ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહના પરિણામે શિક્ષણ વ્યવસ્થામાં રહેલી મોટી ખામીઓને ઉજાગર કરી : કોંગ્રેસ મીડિયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનીષ દોશી 

Spread the love

ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મીડિયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનીષ દોશી

ગત વર્ષ ૬૪ શાળા અને આ વર્ષે માત્ર ૨૭ શાળાનું ૧૦૦ ટકા પરિણામ : ધોરણ ૧૨ વિજ્ઞાનપ્રવાહમાં A1 ગ્રેડમાં ગત વર્ષે ૧૯૬ વિધાર્થીઓ , આ વર્ષે માત્ર ૬૧ અને A2 ગ્રેડમાં ગત વર્ષે ૩૩૦૩ વિધાર્થીઓ , આ વર્ષે માત્ર ૧૫૨૩

અમદાવાદ

ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહના પરિણામ એ રાજ્યની શિક્ષણ વ્યવસ્થામાં રહેલી મોટી ખામીઓને ઉજાગર કરી રહી છે તે અંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મીડિયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ રાજ્યના શિક્ષણ વિભાગ ઉપર કર્યા આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે ધોરણ ૧૨ વિજ્ઞાનપ્રવાહમાં ગત વર્ષ ૬૪ શાળા અને આ વર્ષે માત્ર ૨૭ શાળાનું ૧૦૦ ટકા પરિણામ આવ્યું છે. A1 ગ્રેડમાં ગત વર્ષે ૧૯૬ વિધાર્થીઓ , આ વર્ષે માત્ર ૬૧ તેમજ A2 ગ્રેડમાં ગત વર્ષે ૩૩૦૩ વિધાર્થીઓ , આ વર્ષે માત્ર ૧૫૨૩ વિદ્યાર્થીઓ આવ્યા છે. રાજ્યની શાળાઓમાં લાંબા સમયથી શિક્ષકોની ખાલી જગ્યા, વર્ગખંડમાં ઘટતું શિક્ષણ કાર્ય, રાજ્ય સરકાર દ્વારા શિક્ષકો પાસેથી શિક્ષણ સિવાયની પ્રવૃત્તિઓ માટે ફરજના લીધે શિક્ષણ વ્યવસ્થા પર પડી રહી ગંભીર અસરો, ધોરણ ૧૨ના પરિણામ તે શિક્ષણ વ્યવસ્થામાં રહેલી મોટી ખામીઓની પોલ ખોલી રહી છે. છેલ્લા 10 વર્ષનું સૌથી ઓછામાં ઓછું પરિણામ,1,10,042 ઉપસ્થિત ઉમેદવારો પૈકી 38,063 નાપાસ થયા, A ગ્રુપ એટલે કે મેથેમેટિક્સ ગ્રુપ માં ઉપસ્થિત 40,352 પૈકી 11,217 વિદ્યાર્થીઓ નાપાસ થયા , B ગ્રુપ એટલે કે બાયોલોજી ગ્રુપ માં ઉપસ્થિત 69,820 પૈકી 26,834 વિદ્યાર્થીઓ નાપાસ થયા , પ્રથમ વાર એવું બન્યું કે A ગ્રુપ કરતા B ગ્રુપ નું પરિણામ 10.56 % જેટલું ઓછું આવ્યું, 38,063 નાપાસ વિદ્યાર્થીઓ પૈકી,ત્રણ વિષયમાં નાપાસ વિદ્યાર્થીઓની સંખ્યા 17,902,ચાર વિષયમાં નાપાસ વિદ્યાર્થીઓની સંખ્યા 7925,પાંચ વિષયમાં નાપાસ વિદ્યાર્થીઓની સંખ્યા 2032 .આટલા બધા નબળા પરિણામ માટેના જવાબદાર કારણો વિદ્યાર્થી અને વાલીઓ ટ્રેડિશનલ એજ્યુકેશન સિસ્ટમથી વિમુખ થઈ રહ્યા છે. દેખાદેખીમાં સ્કૂલોનું મહત્વ ખૂબ ઘટાડી દેવામાં આવ્યું છે.

