રાજ્યમાં મોટા ચેકડેમ બનાવવાની જગ્યા બચી નથી ત્યારે રાજ્યનું ઇરીગેશન વિભાગ ખેડૂતોને ટપક પદ્ધતિ અને સ્પ્રિંગલિંગ પદ્ધતિ તરફ વાળવા મોટી સબસીડી આપવા સરકાર તૈયાર થઈ છે.
રાજ્યમાં ચેકડેમ તરફ ઇરીગેશન વિભાગ ચાલી રહ્યું છે. ખેડૂતોને હવે નાછૂટકે બે પદ્ધતિમાં કામ કરવું પડશે જેથી તેઓ સારો પાક લઈ શકે. શું કહે છે રાજ્યના ઇરીગેશન વિભાગના ચીફ એન્જીનિયર ખેડૂતો જરૂર જાણી લ્યો.
ગુજરાતમાં વરસાદની પેટર્ન બદલાઈ રહી છે અને ખેડૂતોને તેની અસર પણ જોવા મળે છે, ત્યારે પાણીનો સંગ્રહ કરવો ખૂબ જ મહત્વનું બની જાય છે. સમગ્ર ગુજરાતમાં નવા ચેકડેમ બનાવાની હવે કોઈ શક્યતા ન હોવાનું ખુદ ઇરીગેશન વિભાગ માની રહ્યું છે. ત્યારે આગામી દિવસોમાં ખેડૂતો માટે હવે સિંચાઈને લઈને શું ? આ પ્રશ્ન જરૂર ઊભો થયો છે. જો કે ગુજરાત રાજ્યના ઇરીગેશન વિભાગના એડિશનલ સેક્રેટરી સાથે ઈટીવી ભારતએ ખાસ વાતચીત કરી હતી. જેમાં છેલ્લા ત્રણ વર્ષમાં બનેલા ચેકડેમ અને આગામી દિવસોમાં ખેડૂતોની માટે સરકારની નીતિઓ શું હશે ? તેના વિશે તેમણે જણાવ્યું હતું.
ભાવનગર શહેરની વિજ્ઞાનનગરીમાં પાણી બચાવો માટે વોટર ફોરમ મેનેજમેન્ટ (WMF) સાથે મળીને ખાનગી કંપનીઓ દ્વારા એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાત રાજ્યના ઇરીગેશન વિભાગના ચીફ એન્જિનિયર અને એડિશનલ સેક્રેટરી એચ યુ કલ્યાણી ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
ગુજરાત ચેકડેમ બનાવવા માટે પાયોનિયર તરીકે કામ કરે છે. ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આપણે 2001થી કરીને 1.50 લાખ જેટલા ચેકડેમો કુલ બાંધેલા છે. મોટા ચેકડેમ માટે હવે જગ્યા છે નહીં. હવે આપણે જે પણ કરવું હોય તો નાના પાયે કરવું પડશે. વરસાદ છેલ્લા પાંચથી દસ વર્ષથી સારો પડે છે. જે જગ્યા પર વરસાદ પડે છે ત્યાં પાણી રોકીએ અને ત્યાંના સ્થાનિક લોકોને લાભ આપીએ. પાણી રિચાર્જ થાય તે માટે કામ કરવું પડશે…એચ. યુ. કલ્યાણી (એડિશનલ સેક્રેટરી, ઇરીગેશન વિભાગ )
સમગ્ર ગુજરાતમાં છેલ્લા પાંચ થી દસ વર્ષથી વરસાદને પગલે ખેડૂતોની સિંચાઈની સ્થિતિ શું છે ? ત્યારે ઇરીગેશન વિભાગના એડિશનલ સેક્રેટરી એચ યુ કલ્યાણીએ આ બાબતે જણાવ્યું હતું કે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ વરસાદ થાય છે, જ્યારે ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રમાં ઓછો વરસાદ થાય છે. આથી આપણે એના માટે સુજલામ સુફલામ યોજના હેઠળ અને મહી પરિયોજના હેઠળ ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં કેનાલ મારફત પાણી લઈ ગયા છીએ. ઉનાળુ પાક લેવા માટે આપણે હાલમાં ચેકડેમો પણ ભરી રહ્યા છીએ અને તળાવો પણ ભરી રહ્યા છીએ. જેથી ખેડૂતો ઉનાળાનો પાક લઈ શકે.
