બે 2-BHK ફ્લેટ ભેગા કરીને 4-BHK તરીકે વેચવાની કારીગરી

Spread the love

 

અફોર્ડેબલ હાઉસીંગ ઝોનમાં 90 ચો.મી.થી વધુ સાઈઝના ઘરો જ વેચી શકાતા હોવાથી પરંતુ બિલ્ડરોએ નવો રસ્તો કાઢયો: અ’વાદમાં અનેક બિલ્ડરો રેરાની ઝપટમાં આવવાની શક્યતા.

રિયલ એસ્ટેટ માર્કેટમાં હાલ મંદીનો માહોલ છે પરંતુ અમદાવાદમાં અસંખ્ય ડેવલપર્સ રેસિડેન્શિયલ એફોર્ડેબલ હાઉસિંગ ઝોન (RAH ઝોન)માં બે 2-BHK એફોર્ડેબલ હાઉસિંગ એપાર્ટમેન્ટને સિંગલ 4-BHK લક્ઝરી એપાર્ટમેન્ટ્સ તરીકે વેચી રહ્યાં છે.

જેને લઈને વિવાદ વધતા રેરા દ્વારા કાર્યવાહી કરવાનીતૈયારીઓ થઈ રહી છે.

રિયલ્ટી નિષ્ણાતો આને કોમ્પ્રિહેન્સિવ જનરલ ડેવલપમેન્ટ કંટ્રોલ રેગ્યુલેશન્સ (CGDCR)ના સ્પષ્ટ ઉલ્લંઘન તરીકે વર્ણવે છે. રેગ્યુલેશન્સ અનુસાર, આરએએચ ઝોનમાં ડેવલપર્સ માત્ર 90 ચોરસ મીટર સાઈઝના ઘરો જ એર્ફોડેબલ હાઉસીંગ કેટેગરીમાં વેચી શકે છે, જે સામાન્ય રીતે બે અથવા ત્રણ બેડરૂૂમ-હોલ-કિચન યુનિટ થાય છે.

જો કે, ઘણા ડેવલપર્સ બે 2-BHK ઘરોને જોડીને અને તેમને 4-BHK યુનિટ તરીકે માર્કેટિંગ કરીને આ નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યા છે, જે નિર્ધારિત 90 ચોરસ મીટરની મર્યાદા કરતાં વધી જાય છે. આ પ્રથા શેલા, સાઉથ બોપલ (સોબો) અને શિલાજ જેવા વિસ્તારોમાં વ્યાપક છે, જેમાં એસપી રિંગ રોડ-શહેરમાં નિયુક્ત આરએએચ ઝોન છે.
નામ ન આપવાની શરતે બોલતા એક ડેવલપરે જણાવ્યું હતું કે, આરએએચ ઝોન સહિત અમદાવાદમાં જમીનની વધતી કિંમતો અને વધતા બાંધકામ ખર્ચને ધ્યાનમાં રાખીને, અમે આરએએચ ઝોનમાં રૂૂ. 45 લાખના નિર્ધારિત પોસાય તેવા દરે મકાનો વેચી શકતા નથી.થોડા વર્ષો પહેલા, 2 અને 3 BHK એપાર્ટમેન્ટ્સ શેલા અને જજ્ઞઇજ્ઞ જેવા વિસ્તારોમાં રૂૂ. 50 થી રૂૂ. 65 લાખની રેન્જમાં ઉપલબ્ધ હતા. જો કે, હવે 2 અને 3 BHK રૂૂ. 55 લાખથી 1.20 કરોડ પ્રતિ યુનિટની રેન્જમાં છે.

પરિણામે, તેમના જેવા કેટલાક ડેવલપર્સ 4-BHK યુનિટ બનાવવા માટે બે 2-BHK યુનિટ્સ મર્જ કરી રહ્યાં છે, તેને રૂૂ. 1.25 કરોડથી 1.75 કરોડમાં વેચી રહ્યાં છે. આ પ્રાઇસ પોઈન્ટ અમુક ચોક્કસ વર્ગના ખરીદદારોને અપીલ કરે છે જેઓ શહેરની હદમાં સમાન કદના મકાનો પરવડી શકતા નથી, જ્યાં કિંમત રૂૂ. 2 કરોડથી વધુ હોય.
જ્યારે ક્રેડાઈ ગુજરાતના પ્રમુખ દિપક પટેલનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે જણાવ્યું હતું કે, અમે આરએએચ ઝોનમાં કેટલાક ડેવલપર્સ વિશે સાંભળ્યું છે કે જેઓ આ પ્રકારની ગેરરીતિ કરે છે. જ્યારે તે સંપૂર્ણપણે નિયમ વિરુદ્ધ છે, કારણ કે તે મિલકત ખરીદનારાઓને અસર કરે છે, અમે આવા ડેવલપર્સ પર કાર્યવાહી કરવા માટે ગુજરાત રેરાને પણ પત્ર લખીશું.

ગુજરેરા દ્વારા કાર્યવાહીનો અભાવ
રિયલ્ટર આ મુદ્દે ગુજરાત રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટીના નિષ્ક્રિય વલણ પર સવાલ ઉઠાવી રહ્યા છે. વિકાસકર્તાઓ ખુલ્લેઆમ આવી પ્રોપર્ટીનું માર્કેટિંગ કરે છે અને ઉદ્યોગના અંદરના લોકો અને ખરીદદારો આ પ્રથાઓથી વાકેફ હોવા છતાં, ગુજરાત RERA પરિસ્થિતિથી બેખબર દેખાય છે અને જાહેર જનતાને મોટા પ્રમાણમાં અસર કરતી બાબત પર કોઈ પણ જાતની કાર્યવાહી શરૂૂ કરી નથી.

આ પ્રકારના ફ્લેટ ખરીદનારાઓ કાનૂની ગૂંચમાં ફસાયાની શક્યતા
ટ્રેન્ડ પર ટિપ્પણી કરતાં, જાની એન્ડ કંપનીના વરિષ્ઠ સોલિસિટર પરેશ જાનીએ ઘર ખરીદનારાઓને આવી ખરીદીની કાનૂની મુશ્કેલીઓ વિશે ચેતવણી આપી હતી. જ્યારે ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલે નાગરિકોના ભલા માટે અને રાજ્યના વિકાસ માટે CGDCRમાં સારા સુધારા કર્યા છે, ત્યારે કેટલાક વિકાસકર્તાઓ અને ખરીદદારો પણ છઅઇં ઝોનમાં એક યુનિટ તરીકે બે 2BHK એપાર્ટમેન્ટ વેચીને CGDCR નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યા છે જો 4BHK તરીકે વેચાયેલા બે 2BHK એપાર્ટમેન્ટ માટે ડેવલપર અને ખરીદનાર વચ્ચે બે વેચાણ ડીડ હોય, તો પણ તેના કાનૂની વિવાદ આવશે. વધુમાં, સ્ટેમ્પ ડ્યુટી અને ૠજઝના રૂૂપમાં રાજ્ય સરકારને કરની ખોટ થવાની સંભાવના છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *