આઈપીએલ ક્રિકેટ ટુનમિન્ટને પગલે ગાંધીનગરમાં પણ સટ્ટાની પ્રવૃત્તિ વધી છે ત્યારે ગાંધીનગર શહેરના સેક્ટર ૧૧માં આવેલા મેદાનમાં ઓનલાઈન ક્રિકેટ સટ્ટો રમતા સેક્ટર ૭ના વૃધ્ધને પોલીસે ઝડપી લીધા હતા અને તેની સામે જુગારધારા હેઠળ ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. રાતો રાત રૃપિયા કમાવવા માટે હાલના યુવાની ક્રિકેટ સટ્ટાની પ્રવૃત્તિમાં સંકળાયેલા છે ત્યારે આઈપીએલ ક્રિકેટ ટુનર્નામેન્ટ શરૃઆત થતાની સાથે જ ગાંધીનગરમાં પણ ઠેક ઠેકાણે સટ્ટાની પ્રવૃત્તિ શરૃ થઈ ગઈ હતી. ત્યારે પોલીસ સટોડીયાઓ અને ક્રિકેટ સટ્ટો રમતા શખ્સોને પકડવા માટે દોડી રહી છે.
ત્યારે સેક્ટર ૭ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે સમયે બાતમી મળી હતી કે, સેક્ટર ૧૧માં આવેલા મેદાનમાં એક શખ્સ મોબાઇલમાં એપ્લિકેશન મારફતે ઓનલાઈન ક્રિકેટ રમી રહ્યો છે. જે બાતમીના પગલે પોલીસ ટીમે અહીં દરોડો પાડતા એક વૃધ્ધ હાથમાં મોબાઇલ સાથે પકડાયા હતા અને તેમની પાસે ઓનલાઇન ક્રિકેટની એપ ચાલુ હોવાનું જોવા મળ્યું હતું. જેથી પોલીસે અરવિદકુમાર માધવલાલ પ્રજાપતિ રહે, ૧૩૦૯-૧ સેકટર ૭-બીને ઝડપી લીધા હતા અને તેની પાસેથી મોબાઈલ સહિતનો મુદ્દામાલ કબજે કરીને તેમની સામે જુગારધારા હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ગાંધીનગરમાં હાલ નાના-મોટા સટોડીયાઓ સક્રિય થઈ ગયા છે ત્યારે કેટલાય યુવાનો તેમની ચુંગાલમાં આવીને આથક રીતે બરબાદ થઈ જશે. પોલીસ દ્વારા હજી પણ ક્રિકેટ સટ્ટાની આ પ્રવૃત્તિ સામે લાલ આંખ કરવાની જરૃરીયાત લાગી રહી છે.