
દરેક વ્યક્તિને જીવનનો આત્મસંતોષ એટલે પોતાની માલિકીનું ઘરનું ઘર હોવુ. ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા ઘરવિહોણા લોકોને પોતાનું ઘર મળે એવા ઉમદા આશયથી ગાંધીનગર મહાનગરપાલિકાનાં વિવિધ વિસ્તારોમાં પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી)૨.૦ અંતર્ગત માર્ગદર્શન ઓનલાઈન રજિસ્ટ્રેશન કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે. તારીખ ૧૦/૦૨/૨૦૨૬ મંગળવારનાં રોજ ગાંધીનગર મહાનગરપાલિકાનાં વોર્ડ નં.-૩ માં શ્રી બાપા સીતારામ મઢુલી, સેક્ટર -૨૪ ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજના કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતુ. જેમા કાઉન્સીલર શ્રી અંકિત અશ્વિનકુમાર બારોટ, શ્રી ભરતભાઈ મનજીભઈ ગોહિલ, શ્રીમતી દિપીકાબેન સવજીભાઈ સોલંકી તેમજ શ્રીમતી સોનાલીબેન ઉરેનભાઈ હાજર રહેલ. આયોજીત કેમ્પમાં અંદાજીત ૫૦૦ જેટલા અરજદારશ્રીઓ ઉપસ્થીત રહયા હતા. જેઓનું સ્થળ પર ઓન લાઈન રજીસ્ટ્રેશન કરવામાં આવેલ તેમજ ખુટતા દસ્તાવેજી પુરાવાઓ તૈયાર કરીને રજીસ્ટ્રેશન કરાવવા માટે સંપુર્ણ માર્ગદર્શન આપવામાં આવેલ.