ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીને લઈને 8 જેટલા કોંગ્રેસનાં ધારાસભ્યોએ રાજીનામું આપ્યા. ત્યારે બે હાથ જોડીને મત માંગતા અને ચૂંટણી જીતવા પ્રજાને પણ ઉલ્લુ બનાવતા 8 ધારાસભ્યોએ શું કોંગ્રેસની નેતાગીરીથી કંટાળીને રાજીનામું આપી દીધું? ત્યારે પ્રજામાં હવે નવો વિકલ્પ શોધવાની તૈયારી કરી લીધી હોય તેવું લાગે છે. ત્યારે આજ થી 5 વર્ષ પહેલા આપ પાર્ટી ધ્વારા ગુજરાતમાં પગપેસારો કરીને ક્વોલીટી કાર્યકરો ગોતી-ગોતીને તૈયાર કર્યા હત, ત્યારે કેજરીવાલની બ્રેક આવતા આખરે ગુજરાતમાં જે ટેમ્પો જામ્યો હતો, તે ટેમ્પો વિખેરાઈગયો હતો. ત્યારે ખરીદ અને વેચાણ ધારાસભ્યોના આ કાવાદાવાથી પ્રજા હવે કંટાળી ગઈ છે, રાજીનામું આપતા પહેલા પ્રજાને પણ પૂછવાનું નહીં, ત્યારે હવે આપ પાર્ટીમાં પાટીદાર સમાજના યુવા એવા અશ્વિન સાંકડાસારીયા આપ પાર્ટીનું સભ્યપદ ગ્રહણ કરે તેવી શક્યતા છે, ત્યારે હાર્દિક પટેલ જેવા નેતાને ખભે ફેરવીને આંદોલન ચલાવ્યું હતું.
ગુજરાતમાં હવે ત્રીજો વિકલ્પ તરીકે જે દિલ્હીમાં કરેલા કામો હવે ગુજરાતમાં દિલ્હી મોડલ બનાવવા તથા આરોગ્ય વિભાગની કોરોનામાં નબળી કામગીરી સાથે જોડાય તેવી શક્યતા સેવાઇ રહી છે.