અમદાવાદના એસ જી હાઇવે ઉપર એક લક્ઝરિયસ કાર ચાલકે અકસ્માત સર્જી 9 લોકોને મોતના ઘાત ઉતાર્યા. મોડી રાત્રે ડમ્પર અને થાર વચ્ચે અકસ્માત થયો હતો. અકસ્માતમાં મદદ કરવા પહોંચેલા લોકોને પાછળથી કાર ચાલકે અકસ્માત કરતા 12 લોકોને સારવાર માટે સોલા સિવિલ લઇ જવા પડ્યા હતા. જો કે ઘટના સ્થળે જ 9 લોકોના મોત નિપજ્યા હતા, જયારે એકનું સારવાર દરમિયાન મોત નિપજ્યું. ત્રણ વ્યક્તિઓની સ્થિતિ નાજુક થતા તેમને અન્ય હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા. જો કે જેમના મોત નિપજ્યા હતા. તેમાંથી એક વ્યક્તિની ઓળખ થઇ શકી ન હતી. પાછળથી તેની ઓળખ ટ્રાફિક પોલીસ કર્મી તરીકે થઇ. આમ 9માંથી 3 પોલીસ કર્મીઓ છે. જો કે રાજ્ય સરકારે મૃતક પરિવારને સહાય માટે 4 લાખ રૂપિયાની મદદની પણ જાહેરાત કરી છે, પણ પરિવારજનો આર્થિક સહાયને બદલે ન્યાયની માંગણી કરી રહ્યા છે. મૃતકના પરિવારજનોની માંગણી છે કે અમારે પૈસા નહીં ન્યાય જોઈએ છે. શું 4 લાખમાં અમારો 20 વર્ષનો દીકરો પરત આવશે. આવતો હોય તો અમે સરકારને 8 લાખ આપીશું.