સુરત પછી અમદાવાદમાં તોડબાજોનો ધિકતો ધંધો? પોલીસ રડારમાં અનેક ખંડણીખોરો
ધાર્મિક ફાળો કોર્ડવર્ડ બન્યો, સેવાના નામે મેવા, RTI બની ઇન્કમ, અમદાવાદ ખાતે બે FIR
અમદાવાદ
રાજ્યમાં આર.ટી.આઈનો કાયદો આવ્યા બાદ તેનો લોકો ગેરઉપયોગ વધારે કરી રહ્યા છે, આરટીઆઈને ઈક્રમ બનાવનારા અનેક તોડબાજોએ આમાં ઝંપલાવ્યું છે, ત્યારે સુરત ખાતે એક મહિનાથી અનેક લોકોની પર પકડો થઈ છે, બાંધકામ, રેસનીંગ કાર્ડની દુકાનોથી લઈને અનેકમાં આરટીઆઈ કરીને અખબારમાં છપાવવાની ધમકીઓ આપીને અનેક તોડબાજોની સંખ્યા પણ વધી છે, ત્યારે સુરત બાદ અમદાવાદ ખાતે આનો રેલો પ્રસર્યો છે, અમદાવાદના ભાપુનગર વિસ્તારમાં રહેતા અને રેસનીંગ દુકાન પરાવતા ભારતીબેન શિવકુમાર ટહેલાની પોતે ફરિયાદી બનીને પાંચ જેટલા પત્રકાર ઉપર ફરિયાદ કરેલ છે.
પ્રાપ્ત વિગતો અનુસાર અમદાવાદ ખાતે બે ગુના દાખલ થયેલા છે, તેમાં રેસનીંગ દુકાનેથી ધાર્મિક કાળો કોર્ડવર્ડ આવ્યો છે, ત્યારે એક થી બે લાખનો હમો માંગેલ હોય જેથી ફરિયાદીએ ગૌતમ ત્રિવેદી, પત્રકાર રાકેશ જોશી, અશોક સિંહ રાજપુત, રમેશરાવળ, જનકસિંહ નેહરા દ્વારા અમોને ધાર્મિક ફાળાના નામે પૈસા લઈ જતા પણ આપવાના બંધ કરતાં તેમણે ધમકી આપેલ કે તમે અનાજ વેચી મારો છો, કાળા બજાર કરો છો, અખબારમાં છાપીને તપાસ કરાવી તેમ હેરાન કરતા ફરિયાદ કરતા કાર્યવાહી કરવામાં આવેલ હતી.
બીજી ફરિયાદ જમાલપુરના બિલ્ડરને ગેરકાયદે બાંધકામ અંગે ડરાવીને તોડી પડાવવાની ધમકી આપીને પૂર્વ પારાસભ્યના પુત્ર સહિત છ લોકોએ રૂ. ૨૩.૬૦ લાખ ખંડણી તરીકે પડાવી લીધા હતા. તેમજ વધુ રૂપિયાની ખંડણી માંગતા બિલ્ડરે કંટાળીને છ લોકો સામે ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ધારાસભ્યના પુત્ર સહિત ૪ લોકોની પરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે. તોડબાજ અને આરટીઆઈ એક્ટિવિસ્ટ જવલિત પુર્વ ધારાસભ્ય ભુપેન્દ્ર ખંત્રીનો પુત્ર છે.
જમાલપુરમાં મોહમ્મદ ભિલાલ શેખ સિમરન ડેવલોપર્સ નામની ઑફિસ પરાવી જવલિત કન્સ્ટ્રક્શનનું કામ કરે છે. જેમાં વર્ષ ૨૦૨૦માં તેમને જમાલપુર કાચની મસ્જીદ પાસે સાનીયા રેસીડેન્સી નામથી સાઈડ બનાવવાનું કામ ચાલુ કર્યું હતું. આ દરમ્યાન આરટીઆઈ એકટિવિસ્ટ જવલીત ખંત્રીએ
વોટ્સએપ કોલ કરીને કહ્યું હતુ કે સાનીયા રેસીડેન્સીમાં જે બાંધકામ ચાલુ કર્યું છે તેમાં એએમસીમાંથી બાંધકામની મંજુરી મેળવી નથી. તમે બે માળથી વધુનું ગેરકાયદે બાંધકામ કરી રહ્યા છો. બાદમાં તેણે વોટ્સએપ પર બાંધકામના ફોટોગ્રાફસ મોકલી આપ્યા હતા.
આ ભાબતે આરટીઆઈ કરીને સાનીયા રેસીડન્સીની માહીતી મંગાવી છે જેમાં તમે બાંધકામની મંજુરી મેળવી નથી કહીને તેણે બિલ્ડરને માણેકચોક ખાતે મળવા બોલાવ્યા હતાં. જયલીતે જો તમારે ગેરકાયદે બાંધકામ બાબતે કોઈ કાર્યવાહી કરવી ના હોય તો રૂ. ૫ લાખ આપવા પડશે. કહીને ૪.૫૦ લાખ અને બીજા ૧૦ હજાર ઓનલાઈન માંગ્યા હતા. આટલું જ નહિ જવલીને બીલાલની ભહેન સિમરનનું મકાન પણ ગેરકાયદે હોવાનું કહીને રૂ. ૧.૫૦ લાખ પડાવ્યા હતા. વર્ષ ૨૦૨૩માં ફરીથી ધમકી આપીને રૂ. ૫.૫૦ લાખ પડાવ્યા હતા.
ત્યારે જવલીતે મારા જેવા બીજા પણ છે જેમને તારે સાચવવા પડશે કહીને અલ્પેશ દેસાઈને રૂ. ૨૫ હજાર અપાવડાવ્યા હતા. બાદમાં વર્ષ ૨૦૨૪માં જમાલપુર ખાતે આ બિલ્ડરને ફોન કરીને તેના મળતિયા એવા ભોગસ પત્રકાર બિલાલ લુહાર, તારૂન બેલીમ, ઈમરાન શેખ, અલ્પેશ દેસાઇ અને ભરત મહેતાએ ભેગા મળીને આ જ બિલ્ડરને ડરાવી ધમકાવી કુલ રૂ. ૨૩.૨૦ લાખ પડાવી લીધા હતા.