કલેકટર કોર્ટ કચેરી પાસે ખોદકામ કર્યા બાદ કોન્ટ્રાક્ટરો હાલ ગાયબ, અગવડ, તકલીફો વેઠે વકીલ કર્મચારી જેવો ઘાટ


ગાંધીનગર
રાજ્યમાં કોઈ એવો જિલ્લો તાલુકો નહીં હોય જ્યાં ખોદકામ ચાલતું ન હોય, ત્યારે ભૂંગળા નાખવા આવે કે પછી પાણીની લાઈન નાખે પણ ખોદીને જતા રહે અને પછી ૧૫ દિવસ બાદ કામ શરૂ કરે, હાલાકી પ્રજા ભોગવશે, ત્યારે આવા દ્રશ્યો શહેરમાં મોટાભાગની જગ્યાઓમાં દેખાશે, અડધી દાઢી કરીને છોડીને જતા રહેતા કોન્ટ્રાક્ટરો હેરાન પરેશાન કરવા અને અડધું કામ મૂકીને જતા રહે એટલે પછી કામ ઉપાડે પણ કોણ? ત્યારે કોર્ટ કચેરી, પાસે રસ્તો બંધ થઈ જતા મોટી હાલાકી અને ટ્રાફિકજામના દ્રશ્યો રોજબરોજ દેખાઈ રહ્યા છે, મહાનગરપાલિકા દ્વારા જયારે રોડ રસ્તા અને મુખ્ય વાહનો જે હજારો વાહનો પસાર થતા હોય ત્યાં રજાના દિવસોમાં આ કામ શરૂ કરાવવું જોઈએ, જેથી બેથી ત્રણ રજામાં કામ પૂર્ણ થઈ જાય, અને કોઈને હાલાકી ન સર્જાય, ત્યારે પાણી, ગટર, રોડ રસ્તા, ના કામ તો ચાલુ ને ચાલુ જ છે, આમાંથી છુટકારો ક્યારે?
માનવ મિત્ર