સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા ચોટીલા ગામમાં માતાજી ચામુંડા બિરાજમાન છે અને માતાજી ચામુંડાને 64 જોગણીઓના અવતારમાં એક માનવામાં આવે છે. અહીં હજારો શ્રદ્ધાળુ માતાજીના દર્શન કરવા માટે ચોટીલાનો ડુંગર ચડીને આવતા હોય છે.અને આ મંદિરમાં હજાર જેટલા પગથિયાં આવેલા છે.કહેવાય છે કે હજારો વર્ષ પહેલા આ જગ્યાએ ચંડ અને મુંડ નામના બે રાક્ષસો હતા.
જેવો અહીંના આજુબાજુના લોકોને ખૂબ એટલે ખૂબ હેરાન કરતા હતા અને ત્રાસથી બચાવવા માટે ત્યાંના ઋષિમુનિઓએ આધ્યા શક્તિની આરાધના કરી
અને એ બે રાક્ષસનો વધ કરવા માટે પૃથ્વી પર મહાશક્તિરૂપી મહાશક્તિ ચામુડા નામથી માતાજી પ્રસન્ન થયા.ચામુડા માતાજીનું વાહન તો સિંહ છે અને અહીં કહેવાય છે કે દરરોજ રાત્રે મંદિરની રક્ષા કરવા માટે સાક્ષાત માતાજી આવે છે
અને એટલા માટે સાંજે 7:00 વાગ્યા પછી આ મંદિરમાં કોઈ રહેતું નથી મતલબ કે ખુદ પૂજારી પણ ડુંગરની નીચે ઉતરી જાય છે અને માતાજીની મૂર્તિ સિવાય રાત્રે ડુંગર પર કોઈ રહેતું નથી અને માતાજીની રક્ષા કરવા સાક્ષાત કાળભૈરવ મંદિર બહાર ચોકી કરે છે એવું પણ લોકો દ્વારા સાંભળવામાં આવ્યું છે.