અમદાવાદ પશ્વિમ લોકસભા સાંસદ દિનેશ મકવાણા અને એલિસબ્રિજના ભાજપના ધારાસભ્ય અમિત પી . શાહે પણ અભિનંદન પાઠવ્યા
અમદાવાદ
ભાજપના અમદાવાદ શહેર પ્રમુખ પ્રેરક શાહ દ્વારા વાસણા વોર્ડના યુવા મોરચોના મહામંત્રી તરીકે દેવર્ષ શાહની નિમણૂંક કરવામાં આવી છે.ભારતીય જનતા પાર્ટી, કર્ણાવતી મહાનગર દ્વારા આપને વોર્ડ યુવા મોરચા મહામંત્રી બનાવવા બદલ અમદાવાદ પશ્વિમ લોકસભા સાંસદ દિનેશ મકવાણા આપને અનંત અનંત અભિનંદન સહ શુભેચ્છા પાઠવે છે. દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને દેશના ગૃહમંત્રી અમીત શાહ,રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીન,ગુજરાતના યશસ્વી મુખ્યમંત્રીભૂપેન્દ્ર પટેલ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા તથા કર્ણાવતી મહાનગરના અધ્યક્ષ પ્રેરકભાઈ શાહે આપના પર મૂકેલ વિશ્વાસ બદલ,હું શીર્ષસ્થ નેતૃત્વનો આભાર માનું છું.
ભાજપ શહેર પ્રમુખ પ્રેરક શાહ દ્વારા વાસણા વોર્ડના યુવા મોરચોના મહામંત્રી તરીકે દેવર્ષ શાહની નિમણૂંક થવા બદલ એલિસબ્રિજના ભાજપના ધારાસભ્ય અમિત પી . શાહે પણ અભિનંદન પાઠવ્યા છે.
ભાજપના સંગઠનને મજબૂત બનાવી વિકાસ કાર્યોમાં ખુબજ પ્રગતિશીલ કામગીરી કરશો, તેવી શુભકામનાઓ પાઠવું છું.કર્ણાવતી મહાનગરની અને ગુજરાતની વિકાસ યાત્રાને નવી ઉર્જા આપતાં અને “રાષ્ટ્ર પ્રથમ“ના મંત્ર સાથે સંગઠન શક્તિને વધુ મજબૂત બનાવવાના સંકલ્પ સાથે, ભાજપના વિકાસ કાર્યોમાં જ્યાં પણ આપને યોગ્ય જણાય ત્યાં સહકાર આપવાની સંપૂર્ણ પ્રતિબદ્ધતા દર્શાવી હતી.