ગુજરાતનો દરિયાકાંઠો 1600 કિલોમીટર લાંબો છે, ત્યારે એડિશનલ સેક્રેટરી એચ યુ કલ્યાણીએ આ બાબતે જણાવ્યું હતું કે સૌરાષ્ટ્ર વિસ્તારમાં દરિયાકાંઠો છે, ત્યાં ક્ષારની તકલીફ ઊભી થાય છે. આથી આપણે મોટા પાયે ક્ષાર અંકુશ લાવવા સ્ટ્રક્ચર તૈયાર કર્યા છે. ટાઇટલ રેગ્યુલેટર હોય, બંધારા હોય, સ્પ્રેન્ડિંગ કેનાલ હોય તે તેવા વિસ્તારમાં સરકાર દ્વારા બનાવવા માંગે છે. આખો દરિયાકાંઠો જુઓ તો ભાવનગરથી લઈને કચ્છ સુધી બંધારો, સ્પ્રેડિંગ કેનાલ બનાવ્યા છે. ખારા પાણીનું લેવલ આ વિસ્તારમાં ઘટ્યું છે અને દરિયા તરફ ખસ્યું છે. પીડીલાઈટ, અંબુજા, ટાટા જેવી કંપનીઓ સાથે મળીને ખેડૂતોમાં પ્રચાર પ્રસાર પણ કરી રહ્યા છીએ. માઈક્રો ઇરીગેશન કરો અને તેમાંથી તમે લાભ થશે. 20 કિલોમીટર પહોળાઈમાં આ વિસ્તારમાં લાભ થયો છે.
રાજ્યનું ઈરીગેશન વિભાગ માને છે કે નવા મોટા ડેમો બનાવવા માટે હવે જગ્યા રહી નથી,ત્યારે સરકાર શું કરશે ? ત્યારે ચીફ એન્જિનિયર એચ યુ કલ્યાણીએ જણાવ્યું હતું કે સરકાર નવી પોલીસી લાવી રહી છે. ટપક પદ્ધતિ અને સ્પ્રિંકલ પદ્ધતિથી કે જેથી વધુ વિસ્તાર અને પાણીની બચત કરી શકાય. ખેડૂતોને જ્ઞાન આપીએ છીએ. ખેડૂતોને મોટી સબસીડી આપવા માટે સરકાર તૈયાર છે. આપણે લિફ્ટ ઇરીગેશન સંઘ બનાવ્યું છે, તે સંઘ ખેડૂતોને મળી મંડળીઓ બનાવે છે. મંડળીઓ મારફત અમે પિયત બહારનો વિસ્તાર છે તેમાં આ પ્રકારનો લાભ આપવા માંગીએ છીએ.માઇક્રો પ્લાનિંગ જરુરી છે
ઉપરોક્ત પ્રમાણે ગુજરાતમાં 33 જિલ્લામાં ત્રણ વર્ષમાં 9 જિલ્લામાં એક ચેકડેમ બનાવવામાં આવ્યો નથી. જ્યારે 721 ચેકડેમ કુલ 6495 હેકટર જમીનમાં બનાવવામાં આવ્યા છે.
ઉપરોક્ત આંકડા પ્રમાણે જોઈએ તો પાંચ વિભાગ હેઠળ રાજ્યના દરેક વિસ્તારોમાં 538 ચેકડેમ મંજૂર કરવામાં આવનાર છે. જેમાં 68 પૂર્ણ થયા છે જ્યારે પ્રગતિ એટલે કામગીરી હેઠળ 211 છે અને 383નું આયોજન કરવામાં આવનાર છે.