કોરોનાની સંક્રમણ અને વાયરસથી બચવા આ મુદ્દા ધ્યાને રાખો

Spread the love

કોરોના વાયરસ (કોવિડ-19) રોગના સંક્રમણને તમારા ઘરની અંદર સુધી આવતા અટકાવવા માટે આટલી કાળજી રાખવી ખૂબ જ જરૂરી છે. ઘરના દરેક સભ્યો આ સુચનાઓનું ચુસ્તપણે  પાલન કરીઍ તથા ઘરના વડીલો અને મહિલાઓની ખાસ કાળજી રાખીઍ.

(1) બજારમાં ખરીદી કરવા જતી વેળાઍ હંમેશા માસ્ક, રૂમાલ કે દુપટ્ટાથી મોં તથા નાકને બરાબર ઢાંકીને જ ઘરની બહાર નીકળો. બહાર પહેરવાના પગરખા/સ્લીપર ચપ્પલ જુદા રાખો. અને તે ચપ્પઍલને ઘરની બહાર જ રાખો. દુકાનદાર કે અન્ય કોઇપણ વ્યકિત સાથે 6 ફૂટ જેટલું સલામત અંતર રાખો. ઘરની બહાર કોઈપણ વસ્તુઓને બિનજરૂરી સ્પર્શ કરવું કે અડકવું નહી. ઘરની બહાર હોઈઍ ત્યારે ચહેરાને હાથ વડે અડકવું નહી. ઘરની બહાર જઈઍ ત્યારે નાનું (70 ટકા આલ્કોહોલ યુક્ત) સેનીટાઈઝર હંમેશા સાથે રાખો. અને કોઈપણ શંકાસ્પદ ચીજવસ્તુને અડી ગયાનું લાગે કે જરૂર જણાય કે તરત જ સેનીટાઈઝર વડે હાથ સાફ કરી લો. ખરીદી કરેલ વસ્તુઓ શરીરથી દૂર રાખો. પ્લાસ્ટિક બાસ્કેટ/ડોલ સાથે રાખી શકાય તો ઉત્તમ, કે જેથી દરેક ખરીદી અડક્યા વિના સીધા તેની અંદર જ મૂકી દેવાય.

જો તમારે ઍટીઍમ માંથી પૈસા ઉપાડવાના હોય તો તેના કી-બોર્ડને પહેલાં સેનિટાઈઝ કરો અને ઍટીઍમ કાર્ડને પણ ઉપયોગ બાદ સેનીટાઈઝ કરો. કામ વગર બિનજરૂરી બહારજવાનું ટાળો. જો તમને શરદી કે ખાંસી ન હોય તો, ઘરમાં માસ્ક, રૂમાલ કે દુપટ્ટાથી મોં તથા નાક ઢાંકી રાખવું જરૂરી નથી.

(2) બજારમાં નાણાકીય વ્યવહાર કરતી વખતે આટલી કાળજી રાખો. ચલણી નોટ, સિકકાથી કોરોના વાયરસ ફેલાઇ શકે છે. નોટ, સિકકાની લેતી દેતી નિવારીઍ. બને ત્યાં સુધી ઈલેકટ્રોનીક પધ્ધતિ (પે-ટીઍમ, જી-પે, ભીમ-ઍપ  કે તમારી બેંકની ઍપ) થી નાણાકીય વ્યવહાર કરો. જે ખરીદી કરવાની હોય તેટલા પુરતી રકમની ચલણી નોટથી જ ખરીદી કરી દુકાનદાર પાસેથી ચલણી નોટ-સિકકા પરત લેવાનું ટાળો. જો ચલણી નોટ લેવાનો પ્રસંગ થાય તો તે હાથમાં જ રાખી ઘરે આવી, નીચે રાખેલ નોટની બંને બાજુ ઉપર ઈસ્ત્રી ફેરવી જંતુમુકત કરવાનું ઘરના અન્ય સભ્યને જણાવો. ચલણી સિકકાને (70 ટકા આલ્કોહોલવાળું) સેનીટાઈઝર સાબુ પાણીથી સાફ કરો. તે બાદ તમારા બંને હાથોને સાબુ અને પાણીથી બરાબર રીતે સાફ કરો.