મોટાપાયે કોમ્પિટીટીવ એક્ઝામ જેવી કે JEE અને NEET નું માર્કેટિંગ કરવામાં આવે છે. તમામ પોતાના દીકરા દીકરીને ડોક્ટર બનાવાય ઈચ્છે છે અથવા IIT માં જ પ્રવેશ મેળવવા ની ઈચ્છા ધરાવે છે. જે તે વિષયનું પાયાનું જ્ઞાન મેળવ્યા સિવાય સીધું જ વિદ્યાર્થીઓને MCQ ની પ્રેક્ટિસ પર ચડાવી દેવામાં આવે છે, જેથી વિદ્યાર્થીની વિગતવાર મુદ્દાસર લખાણ લખવાની આવડત પર ભયંકર ક્ષતિ પહોંચી છે.હોશિયાર વિદ્યાર્થી પણ ભાષા અને કોમ્પ્યુટર તથા પ્રેક્ટીકલ જેવા વિષયને નજર અંદાજ કરે છે જેથી આ વર્ષે માત્ર 61 જેટલા વિદ્યાર્થીઓ જ A1 ગ્રેડ સાથે અને 1523 વિદ્યાર્થીઓ જ A2 ગ્રેડ JEE અને NEET જેવી પરીક્ષાઓનો અભ્યાસક્રમ ધોરણ 11 અને 12 બંનેનો હોવાથી આ પરીક્ષાઓની ચિંતામાં ધોરણ 12 ના અભ્યાસક્રમ પર પૂરતું ધ્યાન આપી શકાતું નથી.JEE અને NEET પરીક્ષાની તૈયારી કરાવતા નેશનલ કોચિંગ ઇન્સ્ટિટયૂટ અને કેટલાક લોકલ કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ એ સ્કૂલોના પ્રિન્સિપાલ અને સંચાલકો સાથે મળીને Dummy school નું કલ્ચર ઊભું કર્યું છે, આ વિદ્યાર્થી શાળાએ જતો જ નથી અને તેને તમામ પ્રકારની સુવિધા ઉપલબ્ધ કરાવી આપવામાં આવે છે.પોતાના સ્વાર્થ માટે વિદ્યાર્થીને પાયાથી તૈયારી કરાવવાના બદલે મોટા મોટા સપના બતાવી મસ્ મોટી ફીઓ વસૂલીને આવા કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ પરિણામ બાદ છૂટી પડે છે અને વિદ્યાર્થી અને વાલી નો ઘાટ બાવાના બેઉ બગડ્યા જેવો થાય છે.જો તમામ વિષયનું પાયાનું જ્ઞાન શાળાકીય સ્તરે યોગ્ય રીતે આપવામાં આવે તો વિદ્યાર્થી કોઈપણ પ્રકારના ટ્વિસ્ટેડ પ્રશ્નોનો જવાબ આપી કોઈપણ કોમ્પિટીટીવ એક્ઝામમાં સફળતા પ્રાપ્ત કરે જ, જે હાલના તબક્કે થતું નથી.JEE અને NEET જેવી પરીક્ષાઓની તૈયારી ક્યારેય બોર્ડના ભોગે ન જ થાય. ધોરણ 12 ની બોર્ડની માર્કશીટ આજીવન અગત્યની છે, એટલી સાદી વાત વિદ્યાર્થીઓ અને વાલીઓ સમજી શકતા નથી.પ્રવેશ પરીક્ષાની તૈયારી બોર્ડની સાથે હોય તેના ભોગે નહીં, એ ઝડપથી સમજવું જ રહ્યું.

તમામ વિદ્યાર્થીઓ ડોક્ટર કે એન્જિનિયર બનવા જ સર્જાયેલ નથી, વિજ્ઞાન પ્રવાહના ફિઝિક્સ અને કેમેસ્ટ્રી જેવા અન્ય વિષયો પર અને પ્યોર સાયન્સમાં પણ ખૂબ સારી કેરિયર બનાવી શકાય છે, તે બાબત પણ ધ્યાને લેવી જોઈએ.અંતે એક વિદ્યાર્થી તેના જીવનકાળનો જાગ્રત અવસ્થામાં સૌથી વધુ સમય જ્યાં પસાર કરે છે તે સ્થળ એ તેની સ્કૂલ છે અને તે ક્યારેય Dummy ન હોઈ શકે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com