ચૂંટણી પ્રચારના પડઘમ શાંત, હવે ઘેર ઘેર મુલાકાત લેતી વખતે એક સાથે વધુમાં વધુ પાંચ વ્યકિત જઈ શકશે

Spread the love

લોકસભાની ચૂંટણી પ્રચાર અંતિમ તબક્કામાં ચાલી રહ્યો છે. આજે રવિવારે સાંજે છ વાગ્યાથી ચૂંટણી પ્રચારના પડઘમ શાંત થઈ જશે. લોકસભાની ચૂંટણીના ત્રીજા તબક્કાનું મતદાન ગુજરાતમાં પણ થવાનુ છે. ગુજરાતમાં લોકસભાની 25 બેઠકો પર ચૂટણી યોજાવાની છે. ત્યારે આજે ભાજપે રાજ્યભરમાં બાઇક રેલીનું આયોજન કર્યુ છે. અમદાવાદમાં અમિત શાહના સમર્થનમાં બાઈક રેલી યોજવામાં આવી છે.

આ સાથે સુરતમાં પણ સી.આર પાટીલ અને હર્ષ સંઘવીએ બાઇક રેલી યોજી છે જેમા મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા છે.

લોકસભા ચૂંટણી પહેલા નેતાઓ પ્રચાર માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. અમદાવાદમાં પણ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ માટે પૂરજોશમાં પ્રચાર કરાઈ રહ્યો છે. અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં અમિત શાહના સમર્થનમાં બાઈક રેલી યોજાઇ છે. ઘાટલોડિયા મતવિસ્તારમાં કેસરિયા બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યુ છે. મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ બાઈક રેલીમાં જોડાયા છે.

સુરતના મજુરા વિધાનસભામાં પણ બાઇક રેલી યોજવામાં આવી હતી. આ રેલીમાં હર્ષ સંઘવી અને સી. આર પાટીલની સાથે પણ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા હતા. આ દરમિયાન હર્ષ સંઘવીએ વાહનચાલકોની મુશ્કેલીને પણ ધ્યાને લીધી હતી. પોતાનો રથ રોકાવીને વાહન ચાલકોને પહેલા જવા દીધા હતા. હર્ષ સંઘવીની બાઈક રેલીને લઈને ટ્રાફિક પોલીસ દ્વારા રસ્તો બંધ કરવામાં આવ્યો હતો.સુરત ઉપરાંત મહેસાણામાં પણ બાઇક રેલી યોજવામાં આવી છે.

રાજકોટમાં પણ પ્રચારના અંતિમ દિવસે ભાજપની બાઈક રેલી યોજાઇ હતી. શહેરના બહુમાળી ચોક ખાતેથી વિશાળ બાઈક રેલી નીકળી હતી. શહેરના જિલ્લા પંચાયત ચોકથી લઈને શહેરના મુખ્ય માર્ગો પર બાઈક રેલી જવાની છે. ભાજપના ઉમેદવાર પરસોતમ રૂપાલાના સમર્થનમાં બાઈક રેલી યોજવામાં આવી છે.

ચૂંટણી પ્રચાર માટે જે-તે મતવિસ્તારમાં તે મતવિસ્તારની બહારથી આવતા રાજકીય ફંકશનરીઓ, પક્ષના કાર્યકરો, રેલી ફંકશનરી, પ્રચાર ફંકશનરીઓ વગેરે, કે જેઓ તે મતવિસ્તારના મતદારો નથી, તેઓએ ચૂંટણી પ્રચારનો સમય પૂર્ણ થયા બાદ એટલે કે તા.5 મેના સાંજે છ વાગ્યાથી તે મતવિસ્તારમાં હાજર રહી શકશે નહીં. શહેર-જિલ્લા માટે જાહેરનામું પ્રસિદ્ધ કરી મતદાન પુરુ થવા માટે નિયત થયેલ સમય સાથે પૂરા થતા 48 કલાકના સમયમાં ચૂંટણી સંબંધિત કોઈપણ જાહેરસભા કે સરઘસમાં એકત્રિત કરવા આયોજન કરવા કે સંબોધન કરી શકાશે નહીં.

ચૂંટણી પ્રચાર કરવા ઉપર પ્રતિબંધ શરૂ થયા બાદ સાંજે 6 વાગ્યા બાદથી ચૂંટણી પ્રચાર માટે ઘેર ઘેર મુલાકાત લેતી વખતે એક સાથે વધુમાં વધુ પાંચ વ્યકિત જઈ શકશે. પક્ષના કાર્યકરો / નેતાઓ જેના પર પક્ષનું પ્રતિક હોય તેવી ટોપી, મફલ૨ ૫હેરી શકશે પરંતુ બેનર પ્રદશત કરી શકશે નહી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com