(3) જાહેર સ્થળોઍ લિફ્ટ–દાદરાઓનો ઉપયોગ વખતે લિફ્ટનો ઉપયોગ ટાળો. શક્ય હોય ત્યાં સુધી દાદરાનો ઉપયોગ કરો. દાદરા-સીડી ચડતી વેળા, રેલીંગ કઠેડાનો સ્પર્શ ના કરો. લિફ્ટનો ઉપયોગ અનિવાર્ય હોય ત્યારે, લિફ્ટના બટનને સીધું સ્પર્શ કર્યા વિના, આંગળી ઉપર ટીસ્યુ પેપર કે કાગળ રાખી બટન દબાવો. ઉપયોગે લીધેલ ટીસ્યુ પેપર કે કાગળ લિફ્ટ માંથી બહાર નિકળ્યા બાદ તુરંત જ કચરા પેટીમાં નાંખી દો. લિફ્ટમાં અંદર દીવાલોને ટેકો ના લેવો, અડવું નહીં. લિફ્ટમાં સાથેના અન્ય લોકોથી સલામત અંતર જાળવો.

(4) ઘરે પરત આવો ત્યારે ઘરનું બારણું જાતે ન ખોલો. ઘરના અન્ય સભ્યને અંદરથી બારણું ખોલવા જણાવો. બહારથી લાવેલ માલ-સમાન, નિશ્ચિત કરેલ જગ્યા (ટેબલ– કે બોક્ષ) ઉપર જ મુકો. સીધા બાથરૂમમાં જઈ હાથ અને મોં, સાબુ અને પાણીથી (ઓછામાં ઓછુ વીસ સેકંડ) સુધી બરાબર રીતે ધોવા. કપડા, ડીટરજન્ટવાળા પાણીમાં બોળી દો. જો બહુ ભીડવાળી જગ્યાઍ ગયા હોવ તો સાબુથી શરીર ઘસીને સ્નાન કરવું. બહાર ઉપયોગે લીધેલ સ્લીપર, ડીટરજન્ટ વાળા પાણીમાં નાખી સાફ કરવા.

(5) ઘરે મુલાકાતીઓ આવે ત્યારે અથવા પ્લમ્બર, ઈલેકટ્રીશીયન, ઘરકામવાળા વગેરે કોઈ પણ આવે ત્યારે  તેને તાવ કે શરદી, ખાંસી, હાંફ વિગેરે ન હોય તો જ ઘરમાં પ્રવેશ આપવો. મુલાકાતીને હાથ સેનીટાઈઝ કરવા-સાબુથી હાથ ધોવા કહેવું. તેના કામ સિવાયની કોઈપણ ચીજ – વસ્તુ ન સ્પર્શે તે માટે તેને જણાવવું ધ્યાન રાખવું. જે વસ્તુને સ્પર્શ કર્યો હોય તે તમામને સેનીટાઈઝ કરવા/સાબુ પાણીથી સાફ કરવા.

(6) ઘરને સ્વચ્છ, ચેપ મુક્ત રાખવા માટે ઘરની ફર્શ દરરોજ 2 ટકા ડીટરજન્ટ અથવા 0.2 ટકા લાઇઝોલા ડેટોલ કે 3 ટકા સેવલોન પ્રવાહીથી પોતું કરી સ્વચ્છ રાખવી.ઘરના મુખ્ય દરવાજાનું હેન્ડલ, ડોરબેલ દિવસમાં ઓછામાં ઓછા બે વાર સેનિટાઇઝ કરવા.

(7) રસોઈ-સામગ્રી અને રસોઈ ઘરને સ્વચ્છ, ચેપ-મુકત રાખવા માટે રસોઈ વાસણ સામગ્રીને વાસણ ઘસવાના સાબુ પ્રવાહીથી ધોઈ સ્વચ્છ રાખવા.

(8) કપડા સ્વચ્છ, ચેપ-મુકત રાખવા માટે જયારે પણ બહારથી પરત આવો કે તુરંત જ કપડા ડીટરજન્ટ વાળા પાણીમાં બોળી દો. ટોવેલ તથા ઉપયોગમાં લેવાતા ઘરના કપડા વિગેરે પણ નિયમિત રીતે સાબુથી ધોઈ સ્વચ્છ રાખો.

