
ભગવાન શ્રી સ્વામિનારાયણના આધ્યાત્મિક અનુગામી પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના આશીર્વાદ અને પ્રેરણાથી બીએપીએસ શ્રી સ્વામિનારાયણ મંદિર – રાયસણ ખાતે મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવના દ્વિતીય દિવસ – મહિલા દિને મેયરશ્રી મીરાબેન પટેલે હાજરી આપી હતી.
આ અવસરે મેયર શ્રી એ જણાવ્યું હતું કે મંદિર માત્ર આસ્થા અને ભક્તિનું કેન્દ્ર નથી, પરંતુ સમાજમાં સંસ્કાર, સેવા અને સદાચારના મૂલ્યોને મજબૂત બનાવવાનું પવિત્ર સ્થાન છે.
મેયરશ્રી એ વધુમાં જણાવ્યું હતું કે બીએપીએસ સંસ્થા વર્ષોથી સમાજ સેવા, શિક્ષણ, આધ્યાત્મિકતા અને માનવતાના કાર્ય દ્વારા વિશ્વભરમાં ભારતીય સંસ્કૃતિનો મહિમા વધારી રહી છે. આ નવા મંદિર દ્વારા રાયસણ વિસ્તરણ અને ગાંધીનગરના નગરજનોને આધ્યાત્મિક શાંતિ, સાંસ્કૃતિક સંસ્કાર, અને સામાજિક એકતા માટે એક ઉત્તમ સ્થાન પ્રાપ્ત થશે.