઃખ ભર્યું આમંત્રણ સાથે GJ-18 મનપાનું જે ઢોર વાડો છે, કે કતલખાનું તેની તપાસ કરાવો હમણાં જ બે દિવસ પહેલા આઠથી વધારે ઢોરો બીમાર પડી ગયા અને રાતોરાત પાંજરાપોળમાં મોકલી દેવાયા હતા ત્યારે આ આઠ જેટલા ઢોરો ને બીમારી શેની થઈ, ત્યારે કદાચ પાંજરાપોળ પહોંચતા જ બે જેટલા ઢોરો તો મરી ગયા હશે, ત્યારે આજરોજ સવારે એક ગાય ઢોર વાડામાં મૃત્યુ પામી હતી ત્યારે આ ગાયને જેસીબી થી ખેંચીને લઈ જવામાં આવી હતી.
ગૌ માતાની વાતોના વડા કરતાં અનેક લોકો અહીંયા આ મહાનગરપાલિકાનું કતલખાનું જાેવા પધારો કેવી ગાયોની હાલત છે, અહીંયા ગાય આવી એટલે જીવતી આવશે કે કેમ ? તે યર્થાત પ્રશ્નો ઉદભવી રહ્યો છે, ગુજરાત સરકાર દ્વારા કરોડોની ગ્રાન્ટ આપવા છતાં વિકાસ અને કામના નામે મીંડુ તો આ ઢોર વાળો શું વ્યવસ્થિત બનાવો, ત્યારે અબોલ જીવ એવા શ્વાનોની હાલત કફોડી છે, ભલે શ્વાનોને ભોજન આપવામાં આવતું હોય પણ ભૂખથી કણસતા હતા, ત્યારે સૌથી વધારે સ્થિતિ સ્ફોટક હોય તો તે ઢોરવાડા ની હતી, જ્યાં કચરો, ગંદકી ,ક્ષમતા કરતાં વધારે ગાયો, અને બીમાર ન હોવા છતાં અહીંયા આવી એટલે બીમાર પડી જાય ત્યારે ગૌશાળામાં કેટલી ગાયો મોકલવામાં આવી ? તે ૬ મહિનાનું લિસ્ટ ભેગું કરો, તથા કેટલી ગાયો અહીંયા મૃત્યુ પામી તો આંકડો ભલે છુપાવે પણ ચોકાવનારો છે, ત્યારે GJ-18 મનપાનો ઢોરવાડો કે પછી કતલખાનું ?
અબોલ જીવોની ભારે દુર્દશા, સૌથી વધારે કફોડી હાલત હોય તો તે ગાયોની છે, ગાયો રોજબરોજ એકાદ બે વિકેટ પડી જાય છે, અને બીમારીના કારણે મૃત્યુ પામી રહી છે, લંમ્પી રોગના કારણે કેટલી મૃત્યુ પામી તે મનપા પાસે આંકડો છે, ખરો ? તસવીરમાં ગાય મૃત્યુ પામેલ જે JCB થી ખેંચીને લઈ જવામાં આવી હતી.
એક સાથે આઠ ગાયો પાંજરાપોળ બીમાર હતી તેને કેમ મોકલવામાં આવી? બીમાર એકદમ કેવી રીતે પડી ગયું ? ગાયોને એવી દુર્દશામાં મૂકવામાં આવે છે, જેથી મૃત્યુ પામે, અથવા બીમાર ગંભીર પડી જાય, મેયર, ચેરમેન, ડેપ્યુટી મેયર, નગર સેવકોને ભાવભર્યુ આમંત્રણ છે, આવો જુઓ, ગાયોના દુર્દશા….