(9) હાથ, સ્વચ્છ, ચેપ-મુકત રાખવા માટે હાથ અને મોં સાબુ અને પાણીથી (ઓછામાં ઓછું) વીસ સેકંડ સુધી બરાબર રીતે ધુઓ. હથેળી, કાંડુ અને આંગળીઓ અને તેની વચ્ચેની જગ્યાઓ, નખ બધું સાબુ પાણી વડે બરાબર રીતે ધુઓ. 70 ટકા આલ્કોહોલ યુક્ત સેનીટાઈઝરથી પણ હાથ સ્વચ્છ રાખી શકાય.

(10) શાકભાજી તેમજ ફળોને સ્વચ્છ, ચેપ-મુકત રાખવા માટે પ્રવર્તમાન સંજોગોમાં, ફળો-શાકભાજી ઉપયોગમાં લેતાં પહેલાં, સુવ્યવસ્થિત રીતે સ્વચ્છ કરવા જરૂરી છે. શાકભાજીના પ્રકાર ધ્યાને લેતાં, તેને હુંફાળા ગરમ પાણીમાં ખાવાનો સોડા નાંખી તેમાં અથવા સાબુના પાણીમાં (જે યોગ્ય હોય તે મુજબ) રાખી, બરાબર ઘસી સાફ કરવું. ઉપર મુજબ ધોયેલ શાકભાજી, ફળો તે બાદ નળના સાદાપાણી નીચે ચોખ્ખાં સાફ કરવા. તે બાદ જ તેને રેફ્રીજરેટર સાચવણી માટે મુકવા.

(11) દૂધ સાચવવા સ્વચ્છ, ચેપ-મુકત રાખવા માટે દૂધની કોથળી સાબુ પાણી-ડીટરજન્ટવાળા પાણીથી બરાબર સ્વચ્છ કરો. તે પછી દૂધની કોથળી નળના સાદા પાણીથી સાફ કરો. તે બાદ જ કોથળીમાંથી દૂધ તપેલીમાં લઇ, ઊભરો આવે ત્યાં સુધી ગરમ કરો. જો તમે દુધવાળા પાસેથી છુટક દૂધ લેતા હોય તો દૂધ વાસણમાં લેતી વેળા સલામત અંતર જાળવો. તે બાદ તુરંત જ દૂધ ઊભરો આવે ત્યાં સુધી ગરમ કરો.

(12) ખાદ્ય પદાર્થો સ્વચ્છ, ચેપ-મુકત રાખવા માટે પાણી વડે સાફ ના કરી શકાય તેવા બહારથી લાવેલ ખાદ્ય પદાર્થો ખાસ સુરક્ષિત અલાયદી જગ્યામાં 72 કલાક સુધી રાખી મુકો. પ્રવર્તમાન સંજોગોમાં દુધમાંથી બનાવેલી કોઈપણ વાનગી, વ્યંજન-સામગ્રી કે તેમાંથી બનાવેલ મીઠાઈ વિગેરે બજારમાંથી ના ખરીદો. જરૂર લાગે તે સામગ્રી ઘરે જ બનાવો.

(13) રોગપ્રતિકારક શકિત વધારો. બાળકો, યુવા, વૃધ્ધ, મહિલા કે પુરુષો તમામે શરીરને કોઈપણ રોગ સામે તંદુરસ્ત રાખવું અનિવાર્ય છે. આ માટે રોગપ્રતિકારક શકિત (ઇમ્યુનિટી) કેળવવી જોઈઍ.

નિયમિત યોગાસન, પ્રાણાયામ અને ધ્યાન માટે દરરોજ ઓછામાં ઓછી 30 મિનીટ ફાળવો. તુલસી પાન, મરી, સુંઠ, મુળેઠી, હળદરનો ઉકાળો દિવસમાં ઍક કે બે વાર લેવો. ગોળ અને લીંબુ પણ તેમાં સ્વાદ મુજબ ઉમેરી શકાય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com