ગુજરાત સરકારે રાજ્ય પોલીસ વિભાગમાં મોટો ફેરફાર કર્યો છે. તાજેતરમાં IPS અધિકારીઓની એક મહત્વની બદલી (IPS Officers Transfer) અને નિમણૂકોના આદેશ જારી કરવામાં આવ્યા છે,જેમાં સિનિયર અધિકારીઓને કી પોસ્ટ પર નવી જવાબદારીઓ સોંપવામાં આવી છે. આ બદલીઓ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા, ગુપ્તચર વિભાગ, ક્રાઇમ બ્રાન્ચ અને શહેરી પોલીસની કાર્યક્ષમતા વધારવા માટે કરવામાં આવી છે.
IPS અધિકારીઓની બદલી (IPS Officers Transfer)
ડૉ. શમશેર સિંહ તાજેતરમાં BSFમાંથી પ્રિમેચ્યોર રિપેટ્રિએશન પછી ગુજરાત કેડરમાં પરત ફર્યા હતા. અગાઉ બદલીની (IPS Officers Transfer) રાહ જોતા હતા, પરંતુ હવે તેમને ડિરેક્ટર, સિવિલ ડિફેન્સ તરીકે નિમણૂક આપવામાં આવી છે. સાથે જ તેઓને કમાન્ડન્ટ જનરલ, હોમ ગાર્ડ્સનો વધારાનો ચાર્જ પણ સોંપાયો છે. આ પોસ્ટ્સ રાજ્યની આપત્તિ વ્યવસ્થાપન અને આંતરિક સુરક્ષા માટે અત્યંત મહત્વની છે.
અશોક કુમારનું ગાંધીનગર CID ઇન્ટેલિજન્સ IGP તરીકે ટ્રાન્સફર. આ પોસ્ટ રાજ્યના ગુપ્તચર અને ઇન્ટેલિજન્સ કાર્યોને મજબૂત બનાવશે.ગગનદીપ ગંભીરનું ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલનો વધારાનો ચાર્જ સોંપાયો છે, જે રાજ્યના વિવિધ પોલીસ કાર્યોનું મોનિટરિંગ અને સુધારણા માટે જવાબદાર છે.ગૌતમકુમાર પરમારનું ગાંધીનગર CID ક્રાઇમ IGP તરીકે ટ્રાન્સફર. આ બદલી (IPS Officers Transfer) ક્રાઇમ બ્રાન્ચને વધુ અસરકારક બનાવશે.રાઘવેન્દ્ર વત્સનું અમદાવાદ રેન્જ IGP તરીકે નવી જવાબદારી. અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં કાયદો અને વ્યવસ્થા જાળવવામાં મહત્વની ભૂમિકા ભજવશે.
નીલેશ જાજડિયાનું વડોદરા શહેર JCP (જોઇન્ટ કમિશનર ઓફ પોલીસ) તરીકે ટ્રાન્સફર.
દીપકકુમાર મેઘાણીનું ACB અમદાવાદમાં જોઇન્ટ ડિરેક્ટર તરીકે ટ્રાન્સફર. ભ્રષ્ટાચાર વિરોધી કાર્યવાહીને વેગ મળશે.
મહેન્દ્ર બગરિયાનું સુરત શહેર સેક્ટર-2 એડિશનલ CP તરીકે ટ્રાન્સફર (IPS Officers Transfer)
હિતેશકુમાર જોયસરની ગાંધીનગર DIG ઇન્ટેલિજન્સ-1 તરીકે નિમણૂક.
ડૉ. તરુણ દુગ્ગલની અમદાવાદ એડિશનલ કમિશનર ઓફ પોલીસ તરીકે નિમણૂક.
ચૈતન્ય માંડલિકની રાજકોટ શહેર એડિશનલ CP તરીકે નિમણૂક.
બિપિન આહિરેને IG સાયબર સેન્ટર ઓફ એક્સલન્સમા મુકાયા
પી.એલ. મલની ACBમાં એડિશનલ ડાયરેક્ટર તરીકે બદલી (IPS Officers Transfer)
નરેન્દ્ર ચૌધરીની સ્ટેટ IBમાં બદલી
એ.જી.ચૌહાણની JCP ટ્રાફિક અમદાવાદમાં બદલી
આર. વી અસારી ભાવનગર રેન્જ IG બન્યા
કે.એન.ડામોરની CID ક્રાઇમમાં બદલી
મકરંદ ચૌહાણ કાયદો અને વ્યવસ્થા ગાંધીનગર DIGP
વિધિ ચૌધરી DIGP ગોધરા રેન્જ
વિશાલ વાઘેલા DIGP સ્ટેટ મોનીટરીંગ સેલ
લીના પાટીલ પ્રિન્સીપાલ કરાઈ તાલીમ શાળા
નિર્લિપ્ત રાય રાજકોટ રેન્જ IG
સરોજ કુમારી DIG જેલ વડોદરા
રાજેન્દ્રસિંહ ચુડાસમા DIGP જૂનાગઢ
આર પી બારોટ DIGP જેલ અમદાવાદ
જી.એ.પંડ્યા DIGP જેલ રાજકોટ
આર ટી શુશ્રા સ્પેશિયલ બ્રાન્ચ અમદાવાદ
સુધા પાંડે DIGP હથિયારી એકમ વડોદરા
સુજાતા મજમુદાર DIGP હથિયારી એકમ ગાંધીનગર
સુધીર દેસાઈ એડિશનલ કમિશનર વડોદરા શહેર
બલરામ મીણા સ્પેશિયલ કમિશનર સુરત
કરણરાજ વાઘેલા JCP ક્રાઈમ સુરત
એસ વી પરમાર જેસીપી ટ્રાફિક સુરત
એ એમ મુનિયા DIGP કોસ્ટલ સિક્યુરિટી
મયુર પાટીલ DCP ઝોન 8 અમદાવાદ
વાબાંગ ઝમીર ને વેઇટિંગ ફોર પોસ્ટિંગ રખાયા






